| પ્રાર્થના - શ્ર્લોક | |
| આજે આપણે શાળાના વાર્ષિક ઉત્સવને એટલે કે ગૌરવ ઉત્સવને ઉજવવા | |
| માટે મળ્યા છીએ. કાર્યક્રમની શરુઆત આપણે માતાજીને વંદન કરીને કરીશું. | |
| સૌ પ્રથમ હું અમારા આમંત્રણ ને માન આપીને આવેલા અતિથીઓના નામ બોલીશ | |
| તેઓ દિપ પ્રાગ્ટય માટે મંચ પર આગળ આવશે… | |
| નામની યાદી….. | |
| દિપ પ્રાગટ્ય વંદના - શુભં કરોતુ કલ્યાણમ્ આરોગ્યં ધનસંપદહ્, | |
| શત્રુબુધ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે.. | |
| દીપજ્યોતિઃ પરબ્રમ્હ દીપ્જ્યોતિર્જનાર્દનહ્, | |
| દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમોસ્તુ તે.. | |
| શાબ્દીક સ્વાગત… | |
| અમારા રેવા બા પરિવારના આમંત્રણને માન આપી… સરસ મજાની ગુલાબી ઠંડીની પરવા | |
| કર્યા વિના આપ સૌ વાલીગણ પધાર્યા છો એ અમારા આજના વાર્ષિક ગૌરવોત્સવની શોભા છે. | |
| આ શોભા વધારવા બદલ આપ સૌ વડીલોનું રેવા બા પરિવારના પ્રતિનીધી તરીકે | |
| હું કૃતજ્ઞા પટેલ હ્રદયના ભાવથી.. શબ્દોના સ્નેહથી.. આપ સૌનું ઉમંગભેર સ્વાગત કરું છું. | |
| મહેમાનોનું સ્વાગત-- | |
| ૧ | સ્વાગત ગીત… |
| હું પ્રેશીતાબેન ને કહીશ કે ધોરણ ૭-૮-૯ ની અમારી વિધ્યાર્થી બહેનો ને લઇને આવેલ | |
| મહેમાનોનું સ્વાગત સ્વાગત ગીતથી કરે... | |
| સૌ અતિથી સ્નેહી જનોનો હું રેવા બા પરિવાર તરફથી હ્રદયથી આભાર માનું છું. | |
| તેઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતનું સ્થાન ગ્રહણ કરે જેથી આપણે આગળના કાર્યક્રમ | |
| તરફ આગળ વધીએ. | |
| આજનો દિવસ એટલે માગશર સુદ એકાદશી એટલે કે સમગ્ર જગતને માર્ગદર્શન આપે છે એવી | |
| માં ગીતાજીનો જન્મદિવસ. આજના આ ગૌરવોત્સવનું સૌથી મોટું ગૌરવજ એ છે કે એ આજના મહાન | |
| દિવસે છે. ગીતાજી માટે આપણે શું કહી શકીએ આપણી બટુક બુધ્ધીથી. પણ આપણા કવિઓ કહે.. કે.. | |
| વેદોનો વિશ્વાસ છે ગીતા.. ઋષિઓ કેરી આશ છે ગીતા… | |
| રમતા રમતા જીવન જીવું.. એ કાવ્યનો પ્રાસ છે ગીતા… | |
| નાચે માથે લઇને ઇમરસન.. સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા… | |
| જન્મદિવસ જેનો માણીએ.. ગ્રંથોમાં એક ખાસ છે ગીતા… | |
| ખેતર છે આ જીવન મારું..ને વાવણીનો ચાસ છે ગીતા.. | |
| જીવ જગત ને જગદીશ તણી.. ઓળખ આપતો પાસ છે ગીતા… | |
| છે જવાબ "જગત"ના પ્રશ્નોના .. કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા… | |
| ૨ | વેશભુષા.. |
| સૌ અણુએ અણુમાં સમાયો હવે… આ જગતના કણે કણ નિહાળ્યો હવે… | |
| વૃક્ષમાં વાસુદેવ જ એ થઇને વસ્યો.. છોડમાં આજ રણછોડ ભાળ્યો હવે… | |
