Tuesday, September 18, 2018

ગણપતિ બાપાની સ્થાપના...

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ.
આપણે દરેક વર્ષે ગણપતિ બેસાડી એ છીએ, પણ કારણ નથી જાણતા....

આપણા ઘર્મ ગ્રંથ મા જણાવાયુ છે કે ભગવાન વેદ વ્યાસ એ મહાકાવ્ય મહાભારત ની રચના કરી, પરંતુ એ મહાકાવ્ય નુ લખાણ શક્ય થતુ ન હતુ. એટલે એમણે ગણપતિ નુ આહ્વાન કર્યુ...અને લખાણ કરવા વિનંતી કરી..
લખાણ દિવસ રાત ચાલે તેમ હતુ અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનુ હોય તો ગણેશજી ના શરિર નુ તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસ જી એ ગણેશજી ના શરિર ઉપર માટીનો લેપ લગાડી દીધો...
અને ભાદરવા ચોથ ના રોજ પુજા કરી લખાણ શરૂ કર્યુ. માટીના લેપ ને કારણે ગણેશજી નુ શરિર અકડાઈ ગયુ, જે થી તેમને પાર્થિવ ગણેશ કહેવાય છે.
લખાણ દસ દિવસ સુધી ચાલ્યુ.... એ દિવસ  અનંત ચૌદસ હતો.
વેદ વ્યાસ જી એ ગણેશજી તરફ જોતા જણાયુ કે અેમના શરિર નુ તાપમાન ઘણુ વધુ હતુ તે ઓછુ કરવા અને શરિર પરથી માટીનો લેપ ઉતારવા ગણેશજી ની પાણી માં પધરામણી કરી...
ભગવાન વેદ વ્યાસ જી એ 10 દિવસ સુધી ગણેશજી ને તેમના મન ગમતા ભોજન કરાવયુ...

આમ ત્યાર થી ગણેશજી ની સ્થાપના અને વિસર્જન ની પ્રથા છે...જે દરેક પરિવાર પોતાના ઘરે કરતા આવ્યા છીએ, અને લોકમાન્ય તિલક એ આ પ્રથા ને સાર્વજનિક ગણેશોત્સવ નુ સ્વરૂપ આપી આપણને એક ઉત્સવ આપ્યો...
....જય ગણેશ........ગણપતિ બાપા મોરિયા ......

No comments:

Post a Comment