Wednesday, October 17, 2018

રાસડો...

મારી માત ભવાની ચામુંડા વાળી
ચોટીલે બેસીને રાજ કરે...
મારી અંબા બેઠી.... હો...
મારી અંબા બેઠી ગબ્બર ચડી
હાકલ પાડી સાદ કરે...
હો ઓલી ડુંગરે બેઠી પાવાવાળી
મને પાસે બોલાવી લાડ કરે...

હે મારી મોઘલ માડી રમવા આવી
ગરબે ઘુમી હાક કરે....
ચોક બન્યો છે ચાચર મારો...હો..
અરે ચોક બન્યો છે ચાચર મારો
ચાચર ચોકે વ્હાલ કરે...
મને ખોડલ મારી હાથને જાલી
સાગર ભવનો પાર કરે...

હે ઓલી કચ્છમાં બેઠી મઢમાં મારી
આશાઓની હાર કરે...
ઉંઝા ધામે બેઠી કુળની દેવી..હો..
ઉંઝા ધામે બેઠી કુળની દેવી
કૃપાને અપાર કરે...
માડી રમવા આવી રખિયાલ ધામે
જગતનો બેડો પાર કરે...jn

No comments:

Post a Comment