Thursday, May 14, 2020

Lockdown પછી મારા સ્વપ્નનું ભારત...

"ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે."
હું તો મારી ગાઢ નિદ્રામાં સૂતી હતી અને કોરોના રૂપી દાવાનળે આવી મને સ્વપ્ન માંથી જગાડી ઝબકીને જાગી જોયું તો આખું વિશ્વ ભડકે બળી રહ્યું હતું તેની જ્વાળા મારા ભારત પર પણ આવતી જોઈ એશો આરામથી જિંદગી જીવતા મારા ભારતવાસીઓને હચમચાવી નાખ્યા ભારતનો પ્રત્યેક માણસ પોતાનામાં એટલો મસ્ત બની જિંદગી જીવી રહ્યો હતો તેમની પાસે ના તો પત્ની માટે સમય હતો કે ના તો બાળકો માટે પોતાના ધંધા રોજગાર માં સૌ પૂરોવાઈ ગયા હતા કોરોના પણ આવ્યો  તેની સાથે તે lockdown ને પણ લેતો આવ્યો કોરોના એ તો કોઈને રોતાં ના આવડે એવા કરી દીધા દરેક વ્યક્તિના ચહેરા પર અનેક રેખાઓ છપાઈ ગઈ હવે શું થશે એવો સૌ નિસાસો નાખવા માંડ્યા પણ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ મને સમજાતું ગયું આ કોરોના તો ભગવાનની આપેલ મીઠી લપડાક છે પૈસાની પાછળ પાગલ બનનાર પરિવારમાં પરોવાવા માંડ્યા પૈસાની સાથે સાથે માણસની પણ કિંમત સમજાણી પ્રદૂષણ રહિત વાતાવરણ કેવું હોય તેની સૌને ખબર પડી મેં મારા ભારતની કલ્પના સ્વપ્નમાં કરી હતી તે મને ધીરે ધીરે સાકારિત થતી જોવા મળે છે આપણા આધગુરુ શંકરાચાર્યે કીધું છે"દુર્લભ ભારતસ્ય જન્મ"ભારતની ભૂમિ પર મને જન્મ મળવો તે મારા ભાગ્યની વાત છે કેટલાય જન્મારા ના તપ પછી આવી પવિત્ર ભૂમિ ની અંદર મને જન્મ મળતો હોય છે તો તેને મારે સાર્થક કરવો પડે જે ભૂમિ ની અંદર રામ અને કૃષ્ણ નાચ્યા છે તે ભૂમિ કેટલી પવિત્ર હશે એ પવિત્ર ભૂમિની રક્ષા માટે આજે આપણા દેશનું લોક રક્ષા દળ સતત આપી રહ્યું છે તેના તપને કારણે પણ કદાચ મારા સ્વપ્નનું ભારત નિર્માણ થાય
"કંઇક એવા પણ દિવસો જોવા પડ્યા,
ને સોમરસથી હાથ ધોવા પડ્યા,
રોગ પણ અહીં કેવો આવી ગયો,
કે તબીબોને પણ આજ ગુમાવવા પડયા."
કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે કોરોના ના કારણે આપણે ઘણું બધું ગુમાવ્યું છે તેની સાથે સાથે તેનાથી વિશેષ મેળવ્યું પણ છે એ મેળવેલ મોતી થી મારા સ્વપ્નના ભારતને સજાવીશ
"સ્વપ્ન સાકાર કરવા ઉલેચ્યો મેં એક દરિયો,
મોદી રૂપી મળ્યો આજ મને એક મરજીવો,
મારા સ્વપ્નને સાકાર કરવા ઊભો છે અડીખમ,
તેથી તો દેશ અને દેશવાસીઓ છે હેમખેમ. ‌"
મારા સ્વપ્ન પ્રમાણે મારો દેશ એટલે મારા દેશની પ્રત્યેક વ્યક્તિ પરદેશ ત્યજી સ્વદેશમાં જોડાય પશ્ચિમી સંસ્કૃતિની ત્યજી ભારતીય સંસ્કૃતિના  મૂલ્યને સમજે શહેર નો શણગાર ત્યજી ગામડાના શણગારને સ્નેહથી સ્વીકારે પૈસાના પૂજારી ન બનતા બાળકોને પોતાના પ્રેમરૂપી પૂરમાં નવડાવે ઘરમાં રહેલી ગૃહલક્ષ્મી ના ગુણોને વાંચી સમજી તેનો પણ થોડો વિચાર કરતા થાય આજે સ્ત્રી પુરુષ સમોવડી બનવા મીટ માંડી બેઠી છે તેને પોતાની સાચી કિંમત સમજાય તો ને તો જ મારા સ્વપ્નનું ભારત નિર્માણ થાય એટલા માટે જ.
"ઘરમાં રહેવું છે સલામત રહેવું છે,
બાકી તો કિનારે આવીને ડૂબતા વહાણને જોયા છે,
બનવું છે એક મિસાલ જગતની મારે પણ,
વિશ્વના માર્ગદર્શક બનવા ની એ આણ છે."...

No comments:

Post a Comment