Friday, November 1, 2013

નુતનવર્ષાભિનંદન

મિત્રાય નમઃ કહી..
તારા જેવી નિઃસ્વાર્થ મૈત્રી ભરું...

રવયે નમઃ કહી..
તારા નાદે જગતમા ગતિ ભરું...

સુર્યાય નમઃ કહી..
તારા જેવી શૌર્યતા જીવનમા ભરુ...

ખગાય નમઃ કહી..
જીવનમા મીઠો કલશોર ભરું...

પ્રુષ્ણેય નમઃ કહી..
જીવનમા તૃપ્ત બની તૃષ્ણા ભરું...

આદિત્યાય નમઃ કહી..
અરુણની જેમ નિયમિતતા ભરું...

ભાસ્કરાય નમઃ કહી..
સતત આભાસ "જગત" મા ભરું...

નુતનવર્ષાભિનંદન કહી..
જગત મા "Jn" ની 
શુભકામના ભરુ....jn..જગત...

No comments:

Post a Comment