Sunday, July 8, 2012

ક્યારેક આવુએ થાય છે....

તરો તાજગી મા જાગેલો માનવી,
સાંજ પડતા થાકી પણ જાય છે...

ફુલોના બગીચા ને સાચવનાર જ,
સાંજ પડતા તોડી ને લઇ જાય છે...

દોડપકડની રમત રમતો ચંદ્રમા,
પણ સાંજ પડે પકડાઇ જાય છે...

તીમીર ને દુર કરનાર ભાનુ,
ક્યારેક વાદળની ઓથે સંતાઇ જાય છે...

નથી હોતા દુનિયામા હાથ જેમના,
તોય નસીબ અજમાવી જાય છે...

લલાટે લખેલો લેખ કેવો છે..!!
હોઠે લાગેલો જામ પણ ઢોળાઇ જાય છે...

શીખીને કોઇ આવતુ નથી અહી,
સમયે અનુભવ બધુ શીખવી જાય છે...

ક્યારેક તેની યાદ એવી આવે કે,
આંખમાથી બુંદ પાણી વહી જાય છે...

રાહ તો તારી હજુ એ જોવે છે ''JN'',
ક્યારેક ભાગ્ય પણ બદલાઇ જાય છે....jn

No comments:

Post a Comment