Sunday, August 21, 2022

ઈશ્વર...

આજ સવારથી જ જાણે વાતાવરણમાં કંઈક આહલાદકતા હતી મોરના ટહુકા સંભળાતા હતા સાથે કાગડાના કા...કા....

અચાનક મન વિચારે ચડ્યું શું આ પશુ પક્ષી આમ જોવા જઈએ તો માણસ જાત કરતા કેટલા હોશિયાર..!!

આપણને કંઈ જોઈતું હોય તો આપણે આખે આખા શબ્દો અલગ અલગ રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવો પડે અને પશુ પક્ષીઓ તેના એક જ શબ્દથી અલગ અલગ ભાવને સમજી શકે..

પક્ષી જાત આખી બેઠી હોય અને એક પક્ષી એવો અવાજ કરે કે બધા જ ઉડી જાય અને એવા જ અવાજથી પાછો આખો સમુદાય સાથે મળી અને બેસી જાય.

અચાનક મારી તંદ્ગા તૂટી મારો ફોન વાગ્યો અને સામે છેડેથી કહ્યું કે કાકા ના દીકરાને અચાનક તકલીફ થઈ ગઈ છે અને ઈમરજન્સીમાં હોસ્પિટલ જવું પડે તેમ છે તરત જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો જ હું તેને ગાડીમાં બેસાડી હોસ્પિટલે પહોંચ્યું હોસ્પિટલે જઈને જોયું તો કોઈ જ રૂમ ખાલી નહીં એક બાજુ ઈમરજન્સી ઊભી થઈ શ્વાસ લેવામાં તકલીફ પડે ઉભો ન રહી શકે આંખો પણ બંધ થઈ જાય આવી ક્રિટિકલ પરિસ્થિતિ નિર્માણ થઈ અને આવા સમયે અચાનક ડોક્ટર મને મળી ગયા અને એમની આંખો મળતા જ મને કે તમે કેમ અહીંયા..?

ઔપચારિક વાતો થયા પછી તાત્કાલિક તેમને આગળની વ્યવસ્થા કરી જગ્યા ન હોવા છતાં પણ ગમે તેમ કરી નાના ભાઈને એક વખત વેન્ટિલેશન પર લઈ લીધો અને ફટાફટ પ્રારંભિક દવા ચાલુ કરી દીધી.

મનમાં કેટલાય સારામાં સારા વિચારોનો દ્વંદ્વ ચાલુ થઈ ગયો હતો ને અચાનક 

ડોક્ટર બહાર આવ્યા અને મને કહ્યું આવો ચાલો કેબિનમાં બેસીએ હું એમની પાછળ પાછળ તેમની કેબિનમાં ગયો અને જેવો દરવાજો ખોલ્યો એવું જ બિલકુલ મારી નજર સામે મોરલી મનોહર માથે *મોર પીંછ શોભતું હતું.* તેમને જોતા જ મારા મનના તરંગો શાંત પડી ગયા.

ડોક્ટર મારા જુના મિત્ર હતા બંને અલક-મલકની વાતો કરતા રહ્યા જૂની યાદોને વાગોળતા રહ્યા અને મારી નજર *મોરપીંછના દર્શનની* સાથે સાથે મુરલી મનોહરને પણ થોડી થોડી વારે જોતી રહી અને મનોમન તેનો આભાર વ્યક્ત કરતી રહી, એને કહેતી રહી તું ક્યારે કયા સ્વરૂપમાં મળી જાય છે એની સમજણ મને આજ પડી ગઈ...jn


જે. એન‌. પટેલ (જગત)

No comments:

Post a Comment