Monday, December 28, 2015

છેલ્લો દિવસ...


છેલ્લો દિવસ.... હા હું છેલ્લો 
દિવસ મુવીની જ વાત કરું છું.
એ જોતાની સાથેજ કેટલીએ 
લાગણીઓ આજે તાજી થઇ ગઇ.
આજે પણ એ દિવસો નજર સામે
રમે છે, એક એક મારા વિધ્યાર્થીઓ
અને એમની મારા પ્રત્યેની લાગણી..
સામાન્ય રીતે બાળક શાળામાં
જવા માટે પગ પછાડે અને મારા
બાળકો રાહ જોઇને બેઠા હોય ક્યારે
શાળામાં પહોચીશું..!
એનું કારણ કદાચ એજ હશે એ બાળકો 
મને ક્યારેય પારકા લાગ્યાજ નથી.
આજે તો હવે ટેકનોલોજીનો જમાનો,
facebook કે whatsup જેવા માધ્યમમાં
કેટલાય વિધ્યાર્થીઓની શિક્ષકદીનની
જ્યારે શુભેચ્છાઓ મને મળી ત્યારે 
ખરેખર મનમા ગલગલીયા થયા
મને મારી જ પીઠ થાબડવાનું મન
થઇ આવ્યું, ને મન ફરી એકવાર
મનમાં એક પંક્તિ ગુનગુનાવા લાગ્યું 
ચાલ ફરી એકવાર મારે શાળાએ જવું છે.
જોત જોતામાંજ વેકેશન પુરુ ને
ફરી એકવાર મન ભૂતકાળમાં સરી
આંટો મારીને પાછું વર્તમાનમાં
દોડવા લાગ્યું.
હવે તો મને પણ એમ થાય કે આ 
વેકેશન કદાચ ના આવે તો વધુ સારું...
ત્યાંજ સ્કૂલ બેલના ટકોરા સાથે
મારી તંદ્રા તૂટી ને ફરી એકવાર 
હું મારા મનગમતા કામની સાથે 
મારા ક્લાસમાં મારા બાળકોમાં
એકાકાર બની મારા જગતમાં 
ખોવાઇ ગઇ....jn

No comments:

Post a Comment