Saturday, February 13, 2016

સવાર...ગઝલ...


આ મરિચ સામે નયન ધરતાં નજર ઝાંખી પડી..
જોતજોતામાં અરુણની એ બગી પાછી પડી...

આંખ સામે દીપકોની આવતી વણઝાર જોઇ..
આમ જોને નભમંડળની ચાંદની ઝાંખી પડી...

તૂટતાં એ તારલામાં ઝંખનાઓ જાગતા..
કઇક મૂરાદો અચાનક આંખમાં બાજી પડી...

જોઇ છે આ ધૃવ તારાની અડગતા પણ અમે..
સ્થિરતાની કેહવાતી વાયકા કાચી પડી...

ચાલતી થઇ રાત છોડી આ ગગનના સાથને..
કોણ પુરશે આ નભે રંગો, જગા ખાલી પડી...

છેવટે આવી ગયો પ્રકાશ પાથરવા એ રવિ..
કલરવે પંખી તણા, આ રાત જો ભાંગી પડી...

આવતાં જોઈ સવારને આ "જગત"ની નાત પણ..
ભાનુના સાથે નવા સંકલ્પમા લાગી પડી...jn

No comments:

Post a Comment