Wednesday, August 20, 2014

ભવોભવ.....


સમણાના સંબંધને હકીકતમાં બાંધ્યો..
બંધ આંખમાં સજાવ્યો ને ખુલી આંખમાં આંજ્યો...

વાયદા કર્યા ને અગ્નિની સાક્ષીએ સજાવ્યો..
બાળી નાખી જાત મારી ને પડેલી રાખે માંજ્યો...

ખુશખુશાલ હતી આપણી આ દુનિયા..
સ્વીકારેલાય સંબંધનો ભાર તને લાગ્યો...

આદિત્યની ઓથમાં વિસામો કરતો..
આજ નિશાકરની શીતળતામાં દાજ્યો...

ભલે રહી ગઇ અધુરી આ જીવન સફર..
ભવોભવ અમે તારોજ સથવારો માગ્યો...

હું અને તું.. લોકવાયકા કહે સારસનું જોડુ..
પણ તોય જગતનો આ ભ્રમ આજ ભાંગ્યો...jn

No comments:

Post a Comment