Monday, September 3, 2018

જન્માષ્ટમીની શુભકામના...

🙏🏻❤सदा सेव्य कृष्ण।। ❤🙏🏻
અર્થાત... કૃષ્ણ હંમેશા સેવા કરવા યોગ્ય છે...

સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર
એવી અલૌકિક અનન્ય વ્યક્તિત્વનું
આ ધરા પર અવતરવું એ જ આપણું
મહાભાગ્ય છે..
પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યા હોય
એનો જન્મદિવસ હું પારણું ઝુલાવી
કેવી રીતે મનાવી શકું..?
મનના મહેલમાં પારણું બાંધી એના
વિચારોનો જન્મ મારી વાણીમાં
થવો જોઈએ...
હ્રદયની રાજધાની પર એનું રાજ
હોવું જોઈએ...
એના ગુણોનું ગુંજન ઘર ઘરમાં
થવું જોઈએ...
કૃષ્ણના જન્મના સાચા હકદાર બનવું
હોય તો સુદામા જેવી મૈત્રી મારા જીવનમાં
લાવવી પડશે...
નરસિંહ ને મીરાની ભક્તિ મારા જીવનમાં
ભરવી પડશે...
સંસ્કૃતિના ગોવર્ધનને મારો ટેકો
આપવો જ પડશે...
આજના આ મંગલદિને ભગવાન
શ્રીકૃષ્ણના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં લાવવા માટે કટિબદ્ધ થવાનો
સંકલ્પ કરી સાચા અર્થમાં એના
જન્મ દિવસના હકદાર બનીને એના
વિચારો રૂપી માખણની મટકી ફોડી
સમાજ, રાષ્ટ્ર તેમજ જગતના છેલ્લામાં
છેલ્લા માનવને પૃષ્ટ બનાવીએ...
જગતની ચોટલી જે હાથમાં ઝાલીને
બેઠો છે એને હું શું આપી શકું..??
મારી વાણી, મારા વિચાર ને મારા વર્તનમાં
બદલ લાવું એવા આશીર્વાદ માગી કહું છું..
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ...
जीवेत् शरद: सतम्....

No comments:

Post a Comment