Thursday, April 27, 2017

પ્રેમ એટલે...


તારા
વિચારોની
થતી
update માં
સતત મારા
વિચારોને
Upgrade
કરવા...jn

જે. એન. પટેલ.. ( જગત )

પ્રેમ એટલે


આખો
દિવસ મારી
મીઠી ખોદણી
કરતી રહે
ને સાંજ પડતાજ
અનિમેશ નજરે
મારી વાટ જોવે...Jn

જે. એન. પટેલ..( જગત )

પ્રેમ એટલે...

aaj nigenerations..

કોઇની સાથે
Break up
થયા પછી
એ કાલને
Pack up કરી
ફરી એક નવા
Make up સાથે
નવા ચહેરાનું
Check up...jn

જે. એન. પટેલ..( જગત )

Saturday, April 22, 2017

ઇશ..પ્રેમ....ગઝલ...

પ્રેમનો પત્ર આવતાં ઇશ્વરનું આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...

મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને હું..!
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...

રામ જેવો ભાઇ ક્યાં શોધીશ આખા વિશ્વમાં..
બાંધવા એવી લકિરને કોઇ એ જ લક્ષ્મણ મળે...

શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઇ એક  ઝરણ મળે...

કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખોલું ને તરત એ ઢોલિયે જ મરણ મળે...jn

Saturday, April 15, 2017

નૈ કરું...

સુરતમાં આવ્યો છું, રાત અજવાળી નૈ કરું..
તોફાનીનું ગૌરવ છું એટલે મારાવાળી નૈ કરું...

કવિ જેવો ખરો એટલે મજુરી કાળી નૈ કરું..
રવી જેવો તેજસ્વી છું રાત પાળી નૈ કરું...

ઘેર ઘેર રૂપાળા દરડા જોઇ કલ્પનાઓ દોડાઉં..
પત્નીવ્રતા જેવો હું એટલે બીજી ઘરવાળી નૈ કરું...

ડર કે ડરવાનું કોઇના બાપથી પણ નહીં..
ગુસ્સો આવેય ખરો પણ ગાળાગાળી નૈ કરું...

સિંહ જેવી જીંદગી જીવવામાં રસ છે મને..
ખાવા માટે કરોળીયાની જેમ જાળી નૈ કરું...

મળવા આવીશ તને હિમાલયની ટોચ પર..
શ્રધ્ધા પૂર્ણ છે મારી, યાત્રા પગપાળી નૈ કરું...

જગતને સંભાળવાની જવાબદારી તારી છે..
તારા રસ્તે ચાલીસ પણ રખેવાળી નૈ કરું...

Tuesday, April 11, 2017

આજ...

ગાંમડા મેલી શહેરમાં આજ ભાગ્યા છે સૌ..
યંત્રવત થૈ મશીન જેમ દોડવા લાગ્યા છે સૌ...

ઓળખ આખી ખોરડાના નામે સૌ જાણતા..
પત્થરોના જંગલમાં પાટીયામાં ટાંગ્યા છે સૌ...

કહ્યું ક્યાં કહેવાય છે આજે જનેતાથી પણ..
વઢ ખાઇ માની હરખાઈ મોટા થયા છે સૌ...

હાથના કરેલા ઘા કોને બતાવે હવે માણસ..!!
AC ની ઓથમાં પણ જોને દાજ્યા છે સૌ...

ગોળીયો ખાઇને પણ ક્યાં સુવે છે માણસ..
લોરી સાંભળી માની છેક સવારે જાગ્યા છે સૌ...

મૃગલીની ચાલ ને પનઘટની પાળ ક્યાં ભાળો..!
જ્યાં ભાળો ત્યાં filter લટકાવા મંડ્યા છે સૌ...

ડોકિયું કરી રોજ આદિત્ય આવીને જગાડે..
સુર્યને શોધવા છેક પાર્ક સુધી દોડ્યા છે સૌ...

શરમ સરકારની ને લાજ દરબારની બની છે..
આંખ પણ ક્યાંક મળી તો લાજ્યા છે સૌ...

એલાર્મના અવાજમાં અટવાતું જાય છે જગત..
અહીં તો ભરબપોરે કુકડા તાડુક્યા છે સૌ...jn

પ્રકૃતિની તૃપ્તિ...ગઝલ...

તું પ્રણયના ફાગમાં રમતી રહી..
વાત સાથે જાત પણ ભળતી રહી...

