Thursday, December 26, 2013

મારું સરનામું.....

દિલ પૂછે છે આજ મારું..તારું સરનામું...
શું કહું...!! આપ્યું છે દિલને દિલનું જ સરનામું...

જોને આ નદી પૂછે પેલા સાગરનું સરનામું..
ને ધરા પૂછે ઓલ્યા નભને.. આ ક્ષિતીજનું સરનામું...

સુગંધ પૂછે ભ્રવરને આ ફૂલોનું સરનામું..
ઉભી શેરી પૂછે છે તારી છાપનું સરનામું...

રક્તની ધાર પૂછે મારી રગનું સરનામું...
હ્રદય પૂછે તારું મારી ધબકારનું સરનામું...

શું કહું આ "જગત"ના તાતને પણ..!!
એય પૂછે છે મારી જીંદગીનું સરનામું....jn

No comments:

Post a Comment