Tuesday, May 3, 2016

સપ્તપદી...

કરું હું કુમકુમ ભાલે બન્યું આજ સૌભાગ્ય એ મારું..
જોડ્યું મેં આજ ભાગ્ય, કઇક જન્મોનું , કર્મ છે મારું...

તારી સાથે જ નહીં, સમગ્ર કુટુંબ સાથે પરણી હું..
અરુંધતી ને વસિષ્ઠ જેવો સંસાર, બસ સમણું જે મારું...

ભાવના ભોજન સાથે થોડો સ્નેહ થોડો પ્રેમ પીરસીસ..
સુકા રોટલામાં પણ છપ્પન ભોગનું પર્વ બનશે મારું...

સોળે સજીને, મન વાણી ને કર્મથી રમમાણ રહીશ..
રતી રંભા ને પણ શરમાવીશ એવું આનન સજશે મારું...

સુખનો કરીશ ગુણાકાર ને દુખનો કરીશ ભાગાકાર..
તારા સુખમાં સુખી ને દુખમાં પણ સુખી, સ્વર્ગ બનશે મારું...

ભાર નૈ લાગે કામનો ને હસ્તે મુખે સાચવીશ સ્વજનો..
મહેલ હોય કે ઝુંપડુ, રામ-સીતા જેવું જીવન વિતશે મારું...

ધર્મ અર્થ કામમાં સાથ આપીશ, સતકાર્યે સાથે રહીશ..
મન બુદ્ધિ ને અહંકાર સમર્પણ કરીને 'જગત' શોભશે મારું...Jn

No comments:

Post a Comment