રાત આખી મેઘલી વરસી રહી..
રાતભર હૈએ મને ભરતી રહી...

અંધકારો આવતો જોયો છે મેં..
ને મિલનની તું ઘડી ગણતી રહી...

જોઇ બારે મેઘ ખાંગાને આજ..
આ હ્રદયમાં કળ તને વળતી રહી...

આ હવા પણ મગ્ન છે જોવા મને..
ને નજર માદક બની ઢળતી રહી...

આહલાદકતા અમનમાં સાંભળી..!!
તૃપ્તિની કવિતા તું સાંભળતી રહી...

પ્રકૃતિના મિષ્ટાનનું છે આ "જગત"..
ઓડકારે આજ તું ચગળતી રહી...Jn

Thursday, April 6, 2017

સ્ત્રી..

હૈયું ખોલીને કરવી છે આજે વાત..
ને પછી ધરવી છે મારી આખી જાત...

કઈ જાતના વેર છે નથી સમજાતા..
ને પછી કહો તો થઇ જાય મુક્કા લાત...

અંતરમાં આવ્યું એક નવું ઉજાસ..
ને પછી જાગવી છે મારે આજ રાત...

સમણે સરવાળા માંડી કર્યો હિસાબ..
ને પછી વધી છે ભાગ્યમાં મુલાકાત...

સમજણ કેરા ભણીને આવ્યો પાઠ..
ને પછી તોય ના સમજાણી શરૂઆત...

ઘડતા તો ઘડી બેઠો છે આ નાર..
ને પછી હાથ ધોઇ બેઠો 'જગતા'ત...jn

ચંચળ મન....ગઝલ...

ઇશ્વર પણ મારો જીદમાં ચડ્યો લાગે છે..
કિસ્મતની સાથે મારો ઝગડો ચાલે છે..*
બોલ ભલો ક્યાં કોઇ હવે પડ્યો જાલે છે...

હર્યો ભર્યો છે આખો માહોલ ને આજે..
દિલ પર મારા જાણે એકલતા સાલે છે..

દોષોના ટોપલા કોના માથે હું ઢોળું..
ભાગ્યમાં મળવાનું, જે લખ્યું ભાલે છે...

પ્રેમના ભર્યા  આખા એ બજારો મંદીમાં..
તો  પણ ઊધારી તો આજે નૈ કાલે છે...

મોહરાં બન્યા છે સૌ ભોગોના માનવ મન..
આ 'જગત' પણ જોને નાચે તો પરતાલે છે...Jn

ગાગા..*..6

પ્રેમ એટલે...

લાગણીઓમાં
જ્યારે
ગરમાહટ ઝંખાય
ત્યારે
ભાવની ભીનાશ
વરસાવે તે
એટલે પ્રેમ...Jn

સ્ત્રી એટલે...


માઁ...
બાળકનું ઘડતર
કરતાં ખખડાવે...
અને સમય થાય
એટલે તરત જ
પાસે લઇ ખવડાવે...Jn

જે. એન. પટેલ ( જગત )

માઁ...

સવાર પડતાજ માથે હાથ ફરાવી જગાડે..
બાળગીતો ગાતા પાટલે બેસાડી નવડાવે...

તૈયાર કરી એના મનનો રાજ કુમાર બનાવે..
જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે...

રમત રમતમાં થાય કોઇ મીઠા ઝગડા તો..
બાળકના ઘડતરના ભાગ રૂપે  ખખડાવે...

સુરજ તપે ને શોધતી એ હાથ જાલી..
સમય થાય એટલે પાસે લઇ ખવડાવે...

જગતથી  અજાણ ને મસ્તીમાં મશગુલ..
બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે...Jn

happy HANUMAN JAYANTI...


આજનો મંગલદીન એટલે
વિર મારુતિ જેવી વિરતા
દાસ મારુતિ જેવી ભક્તિને
જીવનમાં લાવી જીવનને
શ્રેષ્ઠ બનાવવાનો દિવસ...

તેલ કે સીંદુર ચડાવીને નહીં
પણ તેમના ગુણોનું પૂજન કરી
તેવા ગુણોને મારામા સંકલ્પિત
કરવાનો દિવસ....

આજના આ મંગલ પર્વની આપ
સૌને ખૂબ ખૂબ શુભ કામનાઓ...jn