| આવી જ એક પ્રકૃતિની વાતની સમજણ ને લઇને કે.જી. ના વિધ્યાર્થીઓ આવે છે.. | |
| અને સૌથી કઠીન હોય તો એ નાના બાળકોને એક હરોળમા એક એક્સનમાં ગોઠવવા | |
| તેમ છતાં અમારા શિક્ષીકા નિમિષાબેન, જયશ્રીબેન અને ખુશ્બુબેન સરસ પ્રયત્ન કરી આ | |
| નાના ભુલકાઓને મંચ પર લાવ્યા છે.. તો હવે નિહાળીશું.. વેશભુષા... | |
| ખુબ સરસ… આપણા માટે ગૌરવની વાત છે કે આ ફળ,ફુલ,વૃક્ષો, પ્રાણીઓ આ બધાના જતન | |
| માટે આપણા ઋષીઓ પુજનની સમજણ આપી ગયા છે…. | |
| 3 | બોલીવુડ ડાન્સ.. |
| કાર્યક્રમને આગળ વધારતા જોઇએ તો આપણી સંસ્કૃતિ એટલે દુધમા સાકરની જેમ | |
| ભળવા વાળી અને જરુર લાગે ત્યાં ભળાવી પણ લે… આવીજ એક ડાન્સની થીમ ને લઇ | |
| ધોરણ - ૧ ના રીપલબેનના ડાન્સરો આવે છે.. લઇને બોલીવુડ ડાન્સ | |
| વાહા સે આહા તક… મજા પાડી દીધી આ ડાન્સરોએ તો બધાને એમના તાલે નાચતા કરી દીધા.. | |
| ૪ | બોલીવુડ ડાન્સ-૨.. |
| ભારતની ભૂમિ પર જન્મ મળે એજ સૌથી મોટુ ગૌરવ છે આપણા સૌનું. | |
| મહાપુરુષો જ્યાં નાચ્યા હોય કુદયા હોય રમ્યા હોય ત્યાં નાચવાની પણ એક મોજ છે.. | |
| આવી જ એક મોજ સાથે ખુમારીને વધારે અને સાથે સાથે આપણ ને ગૌરવ થાય એવા જ | |
| એક દમદાર ડાન્સ સાથે ગુજરાતી ગરબાની રંગત ને લઇ શીતલબેનના ગોકુલ વાસીઓ | |
| ધોરણ - ૨ ના ડાન્સરો આવે છે.. લઇને બોલીવુડ ગૌરવ ડાન્સ.. | |
| વાહ ખુબ મજા પડી ગઇ જાણે અમે પણ ગોકુળમાં પહોચી ગયા… ખુબ સરસ…. | |
| ૫ | જય જય કારા.. |
| મહાપુરુષો કહે છે કે તારામા રામ એ તારું ગૌરવ.. મારામાં રામ એ મારું ગૌરવ.. | |
| સૌનામાં રામ એ સમગ્ર માનવ જાતનું ગૌરવ… | |
| આવા જ ગૌરવની એક નાની પાંખડી લઇને આવે છે જય જય કારા… સાથે અમારા | |
| ધોરણ…૭,૮,૯ માંથી અમારા પ્રેશીતાબેન ના બાહુબલીને પણ શરમાવે એવા પ્રભાસો આવે છે.. | |
| ખુબ સરસ… હમણા થોડા દિવસ પહેલાજ બાહુબલીના ડાયરેક્ટરનો ફોન આવ્યો હતો એને | |
| બાહુબલી-૩ માટે આ હીરો જોઇએ છે… સૌ ને ફરી એકવાર તાલીયોથી વધાવી લઇશું… | |
| ૬ | લઘુ નાટક.. |
| આપણી સંસ્કૃતિ આદી અનાદી કાળથી સંગીત પ્રેમી રહી છે. સંગીત માણસના જીવનને હમેંશા | |
| હસતું રમતું રાખે છે. ગમે એવા થાક ને સ્ફુર્તિમા બદલે છે. આ બધું આપણા માટે જાણીતું છે, | |
| પણ સંગીત દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવું એ વિચારવા જેવી વાત છે. કહેવાય છે ને | |
| અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી.. તેમ છતાં અમારા ઇમરાનભાઇએ | |
| બોલીવુડના ગીતો સાથે વિધ્યાર્થી જીવનના કેટલાક પ્રષ્નોને રમુજ પરિસ્થીતિઓમાં | |
| ધોરણ ૧૧ ના વિધ્યાર્થી ભાઇઓ સાથે મળીને એક અલગ જ નુસખો કર્યો છે. | |
