Tuesday, December 17, 2013

પ્રેમની સાક્ષી છે એ કિતાબ....

રગે રગના અમૃતથી રચીછે 
કવિતાની એ કિતાબ...

જેમાં મારો ઈંતજાર ને તારી 
અધિરાઈની સોગાદ ને તારો
હિસાબ પણ છે એ કિતાબ...

આમ ક્યાં સુંધી ક્ષિતીજ બની 
મળતો રહુીશ..! એક એક પળની 
અનુભૂતિ છે એ કિતાબ...

રણના એ ઝાંઝવામાં ને 
પાણીમાં એ ચિતરેલા શબ્દોની
કોતરણી છે એ કિતાબ...

બસ જરા હ્રદયના દ્વાર ખુલ્લા 
રાખજો.. પ્રેમના પુષ્પોની 
સજાવટ છે એ કિતાબ...

"જગત"માં ઝંખેલા... 
તેં અને મેં કરેલા પ્રેમની 
સાક્ષી છે એ કિતાબ.....જગત..jn

No comments:

Post a Comment