Sunday, September 23, 2018

જય લક્ષ્મીનારાયણ...

ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥

ઋષિઓની ભગવાન પાસે
માગણી પણ કેવી હોય..!
સમગ્ર માનવજાત માટે,
એના કલ્યાણ માટે..
ઋષિ મુનિઓએ શરીરને મંદિર
ગણાવ્યું છે
મંદિરની પરીકલ્પના ખુબ વિશાળ છે.
મંદિરને સ્વચ્છ અને સુંદર રાખવું જ
પડે, આમ શરીર રૂપી મંદિરને સ્વસ્થ અને
નિરામય રાખવામાં આપણે ઘણીવાર
ઉણા નથી ઉતરતા...
સમાજ એક એવું પરીબળ છે જે ઋષિઓની
સમજણને સમજવા પ્રયત્ન કરે છે,
આવા જ એક નાના પ્રયાસથી શરુઆત
કરી છે આજે. સમગ્ર સમાજમાં
ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥
આ સમજણ અને ભાવ નિર્માણ થાય
અને સમાજની દરેક બહેનો માતાઓનું
સ્વાસ્થ્ય નિરોગી અને નિરામય બની
રહે તે માટે આજે .....
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા
પાટીદાર યુવાસંઘ... સાબર રીજીયન
દ્વારા સનાતન મેડીકોઝ હેલ્થ એન્ડ
ડીઝાસ્ટર સમિતિ આયોજિત તેમજ‌
GCRI અમદાવાદ દ્વારા....
કેન્સર નિદાન કેમ્પ નું
આજ રોજ તા. ૨૩-૯-૨૦૧૮
ના રોજે દહેગામ મુકામે
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન
સમાજ વાડીમાં ૧૧૮ બહેનોનું
માનદ ટોકનથી ચેક અપ કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં ૮ ડીવીઝન પર
અલગ અલગ જગ્યાએ આગામી દિવસોમાં
આયોજન ગોઠવાયેલ છે..
સમાજ ક્ષેત્રે આવા આયોજન કરતી
સમગ્ર ટીમને હું વંદન કરું છું..
આગામી દિવસોમાં આવા શ્રેષ્ઠ આયોજનો
કરવા પ્રભુ એમને શક્તિ અને સ્ફૂર્તિ
આપે એવી પ્રાર્થના સાથે સમગ્ર પરિવારને
મારા જય લક્ષ્મીનારાયણ સાથે અભિનંદન....

જે.એન.પટેલ
રખિયાલ
તા. દહેગામ

No comments:

Post a Comment