| તો ચાલો એક નવા જોમ સાથે માણીએ લઘુ નાટક.. | |
| મોજ આવી ગઇ …. આ નાટિકા જોતા મને એક મહેશ કનોડીયાનું ગીત યાદ આવી ગયું | |
| કોયલે જેસા રંગ હે તેરા જાડુ જેસે બાલ, કરતી હો શીંગાર તો ગોરી લગતી હો ભંગાર.. | |
| તું જિસ કો મીલ જાએ ગોરી વો હો જાએ કંગાલ, કરતી હો શીંગાર તો ગોરી લગતી હો ભંગાર.. | |
| કાર્યક્રમને આગળ વાધારતા જોઇએ…. | |
| ૭ | ચાવટ.. |
| હસવા અને હસાવા માટેના ઘાણા પ્રકારો છે એમાના ઘણા આપણે જાણતા પણ હોઇશું. | |
| ઘણા કલાકારો એવા હોય કે આપણને પેટ પકડીને હસાવે.. એ પણ આપણું નહી બિજાનું… | |
| અમાર મનસ્વીતાબેન અને અરુણાબેન એવાજ એક સરસ મજાના નવા નુસખા સાથે | |
| ધોરણ-૩-૪-૫ ના હાસ્ય કલાકારોની પલટનને લઇને આવે છે.. તો નિહાળીશું ચાવટ... | |
| આના માટે વાહ ઓછી પડે એટલે ફરી એક્વાર જોરદાર તાળીઓથી આ હાસ્યકારોને | |
| વધાવી લઇએ…. | |
| ૮ | યશગાથા ગુ્જરાતની.. |
| અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે.. ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાત છે ! | |
| અહીં નર્મદાનાં નીર છે માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે ! યસ, આ ગુજરાત છે ! | |
| અહીં ગરબા-રાસ છે વળી જ્ઞાનનો ઉજાસ છે ને સોનેરી પરભાત છે અલ્યા, આ ગુજરાત છે ! | |
| અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે ને પ્રજા શૂરવીર છે ! કેવું આ ગુજરાત છે ! | |
| અહીં વિકાસની વાત છે સાધુઓની જમાત છે ને સઘળી નાત-જાત છે યાર, આ ગુજરાત છે ! | |
| અહીં પર્વોનો પ્રાસ છે તીર્થો તણો પ્રવાસ છે ને શૌર્યનો સહવાસ છે ! દોસ્ત, આ ગુજરાત છે ! | |
| શ્બ્દોમાં વર્ણવવી એ શક્ય જ નથી મારા ગુજરાતની ગાથાને પણ અમારા સોનલબેને એ | |
| ગાથાને સરસ રીતે ધોરણ -૬ અને ૭ ના વિધ્યાર્થી ઓ સાથે મળીને એક થીમના સ્વરુપમાં | |
| તૈયાર કરી છે તો ચાલો માણીએ ગુજરાતીના ગૌરવની યશગાથા ગુજરાતની.. | |
| જોરદાર તાળીયો થઇ જાય આપણા સૌના ગુજરાતી હોવાના ગૌરવ પર.. | |
| ૯ | પ્રોપડાન્સ.. |
| ધીરે ધીરે ઠંડી પણ આપણા આ ગૌરવોત્સવને જોવા વધુને વધુ પાસે આવતી ઝંખાય છે.. | |
| નાની વસ્તુઓ આપણે ઘણી જોતા હોઇએ છીએ પણ એનો ઉપયોગ આપણે ના પણ કરી શકીએ | |
| અલગ અલગ પ્રોપર્ટી સાથે એક નવા જ અંદાજમાં ઉત્પલબેનના સહયોગથી ધોરણ-૪-૫ ના | |
| વિધ્યાર્થી મિત્રો પોતાના કરતાબ લઇને આવે છે.. પ્રોપડાન્સ… | |
| ખુબ સરસ…. એક નવો અંદાજ ડાન્સમાં પણ જોવા મળે છે…. | |
| ૧૦ | પાપા થીમ.. |
| અજવાળા પછી અંધારુ પણ આવે એમ જ સુખ સાથે દુખ પણ આવે પણ આપણી તૈયારી બન્નેને | |
