Sunday, April 21, 2024

આદત જો છે મને...

ગજાથી વધુ આપવાની આદત જો છે મને...

પરાકાષ્ઠા ને માપવાની આદત જો છે મને...

લડવું ઝઘડવું અને પાછા ભેગા થઈ જવું..

કાયમ ચુપ રહેવાની આદત જો છે મને...

દૂર છે પાસે છે એનાથી વિશેષ હૃદયે વસે છે..

બંધ આંખે પામવાની આદત જો છે મને..

રાહ જોવાનું દુઃખ એમને જોયું જ નથી..

સમયથી વહેલા જવાની આદત જો છે મને...

વિતતા ક્યાં વાર લાગે છે આ વરષોને પણ..

આવતા ભવની વાતોની આદત જો છે મને..jn

જે. એન. પટેલ (જગત)

Thursday, February 29, 2024

ગમે છે...

તારી સાથે વાતો કરવી મને રોજ ગમે છે...

ને પછી ક્યાંય સુધી તું આંખો સામે રમે છે...

ધબકી જાય છે હૃદય થોડુંક વેગીલું થઈને...

જ્યારે જ્યારે આંખો તારી જરીક નમે છે...

અહેસાસોની ઓથમાં જાણે હકીકત લાગે..

અચાનક વરસીને પછી એમ તું શમે છે...

આંખોમાં ઉજાસ હોંઠે ભીનાશ ને હૈયે હાશ..

આલિંગને તારા પ્રેમની બુંદો જ્યારે ઝમે છે...

કેટલું હસીન થઈ જાય છે આખું જગત..

જ્યારે કોઈ પોતાનું કહે તું મને ખૂબ ગમે છે...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, January 13, 2024

કેકારવ...

સાદગીના સૌંદર્યને માણવું છે..

આંખના આભૂષણોથી જાણવું છે..

રાજપાટ રહી ગયા ને શબ્દ તર્યા..

ક્યાંક કેકારવનું એ સંભારણું છે..

યાદ આવે આંખ સેજ ભરાઈ આવે..

એ વજનને માપવા ક્યાં માપણું છે..

જ્યાં નજર તારી ફરી ત્યાં યાદ આવી..

હર હ્રદયે શાતા ભરે એ તાપણું છે...

જન્મદિન કોનો મનાવીએ હવે તો..

આ જગતને કે કલાપી વામણું છે...jn

  ✍️ *જે. એન. પટેલ (જગત)*

Saturday, December 30, 2023

ગિરનાર...

ગિરનાર પર ધુમાડાની આહલાદકતા ક્યારેય માણી છે..?

ઝીણી ઝીણી છાંટડી કરતી વાદળીની જાત ક્યારેય જાણી છે..?

લીલી ચાદરની સાડીની વચ્ચે સીડીના પાલવને માણ્યો છે..?

ડુંગરની ટોચ પર બાહો ફેલાવી હવાની મહેક પીછાણી છે..?

ધુણીના ધુમાડામાં ગિરનાર પર કેટલીય શ્રદ્ધાઓ છે..

દત્તાત્રેયની ડેલી અંબાનું ધામ ને નરસિંહ મહેતાની વાણી છે..

સતના પારખા ક્યાં કરો નજર સામે એક આખી જમાત છે..

ગંગાની પવિત્રતા ને શ્રધ્ધા સ્પર્શે એવા કુંડના પાણી છે..

ગુજરાતની આન બાન શાન બનીને બેઠો છે ગિરનાર..

જગતની ઝંખના ઉપર એની કેટલી એક કહાણી છે..jn

જીવન....

કંઈક કરતાં કેટલાય લોકો કહે છે કે હું જિંદગીને માણી રહ્યો છું..

કારણ એક જ જીવનની સાથે હું જિંદગીને ચાહી રહ્યો છું...

ભાવસાગરને તરવાવાળા કેટલાય લોકો મજદારે જઈ થાકે છે..

