Tuesday, August 3, 2010

કારણ નથી ખબર તું મને કેમ ગમે છે.

:

કારણ નથી ખબર તું મને કેમ ગમે છે....
કદાચ એજ કારણ હોઈ શકે, કે
કારણ વગર તું મને ગમે છે....


હર એક યુવાન હૈયા નો સવાલ કે…
ક્યાં હશે મારો જીવનસાથી

હસતો હસાવતો ને મુજને
મનાવતો શાન મા સમજતો
ક્યાં હશે મારો જીવનસાથી

હૈયામા રાખતો ને મુજને
હર કદમ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

મૌન થી સમજાવતો ને મુજની
હર પળ દરકાર રાખતો
ક્યાં હશે મારો જીવનસાથી

સપના મા આવી જગાડતો મુજને
જાગતા સપના બતાવતો
ક્યાં હશે મારો જીવનસાથી

ચહેરા પર સ્મિત લાવવા મથતો મુજને
હર સુખ દુખ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

વર્ણન કર્યુ આ તો હદયે મુજને
વસ્તવમા મળશે ત્યારે જરૂરથી કહીશ
અરે હા આતો મારો જીવનસાથી.


jnpatel


No comments:

Post a Comment