Saturday, July 9, 2016

એક વખત...


સાયકલ લઇ ભાગતા થાક ક્યાં લાગતો..!!
આજ કારમાં પણ જોને થાકને હું માણતો...

રોટલીના બંબેડામાં તૃપ્તિના ઓડકાર ખાતો..
5* ના ભોજન જમીને પણ ભુખ્યો આવતો...

ઘરના કામ સાથે ભેંસ બકરીઓને ચારતો..
કામચોર બની ઘરની બહાર જવામાં ટાળતો...

ખૂલ્લા આકાશે તારલાઓની ટમટમ માણતો..
બંધ દરવાજે પડખા બદલી રાત આખી જાગતો...

સગા સ્વજનોને ઘરે વેકેશન આખું ગાળતો..
સોશિયલ સાઇટે હવે સ્ટેટસ સૌના ભાળતો...

ચાર મિત્રોના ઘેરામા દુનિયા આખી દેખતો..
4000ના લીસ્ટમાં એવા ચારને ક્યાં જાણતો.

ગામની ભાગોળના ભગવાનને ઓળખતો..
જાત્રાઓ કરી સેંકડો તોય એને ક્યાં માનતો...

પાટીમાં પત્થરની પેનથી જીવન પાઠ ભણતો..
પ્રોજેક્ટર પણ ભણીને પણ ક્યાં જખ મારતો...

નાથીઓ "જગત"નો, તોય મોજ ખરી માણતો..
બન્યો નાથાલાલ.. જીવન એ ક્યાં ગાળતો...jn

No comments:

Post a Comment