Saturday, March 14, 2020

ભાગ્ય કે કર્મ...??

કાંટાની વચ્ચે ખીલતા ગુલાબ અમે જોયા છે...
કાદવની વચ્ચે ઉગતાં કમળ અમે જોયા છે...

એક શોભે ભગવાનને શિરે બીજુ શોભે છે કબરે...
તવાયફની વેણીમાં શોભતા મોગરા અમે જોયા છે...

અટકતા ભટકતા ને નડતા તોય રહેતા હરખાતાં..
વીર મારુતિના કંઠમાં ચડતા આંકડા અમે જોયા છે...

કોઈ સૂંઘતું નથી કોઈ તોડતું નથી કોઈ ખાતું નથી..
શિવજીના ડોકમાં લટકતા ધંતુરા અમે જોયા છે...

જગતની પાનખર આવતાં સૌ ખરવા માંડે છે...
વસંતના વાયરામાં નાચતાં કેસુડા અમે જોયા છે...jn

જે. એન. પટેલ (જગત)
રખિયાલ
(કાફિયા જાતિવાચક લીધો છે)

No comments:

Post a Comment