Tuesday, December 31, 2024

જીવનની દોડ...

ચાલતા ચાલતા થાકી જવાય છે હવે ..

જિંદગીની દોડમાં હાંફી જવાય છે હવે...

એમ તો હોઠ સિવી લીધા ક્યારના પણ, 

ભીતરનાં પડઘાથી ત્રાસી જવાય છે હવે...

નાક દબાવવાની કોશિશ ઘણીએ કરી...

ફેફસાં ફાડીને પાછું ખાંસી જવાય છે...

હસતાં હસતાં અચાનક આખો વરસવા લાગે..

કોઈ આવ્યું હશે એવા આભાસે નાસી જવાય છે...

આખા જગત સામે લડવું સાવ સહેલું છે...

જાત સાથેના યુદ્ધમાં હવે હારી જવાય છે...jn

જે‌. એન‌. પટેલ (જગત)

Wednesday, December 25, 2024

પ્રેમ એટલે...

 કોઈ પણ 

જાતના 

કરાર વગર 

મારામાં 

તારું હોવું 

એ અહેસાસ 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 માત્ર 

વિચારોમાં 

છૂટ ના આપતા 

ઈચ્છાઓને 

મોકળાશ આપી 

સંપૂર્ણ 

સમર્પણ 

સાથેની જગ્યા 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 કોઈને

પોતાનું માન્યા પછી 

જેમ છે 

જેવું છે 

જ્યાં છે 

ત્યાં જ એને 

અદમ્ય ઉત્સાહથી 

ચાહવાની લાગણી 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 ઉઠતાં 

જાગતાં 

સુતાં 

બધે જ 

લોહીની જેમ 

સતત મારી 

અંદર દોડતો 

અહેસાસ 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 માત્ર 

અંતરથી 

અંતરનું જ 

નહીં પણ 

અંદરના 

આત્મા સુધીનું 

જોડાણ 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

લાગણીઓ..

 હદ થાય છે હવે તો આમ રાહ જોવાની..

મન ના હોય તો કહી દે નથી આવવાની...

મળ્યું છે જીવન મન ભરીને માણી લેવાનું..

મજા કંઈક ઓર છે તારી સાથે ચાલવાની..

ભલી થાય આ વેરણ ભવની ભવાઇની,

ને જો તું જ નથી તો ક્યાં મજા જીવવાની..

લાગણીઓ ગમે ત્યારે ભીની થઈ શકે છે..

ના થોડી કહી છે આ ઉંમરે પ્રેમમાં પડવાની..

જગતનો જગદીશ જે આપે તે નક્કી જ છે..

પળ પણ નથી વેડફવી ક્યારેય લડવાની..jn

જે. એન. પટેલ (જગત)