Friday, September 23, 2016

કંચન...ગઝલ...

દોર વગર પણ બાંધેલું છે આજે એવું બંધન જોયું..
પરકાજે પોતાની જાત ને ઘસતું એનું જીવન જોયું...

રેલમછેલ બની આજે લક્ષ્મી, જાણે આવી છે હેલી..
સંબંધોની ભિખને માગતું એક અનેરું માગણ જોયું...

મારું મારું કરતો હરપળ રમમાણ રહેતો પોતામાં..
બીજો એ બીજો ક્યાં..! દૈવી ગુણ ભરેલું આંગણ જોયું...

ભોગી રોગી ને જોગી બનવા બેઠો છે આજે યોગી..
માનવમાં માનવતાની ફોરમ ભરતું એ ચંદન જોયું...

સોના ચાંદી ને રૂપાથી અનમોલ કહું એવું આજે..
ઇશ્વરના આ જ 'જગત'માં નજરોથી મારી કંચન જોયું...Jn

No comments:

Post a Comment