Tuesday, December 17, 2013

આવું એક જગત માગું છું....

સાચે જ દિલના શબ્દોને કહું તને..
એવી એક રજૂઆત માંગુ છું...

બોલ તને હજુ કેટલો કરું હું પ્રેમ..!!
એ ચાહતની પરવાનગી માંગુ છું ...

લે આ બાગ તો તારો જ સજાવેલો છે..
તારા અહેસાસનો માળી માંગુ છું...

જોને આ જીંદગી પણ કેટલી લાંબી થઈ...
સફર સહેલો કરવા તારો સાથ માંગુ છું...

જોને આ કટાણે બેઠી છે પાનખર પણ..
તારા આલીંગનની એક વસંત માંગુ છું...

જીવી તો જઈશ જ આ ભવને હું એકલો..
તારા ખોળામાં મળે એવું મોત માંગુ છું...

કરી બેઠા અમે તો તારાજ નામની બંદગી..
આ "જગત" મારું કે એવો જીવનસાથી માંગુ છું...jn

No comments:

Post a Comment