Sunday, September 23, 2018

જય લક્ષ્મીનારાયણ...

ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥

ઋષિઓની ભગવાન પાસે
માગણી પણ કેવી હોય..!
સમગ્ર માનવજાત માટે,
એના કલ્યાણ માટે..
ઋષિ મુનિઓએ શરીરને મંદિર
ગણાવ્યું છે
મંદિરની પરીકલ્પના ખુબ વિશાળ છે.
મંદિરને સ્વચ્છ અને સુંદર રાખવું જ
પડે, આમ શરીર રૂપી મંદિરને સ્વસ્થ અને
નિરામય રાખવામાં આપણે ઘણીવાર
ઉણા નથી ઉતરતા...
સમાજ એક એવું પરીબળ છે જે ઋષિઓની
સમજણને સમજવા પ્રયત્ન કરે છે,
આવા જ એક નાના પ્રયાસથી શરુઆત
કરી છે આજે. સમગ્ર સમાજમાં
ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥
આ સમજણ અને ભાવ નિર્માણ થાય
અને સમાજની દરેક બહેનો માતાઓનું
સ્વાસ્થ્ય નિરોગી અને નિરામય બની
રહે તે માટે આજે .....
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા
પાટીદાર યુવાસંઘ... સાબર રીજીયન
દ્વારા સનાતન મેડીકોઝ હેલ્થ એન્ડ
ડીઝાસ્ટર સમિતિ આયોજિત તેમજ‌
GCRI અમદાવાદ દ્વારા....
કેન્સર નિદાન કેમ્પ નું
આજ રોજ તા. ૨૩-૯-૨૦૧૮
ના રોજે દહેગામ મુકામે
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન
સમાજ વાડીમાં ૧૧૮ બહેનોનું
માનદ ટોકનથી ચેક અપ કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં ૮ ડીવીઝન પર
અલગ અલગ જગ્યાએ આગામી દિવસોમાં
આયોજન ગોઠવાયેલ છે..
સમાજ ક્ષેત્રે આવા આયોજન કરતી
સમગ્ર ટીમને હું વંદન કરું છું..
આગામી દિવસોમાં આવા શ્રેષ્ઠ આયોજનો
કરવા પ્રભુ એમને શક્તિ અને સ્ફૂર્તિ
આપે એવી પ્રાર્થના સાથે સમગ્ર પરિવારને
મારા જય લક્ષ્મીનારાયણ સાથે અભિનંદન....

જે.એન.પટેલ
રખિયાલ
તા. દહેગામ

Tuesday, September 18, 2018

શિવલિંગની વૈજ્ઞાનિક સમજણ...

શિવલિંગ એ સામાન્ય પત્થરથી કઈ રીતે જુદો પડે છે. શું માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી જ એ પત્થર પત્થર ન રહેતા એક દેહધારી બની જાય છે. શું તે શિવલિંગમાં એવું કોઈ તત્ત્વ હોય છે કે જે તમારી પ્રાર્થનાને અનંત બ્રહ્માંડમાં પહોંચાડી તમને તેની પ્રતિક્રિયા રૂપે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આવા પ્રશ્નો સહેજે થાય છે. અહિં આ મુદ્દે જ વિશેષ છણાવટ આપવામાં આવી છે.

શું છે આખરે શિવ તત્ત્વ શિવલિંગમાં….

ભોતિક કારણોમાં એવું જણાવવામાં આવે છે કે શિવજીએ વિષપાન કર્યું  હોવાથી તેમનાં શરીરમાં દાહ થતો હોવાથી જળાભિષેક કરવો જોઈએ. તો વિવિધ પ્રકારે અભિષેક કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ પાછળ  જે તે ક્ષેત્રમાં નકારાત્મક ઉર્જાને હણીને સકારાત્મક ઉર્જા ફેલાય છે તેવું આપવામાં આવે છે. જ્યારે અધ્યાત્મિક રીતે એવું જણાવવામાં આવે છે કે માથા આજ્ઞા ચક્ર હોય છે. જેમાં શરીરમાં રહેલી નાડીઓ જેવી કે ઈડા અને પિંગળા મળતી હોવાથી તેમાંથી ઉર્જાનું વહન થાય છે. જે તમારી સમજવાની અને વિચારવાની ક્ષમતાને સંચાલિત કરે છે. જેને શિવસ્થાન કહે છે. તેથી મન શાંત રહે તે માટે શિવને અભિષેક કરવામાં આવે છે.