| સહન કરવાની હોવી જોઇએ. મોજ મસ્તી સાથે કરુણતા પણ જરુરિ છે તો આવી જ એક | |
| કરુણા ભરીને અમારા પ્રકાશભાઇના ધોરણ -૭-૮-૯ ના વિધ્યાર્થી મિત્રો આવે છે એક સરસ | |
| મજાની મોનો એક્સન સાથે પાપા થીમ લઇને… તો ચાલો માણીએ માય પાપા... | |
| જોરદાર તાળીયો સાથે વધાવી લઇશું આ ટીમને… ભલ ભલાના હ્રદયને પીગળાવી નાખે.. | |
| જોતા જોતા પણ આંખો ભિંજાઇ ગઇ. દિકરીને મન એના પિતા રીયલ હીરો હોય છે. | |
| ૧૧ | નાટક નેતાજી |
| ચાલને થોડી મસ્તી કરી લઇએ..જીંદગીને થોડી હસતી કરી લઇએ… | |
| થકાવશે આ આંધળી દોડધામ..ટેન્સનની થોડી પસ્તી કરી લઇએ… | |
| ક્યાં સુધી રહીશુ આમ ગુલામ..! કંટાળાની થોડી વસ્તી કરી લઇએ… | |
| અહંકાર છોડી શબ્દોનો જરીક..જાતને થોડી સસ્તી કરી લઇએ… | |
| પણ આ કોણ કરી શકે..? આજે તો કાચિંડાને પણ શરમાવે એવો માણસ બની બેઠો છે. | |
| ઋતુઓમાં પણ કાચિંડો રંગના બદલે એટલા રંગ બદલે છે એ… | |
| આપણા માંથી કોઇ કહેશે એ કોણ હોઇ શકે જે આટલા રંગો બદલે છે..? | |
| હા એક્દમ સાચું … આજના નેતા…. આવાજ નેતાઓના સંસદ ભવન સાથે અમારા અજયભાઇ | |
| ધોરણ ૮-૯- અને ૧૧ ના વિધ્યાર્થી ભાઇઓ સાથે આવે છે તો માણીશું નાટક નેતાજી... | |
| સાચાને સાચું અને ખોટાને ખોટું કેહવાની તાકાત કદાચ આજના નેતાઓમા નથી… | |
| ૧૨ | ગૃપ સોંગ.. |
| એક સરસ વાત યાદ આવે હું ગુજરાતી હોવાની… કે… | |
| કાકા સાહેબનો કલરવ ગુજરાતી…. મેઘાણીનો બોલ ગુજતાતી… | |
| સરદારનો સુર ગુજરાતી… ગાંધીનો કોલ ગુજરાતી… | |
| દેશ વિદેશ માં દોડે ગુજરાતી.. સાકર જેમ દુધમા ભળે ગુજરાતી.. | |
| અને એટલે જ કહું છું કે માતાના ધાવણ પછી જો કોઇ શ્રેષ્ઠ ટોનીક છે તો તે માતૃભાષા.. | |
| ગુજરાતી હોવાના ગૌરવને ચાલો માણીએ શબ્દોની ગાથા સાથે અને સરસ મજાના સંગીતમય | |
| તાલ સાથે અમારા નીતિનભાઇ , રીમાબેન અને બીજલબેનના ધોરણ -૫-૬-૭-૮ ના કોરસ સાથે | |
| માણીશું દુહા, લોકગીત, શૌર્યગીત, હેલો…. વગેરે વગેરે….જેવા ગૃપ સોંગને... | |
| વાહ જામો જામો જામો… મજા પડી જાય આખી રાત આવો ડાયરો જામે તો.. પણ સમયની | |
| મર્યાદા છે આપણ ને એટલે આગળ વધીશું… | |
| ૧૩ | કરાટે.. |
| આજના ઉત્સવને માણતા માણતા એક સરસ ઉત્સવની વાત યાદ આવે છે…. | |
| જાણે મનને આજ સૌ ઉત્સવો સંગ હોય..!!...એમ એક એક ઉત્સવ મનાવી રહ્યું છે… | |
| કોઈ રંગ ઉડાડી પિચકારીથી પલાળી રહ્યું છે...તો કોઈ વળી દિવડા પ્રગટાવી રહ્યું છે… | |
| કોઈ દોર જાલી પતંગ બનાવી ચગાવી રહ્યું છે...તો કોઈ વળી મટકીના માખણને ઉછાળી રહ્યું છે… | |
| મનને જાણે વસંત બેઠી હોય એમ ખીલી રહ્યું છે… આવા જ ઉત્સવોનો સંગ લઇ આ ઉત્સવમાં | |
