Saturday, April 25, 2020

ક્રિકેટ...

આજના યુગમાં આપણે સૌ બાળકો કે માતા-પિતા સતત ભણતરનો ભાર લઇ ફરતા રહ્યા છીએ. તેવા સમયમાં મારું મન કંઈક અલગ જ વિચાર કરી રહ્યું છે. હું એક એવા વિષયને ન્યાય આપવા જઈ રહી છું કે તે વિષય અબાલ-વૃદ્ધ સૌને આનંદ થી નચાવી ઊઠે તેવો છે મારો વિષય છે"ક્રિકેટ"
જ્યારે મેચ રમાતી હોય ત્યારે મોટા મોટા વેપારીઓ પોતાના ઉદ્યોગ-ધંધા પડતા મુકી ક્રિકેટ જોવા તલ્લીન થઈ જાય છે ગ્રાહકો પણ ખરીદી કરવાનું ભૂલી ટીવી પરનું લાઈવ પ્રસારણ જોવામાં મગ્ન થઈ જાય છે. ચોરી ચૂંટી યુવાનોની ભીડ જમા થઈ જાય છે અને ફાઇનલ હોય ત્યારે! ત્યારે તો પૂછવું જ શું ? જાણે ઉત્સવ હોય તેવું વાતાવરણ ઊભું થઈ જાય છે. ભારત વિજય થાય તો તો દેશભરમાં દિવાળી સર્જાય છે અડધી રાત્રે વિજય ના સમાચાર મળે અને ફટાકડા થી આખું આકાશ નવરંગી બની જાય. એ જ સૌની પ્રિયતા નું પ્રતિક છે આજે બાળકો ટીવી કમ્પ્યુટર મોબાઇલમાં સતત વ્યસ્ત રહે છે. મેદાનની રમતો માં તો કોઈનું ધ્યાન જ નથી તે વિશેનું કોઈની પાસે જ્ઞાન પણ નથી પણ ક્રિકેટ એવી રમત છે કે આજે પણ બાળકો રમવા માટે તત્પર હોય છે. ક્રિકેટ એ મારા જીવન સાથે સંકળાયેલી છે, ક્રિકેટથી મારુ શારીરિક બૌદ્ધિક વિકાસ થાય છે તેની સાથે સાથે મારો આધ્યાત્મિક પણ વિકાસ થાય છે. પણ આપણે ને પાછો પ્રશ્ન ઊભો થાય આધ્યાત્મિક વિકાસ કેવી રીતે ?
આજ દિવસ સુધી આપણે ચોગ્ગા અને છગ્ગા જોયા કોમેન્ટ્રી સાંભળી આનંદ માણ્યો છે પણ ખરેખર ક્રિકેટ મારા જીવન સાથે સંકળાયેલી છે ક્રિકેટમાં 11 ખેલાડી હોય છે તેવી જ રીતે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને એક મન એ મળી ૧૧ થાય છે આમ જોતા મારા જીવનમાં પણ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને મન મળીને 11 ખેલાડીઓ છે તે મારા જીવનરૂપી મેદાનમાં સતત રમતા હોય છે ક્રિકેટ રમવા માટે બેટ્સમેનની જરૂર પડે છે તે  બેટ્સમેન એટલે હું પોતે. બેટ્સમેન આઉટ ન થાય તે માટે તેણે સ્ટમ્પથી સાચવવાનું હોય છે આપણા જીવનમાં પણ જ્ઞાન કર્મ અને ભક્તિ રૂપી સ્ટમ્પ છે તેની સાચવવાના હોય છે. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન મેળવવું તે જ્ઞાનને સત્કર્મમાં વાપરી મારું કર્મ મહાન બનાવું અને ભક્તિથી મારા જીવનમાં શક્તિ નિર્માણ કરૂ. ક્રિકેટમાં સ્ટમ્પથી સાચવવા માટે બેટ આપવામાં આવે છે બેટ્સમેન બેટ દ્વારા સ્ટમ્પને સાચવે છે તેવી જ રીતે ભગવાને પણ મને બુદ્ધિ રૂપી બેટ આપ્યું છે અને મનરૂપી બોલ આપ્યો છે તેના વડે જ્ઞાન કર્મ અને ભક્તિ રૂપી સ્ટમ્પને હું સાચવી શકુ. ક્રિકેટના મેદાનમાં એમ્પાયર હોય છે તેનો નિર્ણય આખરી હોય છે, એમ્પાયર નો નિર્ણય સૌને માન્ય રાખવો પડે છે, તેની આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી તેવી જ રીતે મારા જીવનના એમ્પાયર પણ ભગવાન છે, મારા જીવનના બધા જ નિર્ણયો તેના હાથમાં છે તેનો નિર્ણય માન્ય રાખ્યા વગર છૂટકો જ નથી. તેની આગળ આપણો કોઈ ગજ વાગે નહીં ક્રિકેટની રમત જોનાર અને રમનાર સૌને આનંદ આપે છે ક્રિકેટની રમતમાં કોમેન્ટ્રી બોલવામાં આવે છે. કોમેન્ટ્રી  બોલવાથી બધાનું ધ્યાન એકાગ્ર થાય છે, જો હું સમજી ને ક્રિકેટ રમું તો શારીરિક વિકાસની સાથે સાથે મારો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને જીવનરૂપી રમતમાં સફળતા મેળવી મારા એમ્પાયર ની હું લાડકી બની શકુ છું
આપણા દેશમાં કેટલાય ખેલાડીઓ ક્રિકેટની રમત થી પોતાના જીવનની સામાન્ય સ્થિતિમાંથી વૈભવશાળી બની ભારતનું નામ રોશન કર્યું છે, કપિલદેવ, મહેન્દ્રસિંહ ધોની જેવા ક્રિકેટરોએ તો આખા વિશ્વમાં નામના ઉભી કરી છે. ક્રિકેટ આર્થિક વિકાસ પણ કરી શકે છે આપણે ક્રિકેટની રમતને માત્રને માત્ર રમત ના સમજતા તેના પર ઊંડાણપૂર્વક વિચારીએ તો મારા જીવનના પ્રત્યેક તબક્કામાં મને મદદગાર થાય છે
શારીરિક વિકાસ કરતી ક્રિકેટ, બૌદ્ધિક વિકાસ કરતી ક્રિકેટ, આધ્યાત્મિક વિકાસ કરતી ક્રિકેટ, મારા જીવન સાથે સંકળાયેલી ક્રિકેટ, સૌના જીવનમાં પ્રેરણા આપતી ક્રિકેટ... *વર્ષા લીંબાણી*

No comments:

Post a Comment