આ વાત વિજ્ઞાનની મદદથી જાણવા કોશિશ કરવામાં આવી. જેમાં ભારતભરમાં રેડિયો એક્ટિવ સ્થળોનો મેપ તૈયાર કરવામાં આવ્યો ત્યારે આશ્રર્ય વચ્ચે જ્યાં જ્યાં શિવાલયો હતાં ત્યાં ત્યાં રેડિયો એક્ટિવ તત્ત્વો હોવાનું જાણવા મળ્યું.

આથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર છે. શિવલિંગ અન્ય કઈં નહિં પણ ન્યૂક્લિયર રિએક્ટર્સ જ છે. તેથી જ તો તેના પર જળ ચઢાવવામાં આવે છે જેથી તે શાંત રહે. મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેવા કે બિલિપત્ર, આંકડો, ધતૂરો, ભાંગ, જાસુદ વિગેરે તમામ ન્યૂક્લિયર એનર્જી શોષનારા તત્ત્વો છે. આ વસ્તુ જ બતાવે છે કે હિંદૂ ધર્મ કેટલો આગળ છે. તેમાં કેટલી હદે વિજ્ઞાન સમાવિષ્ટ છે. શા માટે શિવલિંગને અપૂજ ન રખાય તે વાત આમાંથી જાણવા મળે છે. સાથોસાથ શિવને ચઢાવેલું કેમ સામાન્ય માનવી એ ન ખાવું જોઈએ તે વાત પણ સમજી શકાય છે. કારણ કે તે રેડિયો એક્ટિવ તત્ત્વો ધરાવતું હોય છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે શિવને ચઢાવેલું એ શિવનિર્માલ્ય થઈ જાય છે. તે પછી સામાન્ય માનવીથી લઈ શકાય નહિં..

શિવલિંગને ચઢાવેલું પાણી પણ રિએક્ટિવ થઈ જાય છે. તેથી જ જળ નિકળતી નાળને લાંધવામાં આવતી નથી. ભાભા એટમિક રિએક્ટરની ડિઝાઈન પણ શિવલિંગ જેવી જ છે. શિવલિંગ પર ચઢાવેલું જળ નદીના વહેતા પાણીમાં સાથે વહીને ઔષધીનું રૂપ લે છે. શિવ પર ચઢતી વસ્તુઓએ એવા એવા વિચિત્ર અને કદાચ હજી વિજ્ઞાન શોધી પણ શક્યું નથી. તેવા રોગોનો મૂળમાંથી ઈલાજ કરે છે. તેથી જ તે અલભ્ય હોવાથી તે શિવ પર ચડાવીને તેનું આ રીતે પેઢી દર પેઢી સંવર્ધન કરવામાં આવે છે. આપણી પરંપરાઓની પાછળ કેટલું ઉંડું વિજ્ઞાન છૂપાયેલું છે, જેને ઘર્મનો આંચળો ઓઢાળવામાં આવ્યો છે. જેથી આવનારી માનવપેઢીઓ અનંત વર્ષો સુધી સુખી રહે તે ભાવના ઉજાગર થયા વગર રહેતી નથી.

શિવની પૂજામાં સાચે જ કહેવામાં આવ્યું છે કે

તં તત્ત્વમ્ ન જાનામિ, શિવ દર્શનમ્ ભવામિ યુગે યુગે.

એટલે કે હે શિવ, તમારા તત્ત્વોનો પાર અમે પામી શકતા નથી. ભવોભવ અમે શિવ દર્શન કરતાં રહીએ.

જ્યાં સુધી શિવ દર્શન અને શિવ પૂજન થતું રહેશે ત્યાં સુધી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થતો રહેશે...

ગણપતિ બાપાની સ્થાપના...

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ.
આપણે દરેક વર્ષે ગણપતિ બેસાડી એ છીએ, પણ કારણ નથી જાણતા....