કારણ એક જ હું આનંદ નગરના રસ્તાનો રાહી રહ્યો છું...

નથી સમજાતું દુખ એકલતાનું છે કે પછી બીજો આવે એનું છે..!

કારણ એક જ ઈશ્વર મોકલે એ મળે તે સમજી ચાલી રહ્યો છું..

સર્જન કરવું કે વિસર્જન કરવું એ નિમિત બનવા જેવી વાત છે..

કારણ એક જ વાંસ સમુ પોકળ છે જીવન ને વાગી રહ્યો છું...

જગત આખું મથ્યા કરે છે જગદીશ ને પામવા આમ તેમ..

કારણ એક જ હું જગદીશને કણ કણમાં પામી રહ્યો છું...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, December 5, 2023

સંકલ્પ... ગઝલ

રાત આખી જાગવા પરવાનગી આજે મળી છે..

કોણ જાણે પ્રેમ કરવાની હવે ઇચ્છા ફળી છે...

આંખને ઊજાગરા સાથે ભલે સગપણ બંધાયું..

આંસુઓને પણ નવા સંકલ્પની આશા મળી છે...

આવવું જાઉં હવે તો રાતભર ચાલ્યા કરે છે..

આવવા માટે હૃદયના દ્વારમાં ખુલ્લી ગળી છે...

એક આખુંએ નગર મારા નયનમાં છે વસાવ્યું..

ભર સભામાં જો ઈચ્છા એકાંતની કેવી ફળી છે..

આ જગતની ઝંખનાઓની હવે બોલી લગાવો..

કલ્પના કે પછી હકીકત કોણ ઉપર ઉછળી છે..!.jn

Sunday, September 24, 2023

ગાંધી કે આંધી...

 મુઠ્ઠીભર હાડકાના માનવીને સતત ચાલતો જોયો છે..

અસ્ત્ર શસ્ત્ર ને બાજુ મૂકી શબ્દોથી લડતો જોયો છે...

યૌવનની પરિભાષા બદલે ને સાવ યુવાનીને પણ શરમાવે..

શૌર્યતા ભરી ખંતીલો એક યુવાન ડોસલો જોયો છે...

પર દુઃખને પોતાના જાણી પોતાના વસ્ત્રોનો જેણે ત્યાગ કર્યો..

મીઠાની મુઠ્ઠી હાથમાં ભરી સતત એકધારો સરતો જોયો છે..

સત્યના પ્રયોગો માત્ર કાગળ પર ન રાખતા જીવનમાં લાવ્યા..

સત્ય અને શસ્ત્ર બનાવી મહા સત્તા સામે હોંસલો જોયો છે..

ગુજરાતી નું ગૌરવ જાણી જગતનો નાથ મલકયો છે..

આધી બનીને ગાંધી ભારતની ભોમે ભમતો જોયો છે..jn

ગાંધીનું ગુજરાત..

 ગુજરાત છે ભાઈ ગુજરાત છે આ ગાંધીનું ગુજરાત છે..

મોગલો કે અંગ્રેજો આવે સામનો કરે આ ગાંધીનું ગુજરાત છે..

કૃષ્ણની ગીતાને સાકારિત કરી ચાલવા વાળું આ ગાંધીનું ગુજરાત છે..

રામાયણના ગુણો ખૂંપી ખૂંપી ને ભર્યા આ ગાંધીનું ગુજરાત છે...

પર પીડા ને જેણે માણી ને જાણી છે એવું આ ગાંધીનું ગુજરાત છે...

બીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી આ ગાંધીનું ગુજરાત છે..

ઢાળમાં ઢળતી ચડાવ આવે ત્યાં પડતી આવી યુવાની આજે જોઈ છે..

૭૦ વર્ષની ઉંમરે પણ યૌવનતા છલકે આ ગાંધીનું ગુજરાત છે..

જગતે જોઈ છે જગતે માણી છે ને જગતે વખાણી પણ છે..