| વધુ એક ગૌરવને સિધ્ધ કરવા અમારા જીતેન્દ્રભાઇની સેના ધોરન-૮ અને ૯ માંથી | |
| પોતાના કરતાબને લઇ આવે છે કરાટે સાથે.. તો માણીશું કરાટે.. | |
| જોરદાર તાળીયો થઇ જાય આ કરાટે બાજો માટે. આ કરતાબ શક્તિની સાથે ત્વરિતતા, ઝડપ | |
| સાથે તમારો સ્ટેમીના પણ માગી લે છે. | |
| ૧૪ | નાટક કુદરતી.. |
| આપણને દરેકમાં બદલ જોઇએ છે. વર્ષો પહેલા જ્યારે ટેક્નોલોજી નો આટલો વિકાસ ના હતો | |
| ત્યારે સમાજમા નાટકો દ્વારા જાગૃતી લાવવા માટે એક પ્રયાસ થતો હતો. અલગ અલગ થીમને | |
| પસંદ કરી જુદા જુદા ગામો મા ભવાઈ રમી એક વિચાર સમાજ સુંધી પહોચાડતા હતા. આજે | |
| પણ હજુ એવા ઘણા ગામડા છે જ્યાં આ સંસ્કૃતિ જીવતી છે. આવી જ એક પ્રેરણાત્મક વાત | |
| અમારા જ એટલે કે ધોરણ ૯ ના પાઠ્ય પુષ્તક માંથી એક લઘુ નાટીકા લેવામાં આવી છે. | |
| સ્વર્ગની કલ્પનાઓ સાથે ગામઠી ભાષાનો મેળ બાબુના પાત્ર સાથે ખુબ જ સુંદર રીતે | |
| પીરસવા માટે ભાવેશભાઇની ધોરણ ૯-૧૦ ની ટીમ આવે છે.. તો માણીશું નાટક કુદરતી... | |
| ખુબ સરસ જે વાત મોટા મોટા નેતાઓના ભાષણમાં ના સમજાય એ વાત ઘણીવાર આપણને | |
| એક નાની નાટીકા દ્વ્રારા સમજાઇ જાય છે.. | |
| ૧૫ | હાનીકારક બાપુ.. |
| હસવા માટે ક્યારેય કોઇ ક્લાસ નથી હોતા પણ હાસ્ય તો આપણી આસપાસ જ રમતું હોય છે. | |
| ઘણીવાર હાસ્યની પાછળ પણ આપણી પ્રગતિ છુપાએલી હોય છે. ભારતિય સંસ્કૃતિમાં | |
| આપણી કુટુંબ વ્યવસ્થા એક મોટુ ગૌરવ છે આપણા માટે. આપણા વડીલો આપણને રોકી શકે છે. | |
| જરુર લાગે ત્યાં ટોકી શકે છે, આવી રોક ટોક કડવી દવા જેવી હોય છે જે પીવામાં કડવી પણ | |
| સેહદ માટે મીઠી હોય છે. આવા જ એક હાનીકારક બાપુને લઇ ભાવીકાબેન ના પેશન્ટો | |
| ધોરણ- ૪-૫-૮ માંથી આવે છે… તો નિહાળીશું હાનીકારક બાપુ… | |
| આવા હાનીકારક બાપુ આપણને સૌને મળે તો એનાથી મોટુ આપણું ગૌરવ શું હોઇ શકે..? | |
| ૧૬ | પીરામીડ.. |
| આપણી આ ભારતની ભૂમિનું તપ જ એવું છે.. એક સરસ પંક્તિ યાદ આવે….કે…. | |
| સ્વપ્નોને સાકારિત કરવા, સંગ હરિશના સત્યો દોડે, ચારણ કન્યા હાકલ પાડે કહેવાતો એ રાજા દોડે. | |
| વામન જ્યાંરે ડગલું માંડે ત્રિલોક બલી છોડી દોડે, અવતારો અવતરવા કાજે, ભારત માઁ ની કોખે દોડે. | |
| અને આ ભૂમિને વધુ એક કલગી લાગે એવી જ એક કુશળતા ભરેલી અમારા નીતિનભાઇની | |
| ટીમ ધોરણ -૯ અને ૧૧ ના વિધ્યાર્થી ભાઇઓ લઇને આવે છે પીરામીડ.. | |
| ખુબ સરસ… આ પીરામીડ બનાવવા અને એને પાર પાડવું એટલે એક જંગ જીતવા જેવું છે. | |
| ૧૭ | સેડો ડાન્સ.. |
| કોઇ પણ સર્જનાત્મક કામ કરવું હોય તો તેની પાછળ વડીલોનો સાથ સહકાર જોઇએ જ. | |