આપણા ઘર્મ ગ્રંથ મા જણાવાયુ છે કે ભગવાન વેદ વ્યાસ એ મહાકાવ્ય મહાભારત ની રચના કરી, પરંતુ એ મહાકાવ્ય નુ લખાણ શક્ય થતુ ન હતુ. એટલે એમણે ગણપતિ નુ આહ્વાન કર્યુ...અને લખાણ કરવા વિનંતી કરી..
લખાણ દિવસ રાત ચાલે તેમ હતુ અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનુ હોય તો ગણેશજી ના શરિર નુ તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસ જી એ ગણેશજી ના શરિર ઉપર માટીનો લેપ લગાડી દીધો...
અને ભાદરવા ચોથ ના રોજ પુજા કરી લખાણ શરૂ કર્યુ. માટીના લેપ ને કારણે ગણેશજી નુ શરિર અકડાઈ ગયુ, જે થી તેમને પાર્થિવ ગણેશ કહેવાય છે.
લખાણ દસ દિવસ સુધી ચાલ્યુ.... એ દિવસ  અનંત ચૌદસ હતો.
વેદ વ્યાસ જી એ ગણેશજી તરફ જોતા જણાયુ કે અેમના શરિર નુ તાપમાન ઘણુ વધુ હતુ તે ઓછુ કરવા અને શરિર પરથી માટીનો લેપ ઉતારવા ગણેશજી ની પાણી માં પધરામણી કરી...
ભગવાન વેદ વ્યાસ જી એ 10 દિવસ સુધી ગણેશજી ને તેમના મન ગમતા ભોજન કરાવયુ...

આમ ત્યાર થી ગણેશજી ની સ્થાપના અને વિસર્જન ની પ્રથા છે...જે દરેક પરિવાર પોતાના ઘરે કરતા આવ્યા છીએ, અને લોકમાન્ય તિલક એ આ પ્રથા ને સાર્વજનિક ગણેશોત્સવ નુ સ્વરૂપ આપી આપણને એક ઉત્સવ આપ્યો...
....જય ગણેશ........ગણપતિ બાપા મોરિયા ......
પરતાલે નાચે છે શકીરા..
તાલ અમારો સાથ ફકીરા...

એક નહીં બે નહીં ત્રણ નહીં..
લાવ્યો આજ જમાત ફકીરા..

ગર્જન છે જાણે સાવજનું..
તોફાનીની ત્રાડ ફકીરા..jn

હું.. ક્યાં..??

જેવો જાગ્યો
એવો ભાગ્યો..

દિલમાં મારા..
બુંગ્યો વાગ્યો..

ખુદની સાથે..
હું એ બાગ્યો..

પળ બે પળનો..
સાથી  માગ્યો..

એકલ પડ્યો..
મનથી ભાંગ્યો..

સાથ જગતનો..
છૂટવા લાગ્યો..

ના હું જાગ્યો..
આવ્યો આગિયો..

શ્રાધ્ધ...

શ્રાધ્ધ વિશે થોડુંક જાણીએ...

 તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?
કે કોઈને ઉગાડતા જોયો છે ?
પીપળો કે વડનાં બીજ મળે છે ?

જવાબ છે ના !

વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે
કારણકે પ્રકૃતિ કુદરતે આ બે લોકો ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે.

આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં.

કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે.

જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે.

એ કેમનું ?
તો કાગડા ભાદરવા મહિના માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાધ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય

એટલે મગજ દોડાવ્યા વગર શ્રાધ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે !!

Monday, September 3, 2018

Happy Janmashtmi...

આજનો મંગલદીન એટલે વિશ્વને ચલાવવા વાળી
અલૌકિક શક્તિનો જન્મદિવસ..

સમગ્ર જગતના તત્વવેત્તાઓ જ્યાં અટકે ત્યાંથી માર્ગદર્શન પૂરુ
પાડનાર શક્તિનો જન્મદિવસ...

ધર્મના રક્ષણ માટે પોતાના સ્વજનોને હણનાર એવી
અનન્ય શક્તિનો જન્મદિવસ...

આવી મહાન વિભુતીનો
જન્મદિવસ કેવી રીતે ઉજવવો..!!