ગુજરાતની ગૌરવ ગાથા ઇતિહાસે લખી છે આ ગાંધીનું ગુજરાત છે..jn

Friday, September 15, 2023

જીવેત્ શરદ: શતમ્...

जीवेत शरद: शतम् 

सुदिनं सुदिनं जन्मदिनम्

नंदाम् शरद: शतम्।।

भवतु मंगलं जन्मदिनम्

 

શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન....

છાંટો ગુલાલ ચંદન...

તમને સાલામ તમને પ્રણામ તમને અમારા વંદન....૨

શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન...


હીરાબા સમ માત મળ્યા ને દામોદરના નંદન..૨

*ભારત માનું* પાવન પગલે ખીલ્યું છે ઉપવન..

શતમ્ જીવમ્ શરદઃ...૨


રાષ્ટ્રના પથદર્શક છો છો ગૌરવ દેશ વિદેશે..૨

ખીલી ઉઠે એ કણકણ જ્યાં થાય આપનું પગરણ..

શતમ્ જીવમ્ શરદઃ...૨


ચાલી આકરી રાહે દેશ વિદેશે ધ્વજ લહેરાવ્યો..૨

અગવડને સગવડમાં પલટી જીવન બાગ સજાવ્યો..

શતમ્ જીવમ્ શરદઃ...૨


મારી માટી મારો દેશ કહી કર્યા વીરોને વંદન..૨

મક્કમતાથી ડગલાં માંડ્યા ધરા બની ત્યાં ચંદન..

શતમ્ જીવમ્ શરદઃ...૨


કૃતજ્ઞ ભાવના અવ્વલ છે ને રગરગમાં છે પ્રેમ..૨

આપ છો ઉત્તમ મંત્ર આપનો કેવળ છે ઉદ્યમ..

શતમ્ જીવમ્ શરદઃ...૨


કાશી કચ્છ કર્યા ઝગમગતા વેઠ્યા આકરા તાપ..૨

બુદ્ધિમાન મહાનાયક જ્ઞાની પરમશ્રેષ્ઠ છો આપ

શતમ્ જીવમ્ શરદઃ...૨


વિજય આપના ચરણો ચૂમે કરે જગતને વ્હાલ..૨

મળે દોસ્તી જેને આપની એ  થાય ન્યાલાન્યાલ..

શતમ્ જીવમ્ શરદઃ...૨


શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન....

છાંટો ગુલાલ ચંદન...

તમને સાલામ તમને પ્રણામ તમને અમારા વંદન....

શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન....

છાંટો ગુલાલ ચંદન...૨

તમને સાલામ તમને પ્રણામ તમને અમારા વંદન....

શતમ્ જીવમ્ શરદઃ...૮

Wednesday, September 6, 2023

નવનિર્માણ...

ચાલ આભાસી પ્રેમની દિવાલોમાં થોડું *નવનિર્માણ* કરીએ..

કલ્પનાઓને છોડી હકીકતમાં થોડું નવસર્જન ભરીએ...

હાથમાં હાથ ઝાલી તો સૌ કોઈ ફરે છે એમાં નવું શું..?

બંધ આંખોમાં અહેસાસના ઓથમાં થોડું હળવું ફરીએ...

ચાંદ ને તારા તોડવાની વાતો આવો તો કાંઈ પ્રેમ હોતો હશે.!

ઝાંઝવાના જળમાં કાગળની નાવ લઈ હળવેથી તરીએ...

મોબાઈલનો વાયરો ચાલે છે ને માણસ તો જાણે હવામાં છે..

વાયરલેસ પ્રેમ ને વહેમ પણ વાયરલેસ તોય કહે સાથે મરીએ...

યાંત્રિકતા ભળી છે જગતમાં માણસ પણ યંત્રનો ને પ્રેમ પણ..

ચાલ આ કાલ્પનિક દુનિયાને બાજુ મૂકી પત્ર વ્યવહાર કરીએ...jn

જે. એન. પટેલ (જગત)