| હવે જે થીમ આવવાની છે એ સમગ્ર તાલુકામાં અમારો એક નવતર પ્રયોગ છે. આ થીમ ને | |
| તૈયાર કરવા ખુબ જ મહેનત સાથે પ્રોપર્ટીની પણ જરુરી હતી. અમે વિના સંકોચે હકારાત્મક | |
| જવાબની અપેક્ષા સાથે અમારા સૌના લાડીલા જયંતિદાદાને વાત કરી અને તરત જ એક પળનો | |
| પણ સમય ના લેતાં એમણે બધી જ સગવડો તૈયાર કરી આપવાની હા સાથે અમને હિંમત આપી. | |
| એમની આ હુંફને લીધે જ આ થીમ અમે કરી શક્યા છીએ. એમનું માતૃ હ્રદય સાથેનો પ્રેમ | |
| અમને રોજે રોજ અનુભવાય છે. આવા પ્રેમ માટે કાંઇ કહું તો શું કહું પણ એટલું જરુર કહીસ.. કે.. | |
| કૃષ્ણ બની તું એકવાર ભૂલો પડ હવે..અર્પણ કરવા હું મારી જાત લાવી છું… | |
| જાણું છું જગતમાં પ્રેમ એટલે તું તું ને તું જ..તને મળવા હું આખી કાયનાત લાવી છું… | |
| પ્રેમ માટે જો કોઇ પર્યાય શબ્દ હોય તો એ માત્રને માત્ર ''મા'' જ હોઇ શકે. | |
| એટલે જ કહેવાય છે કે મા એટલે મા બીજા બધા વગડાના વા.. | |
| ગોળ વિના મોળો કંસાર ને મા વિના સુનો સંસાર.. | |
| પ્રેમ અને મા આગળ એક યુધ્ધ થવાનું છે આજે એ યુધ્ધ મા જોઇએ કોણ જીતે છે આજે. | |
| આવા એક યુધ્ધ ને વિશીષ્ટ સ્વરુપે અમારા રીમાબેન અને રાકેશભાઇએ ધોરણ ૧૦ ના વિધ્યાર્થી | |
| ભાઇઓ સાથે તૈયાર કર્યુ છે તો ચાલો માણીએ સેડો ડાન્સ સાથે પ્રેમ અને મા બન્ને માં કોણ મહાન. | |
| હ્ર્દયને પીગળાવી ગયો આ સેડો ડાન્સ… જોરદાર તાળીયો આ મા ના પ્રેમ માટે. | |
| એક સરસ શુભાષિત યાદ આવે… કે.. જનની જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદિઅપી ગરિઅસી… જનની અને | |
| જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વધુ વહાલા હોય છે પણ આજનો યુવાન એ સમજી શકશે ખરો.. ? | |
| ૧૮ | બીહુ નૃત્ય.. |
| આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વમા શ્રેષ્ઠ છે એના પાયામાં આપણું કલ્ચર છે. આજે પણ વિશ્વના | |
| રંગમંચ પર ભારતના વિવિધ પ્રાંતો ના અલગ અલગ નૃત્યોની નોધ લેવાય છે. આવાજ એક | |
| અલગ અંદાજમા અમારા રેવાબા પરિવારની ધોરણ. ૮-૯ અને ૧૧ ની | |
| વિધ્યાર્થી બહેનો રંજનબેન ના સજાવેલા તાલથી બીહુ નૃત્ય…. સાથે આવે છે… | |
| જોરદાર તાળીયો થઇ જાય આ નૃત્ય માટે. ડાન્સ કરવો ખુબ જ સરળ છે પણ નૃત્ય ખુબ કઠીન છે | |
| ૧૯ | ગરબો… |
| ગુજરાતીઓ માટે એક સરસ વાત યાદ આવે … કે… | |
| સાવ નોખી ધૂળનાં માણસ અમે, સૌને નમતાં ને ગમતાં સાલસ અમે… | |
| હા કરીએ વંદના છે એવું "જગત"..ભારત કેરી ભોમના માણસ અમે.. | |
| આપણો સાહિત્યનો વારસો એટલો વિશાળ છે કે એની તુલના ક્યાંય થઇજ ના શકે… | |
| શબ્દ એક છેડો ત્યાં સુર નીકળે.."ક" ને શોધો ત્યાં બારક્ષરી મળે… | |
