Wednesday, May 6, 2020

એની તો માથાકૂટ છે...

મહાભારત ના મર્મ કે ધર્મને ના સમજતા દ્રૌપદી બની યુદ્ધના નગારા વગાડું છું એની તો માથાકૂટ છે

પાંચ પાંડવોને સાથે રાખ્યા કર્ણને અળગો રાખ્યો માતા કુંતાએ યુદ્ધ ટાણે એની તો માથાકૂટ છે

હૈયુ બળતું હતું પણ હોઠથી કંઈ ન બોલ્યા મૂંગા મોઢે બેસી રહ્યા પિતામહ એની તો માથાકૂટ છે

અર્જુનને નિમિત્ત બનાવી ભગવાને ગીતા કીધી પણ આજ દિન સુધી મને ના સમજાણી એની તો માથાકૂટ છે

કોઈ ઝઘડાને કે વાતના વતેસર ને અધ્યાયમાં ખપાવી ગીતાજી નું મહત્વ ઘટાડુ છું એની તો માથાકૂટ છે

સવાર બપોર સાંજ ભગવાને યાદ કર્યા વગર પાડાની વૃત્તિ થી જીવું છું એની તો માથાકૂટ છે

જન્મથી માંડી મૃત્યુ વચ્ચેના સમયમાં આમથી તેમ ફરૂ છું કઈ કરવું નથીને અંતરથી નાદ કરું છું એની તો માથાકૂટ છે

ઘર કુટુંબ  કે સમાજમાં મહાભારત સર્જાય છે ત્યારે દ્રૌપદી બની જાઉં છું પણ કૃષ્ણ આવતો નથી એની તો માથાકૂટ છે

                        વર્ષા લીંબાણી

No comments:

Post a Comment