Friday, June 20, 2014

તારા વિહોણ.....

જોઉ આકાશે બંધાતા નીતનવા બંગલા...
તોય રહીયે ઘર વિહોણા...
સંબંધ ઘણો જુનો રહીએ તોય અળગા...
કેમ રહીયે તારા વિહોણા....

પ્રગટેલા એ દિવડાની જેમ સળગતાં.
દિલના દ્વાર તારા વિહોણા...
ખળ ખળ સરે બુંદો ને ઝરણા બની વહેતા...
આંસુ એ તારા વિહોણા...

નીંદર ત્યજીને જોઉ તો પડી ગયાં છુટા...
સમણા તારા વિહોણા...
સાપ જાય ને રહી જાય જેમ એના લીટા...
રહ્યા એમ તારા વિહોણા...

અંતરથી અંતરનું અંતર જેમ  વધતું  રહ્યું...
કેમ કપાય તારા વિહોણા...
મજધાર વટાવી કિનારે ડૂબતાં વહી રહ્યું...
મંજીલ દૂર તારા વિહોણા...

બંધ આંખોએ વાંચુ તારા હાલ..
આ ખુલ્લી આંખોમાં...
અંધાપો તારા વિહોણા...
શ્વાસોની ગતિ સરકતી ને આંખો પાછી વરસતી...
ચુકાય ધબકાર તારા વિહોણા...

કોની ભૂલ ને કોનો વાંક..કે થઈ પછી ઉતાવળ ક્યાંક..!!
કહું કોને તારા વિહોણા...
જગતમાં કોઈક તો બતાવ જે સમજે આ સંબંધને
અધુરો સંસાર તારા વિહોણા....jn

No comments:

Post a Comment