| આવો ખજાનો છે આપણા સાહિત્યનો આ સાહિત્યના ખજાનાનું એક રત્ન એટલે આપણા ગરબા. | |
| આવા રત્નોમાંથી એક સરસ મજાનું રત્ન અમારા બીજલબેન ધોરન -૧૧ ની બહેનો સાથે | |
| લઇને આવે છે સરસ મજાનો ગરબો.. | |
| ખુબ સરસ…. ગરબાની રીધમ વાગે ને બધાના મન ડોલી ઉઠે…પગ તરત જ ઠેસ મારવા | |
| લાગી જાય અત્યારે પણ બધાના મન તો થનગની જ રહ્યા છે.. | |
| આપણું ગુજરાતીઓનું કલ્ચર જ એવું છે કે જે સાંભળે એને ગમી જાય અને તરત એને | |
| ગમે તેવા મ્યુઝિક સાથે નવા જોમ મા એ પણ ગરબાના તાલમાં ગુમે છે.. | |
| એટલે જ ગુજરાતી દુનિયાના છેડે વિસ્તરાયેલો છે… | |
| ૨૦ | માઇમ.. |
| આજના મહાન દિવસે કાંઇ કહુ આ ભુમિ માટે તો… | |
| શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે.. વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે… | |
| ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે.. ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે… | |
| અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે.. કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે… | |
| કવિ દાદની એક સરસ પંક્તિ યાદ આવે… | |
| આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક, કે વાવો મહાભારત ને ગીતા નિકળે… | |
| હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા, રાવણો જ્યાંથી બીતા બીતા નિકળે… | |
| શું તાસીર છે આ ભુમિની હજી રાજા જનક જેવા હળ હાકે તો સીતા નિકળે.. | |
| કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે તો વાંસળીના ટુકડા સંજીતા નિકળે… | |
| આવીજ એક કૃષ્ણની વાતને લઇને મોનો એક્ટીંગ સાથે એટલે કે માઇમ લઇને અમારા મેહુલભાઇના | |
| કૃષણ અને અર્જુનો ધોરણ ૯-૧૦-અને ૧૧ માંથી આવે છે તો માણીશું માઇમ.. | |
| ચહેરાના હાવભાવ સાથે એક વિશિષ્ટ વાતને લઈ ખુબ સરસ સંદેશ... | |
| આભાર... | |
| સતત પ્રોત્સાહન અને ભાવ-પ્રેમ અમને મળતો રહે છે અમારા શિક્ષકો અને ટ્રષ્ટીઓ પાસેથી. | |
| આવા જ એક પ્રોત્સાહના ભાગ રુપે આજે મને મારી શાળાએ એન્કરીંગ કરવાનો એક અનેરો | |
| અવસર આપ્યો છે તે બદલ સૌનો હું હ્રદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. | |
| આટલા મોટા ગૌરવોત્સવની કમાન સોંપી એ મારા ભાગ્ય સાથે સૌનો સહયોગ પણ છે.. | |
| હું કૃતજ્ઞા પટેલ ધોરણ- ૯ ફરી એક્વાર મારા શિક્ષક ઘણ તેમજ મારા માતા પિતા અને મને | |
| સૌ એ શાંતીથી સાંભળી મારો આત્મવિશ્વાસ વધારવા બદલ ફરી એક્વાર આપ સૌનો આભાર માનું છું |
Monday, December 17, 2018
રેવાબા વિધ્યામંદિર..
Subscribe to:
Comments (Atom)