Monday, June 13, 2016

જીવન.. મૃત્યુ...

જીવન આખું જેને તારે નામ લખ્યું છે..
મોતને એણે મુઠ્ઠીમાં રાખીને મસળ્યું છે...

કર્મના સૌ બંધન હોય છે..
કોઇ રાજા કોઇ રંક હોય છે..
તોય માણસ જુઓ ક્યાં કોઇ અટક્યું છે...

મોત તો એક બહાનું હોય છે..
સૌની સમજણમાં ફર્ક હોય છે..
ઋષિઓની સમજણથી હસતે મુખે સમજ્યું છે...

રોજ સવારે કપડા બદલાય છે,
જેમ નવોઢાનો માંડવો રોપાય છે..
જીવરાજાના વરઘોડાની સંગે હરખ્યું છે...

પંચમહાભુતે જ્યાં ભળ્યું છે,
જીવ શીવનું મિલન ત્યાં થયું છે..
રહું સૌ હ્રદયે હું, ખાલી ખોળિયું સળગ્યું છે..

સ્વર્ગ આખું હિલોળે ચડ્યું છે,
"જગત" આખું આજે રડ્યું છે..
કોઇ પૂછે તો કહેજો ઇશ્વરે ઘર બદલ્યું છે...jn

No comments:

Post a Comment