Tuesday, November 26, 2013

તારી ને મારી એક પ્રેમ કહાની લખવી છે.....

ઉગતા એ સુરજની સાક્ષીએ 
એક નવી સવાર લખવી છે...
ડુબતા એ ભાનુની સાક્ષીએ 
એક જુની સાંજ લખવી છે...

આવેલા એ સમણાની સાક્ષીએ 
એક હકીકત લખવી છે...
કરેલી એ કલ્પનાઓની સાક્ષીએ 
એક કવિતા લખવી છે...

જાલીને ચાલી હાથ મારો એ કેડીની 
સાક્ષીએ એક મંજિલ લખવી છે...
દુર દેખાતા ઓલ્યા ક્ષિતિજની 
સાક્ષીએ એક ઝંખના લખવી છે...

કરેલા એ પ્રેમની સાક્ષીએ 
એક પ્રેમ કહાની લખવી છે...
થયો તારાથી દુર એ વિરહની 
સાક્ષીએ એક વેદના લખવી છે...

રાહ જોજે..!! આ "જગત" ની
 સાક્ષીએ મારા ઇંતજારની
એક  પરાકાષ્ઠા લખવી છે...
તારી ને મારી એક પ્રેમ.....jn...જગત...

No comments:

Post a Comment