Saturday, July 2, 2022

એક સંવાદ...

એક ટ્રેન ને એક સ્ટેશન બન્નેનું સગપણ કેવું..!

બંન્ને રહે આમને સામને તોય બે કિનારા જેવું...

સ્ટેશન કહે હું મોટું ટ્રેન કહે એ માનવું છે ખોટું..

લડવું ઝઘડવું દોડવું ને પાછું મળવું એવું ને એવું...

ટ્રેન કહે બંધન મારું પાટે એટલે નક્કી કરેલું દોડવું..

જાગવું ભાગવું ને વળી બળવું જીવન મારું તેવું...

મારામાંથી તારામાં ને તારામાંથી મારામાં બન્ને પૂરક..

હસતાં રમતાં હરતાં ફરતાં અસ્ખલિત આમ જ વહેવું...

અટકવું ભટકવું ને છટકવું આવું ને આવું જગત મારું...

હસવું મહેકવું ને સુમસાન થઈ ફરી ધબકતા રહેવું...jn

જે. એન. પટેલ (જગત)

No comments:

Post a Comment