Friday, August 26, 2022

કંચન...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ....જે. એન‌. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક..કંચન...

પ્રકાર.. પદ્ય 


દોર વગર પણ બાંધેલું છે આજે એવું બંધન જોયું..

પરકાજે પોતાની જાત ને ઘસતું એનું જીવન જોયું...

રેલમછેલ બની આજે લક્ષ્મી, જાણે આવી છે હેલી..

સંબંધોની લાલિમા માગતું એક અનેરું માગણ જોયું...

મારું મારું કરતો હરપળ ઘટમાળે રહેતો માનવ..

બીજો એ બીજો ક્યાં..! દૈવી ગુણ ભરેલું આંગણ જોયું...

ભોગી રોગી ને જોગી બનવા બેઠો છે આજે યોગી..

માનવતાની સૌંદર્યની ફોરમ ભરતું એ ચંદન જોયું...

સોના ચાંદી ને રૂપાથી અનમોલ કહું એવું આજે..

ઇશ્વરના આ જ 'જગત'માં નજરોથી મારી કંચન જોયું...Jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

No comments:

Post a Comment