Saturday, February 8, 2020

ગીત ગાવા માટે ની કેટલીક ટ્રીક આજે કહું છું...

સૌથી પહેલી આપણને જે મનગમતું ગીત હોય એ ગાવા માટે પસંદગી પહેલી કરો...

બીજી... આપણી ગાયકીનું માપ એટલે કે સ્કેલ જેટલું ઉપર ગાઈ શકીએ એવા જ ગીતોની પસંદગી કરીએ ગળું ફાડી નાખે અને છતાં મારે ગાવું એવો આગ્રહ ન રાખીએ..

ત્રીજી વાત શક્ય બને ત્યાં સુધી ગીતો ના લીરીક્સ આપણને મુખપાઠ હોય એવા ગીતોની પસંદગી વધારે કરીએ....

ચોથી વાત સતત ગીતોને સાંભળતા રહીએ અને આબેહૂબ એ ગીતના માપની તેમજ ઢાળની કોપી કરીએ જેથી ગાવામાં સરળતા રહે..

પાંચમી વાત અત્યારે youtube ની અંદર કરાઓકે ટ્રેક રેડીમેડ મળે છે તો આપણને મનગમતા ગીતો ડાઉનલોડ કરી શક્ય બને ત્યાં સુધી મ્યુઝિક સાથે ગાવાનો પ્રયત્ન કરીએ જેથી કરી આપણા ગળાનું માપ આપણને સમજાઈ જશે...

છઠ્ઠી વાત સંગીત માટે કહેવાય છે કે *રિયાઝ કરે તે રાજ કરે*...
સોનાના અક્ષરે લખવા જેવી વાત છે સંગીત પ્રેમીઓ માટે...

સાતમી વાત ગીતો ગાવા માં હજુ પણ આપણને ઘણા બધાને સંકોચ થાય છે એ સંકોચ ના રાખતા એક વખત નિજાનંદ માટે ગાવાનો પ્રયત્ન કરો જે રીતે બાથરૂમ સિંગરો મોટા અવાજે ગાતા હોય બસ એમ જ પ્રયત્ન કરો...

આઠમી વાત બંધ આંખોમાં ગીતોને વાગોળતા રહો જેથી કરી કર્ણપ્રિય અને મધુર અવાજ સાથે સાથે આપણા ઢાળમાં પણ ફરક પડશે....

અને સૌથી મહત્વની વાત સંગીત એ સાધના છે આ ભાવ સાથે ગાવાનો પ્રયાસ કરીશું અને ગાંડપણ કહી શકાય એ હદ સુધી તમે લઈ જઈ શકો તો સમજી લેજો કે તમે સંગીત જગતના  ફિલોસોફર બની ગયા.....

જે.એન.પટેલ... (જગત)

No comments:

Post a Comment