Tuesday, April 30, 2024

આકર્ષણ...

આમ અચાનક તારું મળી જવું આકર્ષણ લાગ્યું હશે..

કે પછી મારી જ રેખાઓમાં કોઈએ મને માગ્યું હશે..

કેટલાય સ્મરણો રોજ આવે છે અને ચાલ્યા જાય છે..

અચાનક કોઈના હૃદયનું તીર મારા હૃદયને વાગ્યું હશે...

કેટલાય બીજ હૃદયની માટીમાં દટાયેલા પડ્યા હોય છે..

સાવ અચાનક કોઈ અંકુર ફૂટીને આમ હૃદયમાં બાગ્યું હશે...

કલ્પનાઓના નગરને ચણતાં ક્યાં વાર જ લાગે છે અમને..

અમસ્તા જ મલકતા કોઈ રાતને લઈ મારામાં જ જાગ્યું હશે...

પુરી થાય છે જગતની એકલતા માત્ર એમના એક સ્મરણથી..

કદાચ એટલે જ એમને મારું આકર્ષણ લાગ્યું હશે...jn

જે‌. એન‌. પટેલ (જગત)

No comments:

Post a Comment