Tuesday, September 18, 2018

શ્રાધ્ધ...

શ્રાધ્ધ વિશે થોડુંક જાણીએ...

 તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?
કે કોઈને ઉગાડતા જોયો છે ?
પીપળો કે વડનાં બીજ મળે છે ?

જવાબ છે ના !

વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે
કારણકે પ્રકૃતિ કુદરતે આ બે લોકો ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે.

આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં.

કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે.

જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે.

એ કેમનું ?
તો કાગડા ભાદરવા મહિના માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાધ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય

એટલે મગજ દોડાવ્યા વગર શ્રાધ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે !!

No comments:

Post a Comment