Friday, August 26, 2022

હિસાબ..

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક... હિસાબ..

પ્રકાર.. પદ્ય (અછાંદસ)


આજ એ અચાનક આવી ને મને કહેવા લાગી....

આપણા જીવનની ઘટમાળની 

ગણતરીનો હિસાબ 

મારે જોઈએ છે.

બોલ તારી પાસે કાંઈક માગું..?

મેં પણ કહ્યું... હા માગીલે.

એ બોલી મને તારામાં ઘર 

બનાવી રહેવું છે.

મેં પણ કહી દીધું

દિલના દરબારમાં રાજ છે તારું

ગુલામ કે દાસી બનીને નહીં 

પણ બેગમ બનીને આવ...

જાણે છે એ શું બોલી...!!

મારે તો બાદશાહને ગુલામ 

બનાવવો છે,

તારા દિલના દરબારમાં નહીં 

મનના મહેલમાં રહેવું છે,

તારા અંતરના સૌંદર્યને માણવું છે,

તારા શ્વાસોની સેજ પર બેસવું છે,

તારી આંખોની લાલિમાને  મારામાં ભરવી છે,

હૈયાના હિંચકે હિંચવું છે,

તારા હ્રદયની રજાઈમાં સુવું છે,

બસ એ બોલે જતીતી ને મેં પણ 

મારી બાહોને ફેલાવી....

બસ સુનમૂન થઈને મારામાં 

વિંટળાઈ વળી...

હું બસ એટલુંજ બોલ્યો... 

બોલ  મળી ગયો તારો હિસાબ..!!

ને એ ખોવાઈ ગઈ એના જગતમાં...jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

No comments:

Post a Comment