Sunday, July 28, 2019

રક્ષાબંધન એટલે ...

સ્ત્રી તરફ જોવાનો
મારો દ્રષ્ટિકોણ
બદલવો..jn

કાચો ધાગો નથી કેવળ સ્નેહ બંધન છે મારું..
કાંડે બાંધુ રક્ષાકવચ એ આલિંગન છે મારું...jn

ભરત લઈ ફર્યા છે માથે ચાખડી..
ને કૃષ્ણએ ઓઢી છે માથે કામળી...

રક્ષાનું કવચ યાદ અપાવે નિજ ધર્મ..
દોડી આવજે કાંડે બાંધવા રાખડી...jn

ધાગો નથી બાંધતી, બાંધુ છું તને સંબંધના બંધનમાં..
સારથી બની ચાલવાનું છે તારે સદાય મારા સંગમાં...jn

રાખડી બાંધવા આવજે આજે..
માંગીશ હિસાબ સંસ્કૃતિ કાજે...

નિભાવજે સ્વધર્મ ઈતિહાસે ગવાય..
સ્નેહનું બંધન જો જે ના લાજે...jn

કહેવાય સુતરનો તાંતણો..
વિશ્વાસ ભરતો મુજમાં...

આશિષ સાથે સ્નેહ બંધન..
અભેદ રક્ષાકવચ ભરતો મુજમાં...jn

પ્રેમની એક રીત છે ન્યારી..
સંબંધોની સમજણ છે પ્યારી..

આવજે તમે મારા આંગણે..
આંખો વાટ જોવે છે તારી...jn

મેઘની જેમ અવિરત તારો પ્રેમ વરસતો રહે છે..
કરે આવીને ભાલે વીર તિલક, ને હું મલકતો રહું...jn

નજર બદલાઈ છે અમારી..
વાણી બદલાઈ છે અમારી...

ભાઈ બહેનના સંબંધોમાં..
હરખે આંખ ભરાઈ છે મારી..jn

હોય છે એક સુતરનો ધાગો..
ભાઈ બહેનના હેતનો ધાગો..

કાંડાનું કૌવત જ્યાં જાગતું..
રક્ષાકવચે ઢાલ બનતો ધાગો...jn

રંગબેરંગી તાંતણે છે સવાર..
બહેને ભર્યા સ્નેહ છે અપાર...

ભાવનો રંગ છે એક અનેરો..
ભાઈ બહેનનો અનન્ય છે પ્યાર..jn

હૈયામાં હરખે બહેન ને ચાડી ખાય છે આંખડી..
ભાઈના હાથમાં જ્યારે મળીને બાંધે છે રાખડી...jn

હ્દયના સ્પંદનોની ગૂંથાયેલી
 *રાખડી* નો તાર મારો ભઈલો.

આંખોના ઊંડાણની રચાયેલી
સરવાણીની ધાર મારો ભઈલો...jn

No comments:

Post a Comment