Tuesday, April 11, 2017

આજ...

ગાંમડા મેલી શહેરમાં આજ ભાગ્યા છે સૌ..
યંત્રવત થૈ મશીન જેમ દોડવા લાગ્યા છે સૌ...

ઓળખ આખી ખોરડાના નામે સૌ જાણતા..
પત્થરોના જંગલમાં પાટીયામાં ટાંગ્યા છે સૌ...

કહ્યું ક્યાં કહેવાય છે આજે જનેતાથી પણ..
વઢ ખાઇ માની હરખાઈ મોટા થયા છે સૌ...

હાથના કરેલા ઘા કોને બતાવે હવે માણસ..!!
AC ની ઓથમાં પણ જોને દાજ્યા છે સૌ...

ગોળીયો ખાઇને પણ ક્યાં સુવે છે માણસ..
લોરી સાંભળી માની છેક સવારે જાગ્યા છે સૌ...

મૃગલીની ચાલ ને પનઘટની પાળ ક્યાં ભાળો..!
જ્યાં ભાળો ત્યાં filter લટકાવા મંડ્યા છે સૌ...

ડોકિયું કરી રોજ આદિત્ય આવીને જગાડે..
સુર્યને શોધવા છેક પાર્ક સુધી દોડ્યા છે સૌ...

શરમ સરકારની ને લાજ દરબારની બની છે..
આંખ પણ ક્યાંક મળી તો લાજ્યા છે સૌ...

એલાર્મના અવાજમાં અટવાતું જાય છે જગત..
અહીં તો ભરબપોરે કુકડા તાડુક્યા છે સૌ...jn

No comments:

Post a Comment