Saturday, October 1, 2022

સુરાવલી... સાખી...

 સુરાવલીના સુર વહ્યા છે..

ગામે ગામે ભાળો આજે..

દહેગામની એ દાનેશ્વરી...

રખિયાલની રાજેશ્વરી..


નાગપુરના જણ અલબેલા..

હૈદરાબાદીના હૈયા હેલા..

કલકત્તાની કાલી આવે

સૌને દર્શન દેવા આજે...


મુંબઈની મહામાયામાં ચાલી..

નાસિક નાથ વિહોણી નાચે...

અમદાવાદના લટકા હટકે..

અમરાવતીનું અમૃત માગે..


સંગમનેરનો સંગ કરીને..

પુનાના એ પગ પણ ડોલે...

કોલ્હાપુરનો કલરવ જાણી...

સુરતનો સૂર સાથે બોલે...


કડોદરાનો કલશોર એવો..

મલકાપુર પણ મલકાયું..

વિજાપુરની વાણી મીઠી..

તલોદના પણ તંબુરા વાગે...


મોડાસાનો મૂડ તાણી...

હીંમતનગર ગરબે ઘુમે...

ડેમાઈની ડફલી માણી...

બેંગ્લોર પણ સામે નાચે..


રાજકોટથી રણજણતી..

કચ્છથી આવે ધમધમતી...

નડિયાદીની સરગમ વાગે...

સાણંદની ત્યાં વાણી જાગે...


ઘેલું થયું જગત એ જાણી..

ગરબાની અમે રંગત માણી..

જાણી જગતનો નાથ ભાગે

દર્શન દેવા કાજે આજે...jn


જે. એન. પટેલ (જગત)

No comments:

Post a Comment