એને ગમતું મારું જીવન બનાવી, એના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં એકાદ ગુણ લાવવા.., કટીબધ્ઘ બની સાચા અર્થમાં
જન્મદિવસની ઉજવણી માણું...jn

મોરલાના કંઠમાં અટકી જવાનું મન થયું છે..
આંખમાં તારી હવે ખટકી જવાનું મન થયું છે...  Jn

સંભારણું...

પાપા પગલી..
દાદા  ડગલી..

માટી ગોળી..
રમતા ઢગલી..

નાટક જોતાં..
રંગલો રંગલી..

ચારે  ગોધન..
ભગલો ભગલી..

મ્હેણું  મારે..
સગલો સગલી..

બાપા  ભાંડે..
સાલા જંગલી...jn

જન્માષ્ટમીની શુભકામના...

🙏🏻❤सदा सेव्य कृष्ण।। ❤🙏🏻
અર્થાત... કૃષ્ણ હંમેશા સેવા કરવા યોગ્ય છે...

સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર
એવી અલૌકિક અનન્ય વ્યક્તિત્વનું
આ ધરા પર અવતરવું એ જ આપણું
મહાભાગ્ય છે..
પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યા હોય
એનો જન્મદિવસ હું પારણું ઝુલાવી
કેવી રીતે મનાવી શકું..?
મનના મહેલમાં પારણું બાંધી એના
વિચારોનો જન્મ મારી વાણીમાં
થવો જોઈએ...
હ્રદયની રાજધાની પર એનું રાજ
હોવું જોઈએ...
એના ગુણોનું ગુંજન ઘર ઘરમાં
થવું જોઈએ...
કૃષ્ણના જન્મના સાચા હકદાર બનવું
હોય તો સુદામા જેવી મૈત્રી મારા જીવનમાં
લાવવી પડશે...
નરસિંહ ને મીરાની ભક્તિ મારા જીવનમાં
ભરવી પડશે...
સંસ્કૃતિના ગોવર્ધનને મારો ટેકો
આપવો જ પડશે...
આજના આ મંગલદિને ભગવાન
શ્રીકૃષ્ણના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં લાવવા માટે કટિબદ્ધ થવાનો
સંકલ્પ કરી સાચા અર્થમાં એના
જન્મ દિવસના હકદાર બનીને એના
વિચારો રૂપી માખણની મટકી ફોડી
સમાજ, રાષ્ટ્ર તેમજ જગતના છેલ્લામાં
છેલ્લા માનવને પૃષ્ટ બનાવીએ...
જગતની ચોટલી જે હાથમાં ઝાલીને
બેઠો છે એને હું શું આપી શકું..??
મારી વાણી, મારા વિચાર ને મારા વર્તનમાં
બદલ લાવું એવા આશીર્વાદ માગી કહું છું..
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ...
जीवेत् शरद: सतम्....

Sunday, September 2, 2018

એક ડોશીએ પાડ્યું છે ડોશાના ગાલમાં ડાબલું..
હરખાણું ઘેલું થઈ આજ વરસી પડ્યું છે આભલું...jn

😛Net ગુનિયા...😛

Google માં ગોતી ગુમવાના..
Facebooke face બતાવાના..

Twitter માં જઈ tweete કરશું..
whatsup માં વાતો કરવાના..

Internet નો યુગ આવ્યો છે..
Candy crush ને તો રમવાના..

Jio  4g  Data  મળ્યો..
Day Night લોકો મથવાના...

Map હવે Guide બન્યું છે..
G  P  S   સંગે   ફરવાના...

Amazon અમે વાપરીશું..
Fast food અમે જમવાના..

Instagram 'જગત'માં આવ્યું..
Download કરી સડવાના...jn
જાત કરતા વધુ રહું છું તારામાં..
હવે ના શોધીશ તું મને મારામાં...

બારણે આવીને ઉભી છે ઉંબરે..
ક્યાં સુધી આંખો બિછાવીશ રસ્તામાં...jn
વેદો કેરી વાતો મેં જાણી છે...
માતા મારી આજે હરખાણી છે...
એક બીજને સાધના કરવા દટાવું પણ પડે છે..
ને કુપણ રૂપે ફલાશ્રૃતી એ  ફુટવું પણ પડે છે...

આ ધરાના છોરુ ને ધબકારવા   કાજે સુરજને..
લાલ ઊગી લાલ આથમી, રોજ બળવું પણ પડે છે..