Sunday, September 25, 2016

મહા માનવ...ગઝલ...

કર્મ એવા એ કરીને પણ પુજાતા જાય છે..
ઋષિઓની રાહમાં ભગવાન થાતા જાય છે...

નામ મોટું હોય ને દર્શન ભલે ખોટા છતાં..
રામના નામે હવે પત્થર તો તરતા જાય છે...

ભાવ મોઘા થઇ ગયા ને ભાવના ભૂલાઇ ગઇ..
ઔપચારિકતા રહી ને નેન લડતા જાય છે...

ક્યાં લખાશે માનવી ઇતિહાસના પન્ના ઉપર..!
ઢાળમાં ઢળતા, વળાંકે આજ વળતા જાય છે...

છે હજુ તત્પર ''જગત''માં જાત આખી બાળવા..
આજ શંકરાચાર્યની જેમજ એ બળતા જાય છે...jn

No comments:

Post a Comment