આજ એ મને કાંઈક અલગ લાગી,
મનમાં અનેક સવાલો..
એની આંખોમાં લાગણીઓ..
ચહેરા પર ના સમજાય એવા ભાવ..
મેં પૂછ્યું કેમ આજ આમ..!!
કશુંજ ના બોલી..!!
શૂન્ય મનષ્ક બની નિહાળી રહી..
એકાએક મારા હ્રદયે વિટળાઈ વળી..
મારા ખભા પર ભીનાશ જણાઈ,
એની આંખમાં એક ચમક સાથે
મારો જવાબ મળી ગયો..
જગતમાં ક્યારેક મનના
માણીગારના આલિંગનમાં
ભીનાશની પણ મજા હોય છે....jn

No comments:
Post a Comment