Friday, May 1, 2020

*સ્ત્રી એટલે.. વરદાન....*

"જો ભગવાન મને કંઈક માગવાનું કહે તો"..?

જો ભગવાન મને કંઈક માગવાનું કહે તો તે મારા માટે ભાગ્યની વાત છે. એક અણમોલ લાહવો છે. મળેલી તકને ઝડપવા હું તત્પર છું તેથી ઘણું બધું વિચાર્યું
એ તો ફ્લેટ ફિયાટ અને ફોન, તેના માટે સૌ કોઈ લે છે લોન.
મને ઘણી વખત વિચાર આવે કે આજે ભૌતિક સુખની પાછળ લોકો એટલા બધા ગાંડા ઘેલા થયા છે. હું શા માટે ભગવાન પાસે ધન, દોલત, માલ, ખજાનો હીરા-મોતી અને ઝવેરાત ન માગું ? જેનાથી મારા જીવનની જરૂરિયાત મુજબ મને ભૌતિક સુખ મળી શકે પણ તે ભૌતિક સુખથી મારા જીવનનો વિકાસ છે ખરો !
 એ પ્રશ્ન થતાં જ મારું મન બદલાયું ભગવાને મને માગવાની તક આપી તો હું ભગવાન પાસે કંઈક વિશેષ માંગુ ભગવાનને કહું ભગવાન તું મને ડોક્ટર એન્જિનિયર વકીલ પ્રોફેસર બનાવે પણ માનવીનું મન ચંચળ છે, તે તરત જ બદલાઇ જાય,
ડોક્ટર બની બધાની સેવા કરું સમાજની સીતા ઘણાઉ, મારા ઘરમાં સુતેલા મા-બાપની સેવા ન કરું તો?
બીજાના કોયડા ઉકેલવામાં પોતે જ ક્યાં કોયડો બની જવું તો?
બધાને વિદ્યા આપવાનો દાવો કરું પણ મારા જીવનના અભ્યાસમાં ક્યાંક કચાશ રહી જાય તો?
એન્જિનિયર બની મોટી મોટી ઇમારતો બનાવું પણ મારા જ કુટુંબની ઇમારત જો ડગમગી જાય અને હું કંઈ ન કરી શકું તો?
મોટી મોટી ડિગ્રી મેળવવા છતાં પણ જો હું સરવાળે શૂન્ય જ છું તો મારી ભગવાન પાસે શું માંગવું? ભગવાન પાસે બધી ડિગ્રી ફીકી પડી જાય એવું કંઈક વિશેષ શું છે !
 હે! પ્રભુ તે મને આ દુનિયામાં દીકરી તરીકે મોકલી છે તો હું વધું કંઈ ન માગું તારી પાસે, એટલું જ માંગીશ તું મને આદર્શ નારી બનાવજે,
यत्र नार्यस्तु पूज्यंते, रमंते तत्र देवता।
નારીનું પૂજન સૌથી પહેલાં જ થાય છે નારી ને શક્તિ ગણવામાં આવી છે તો ભગવાન તારી પાસે હું નારી શક્તિ માગીશ.
નારી ને સૌ કહે છે અબળા
કહેનારાના મન બન્યા નબળા
નારી તો બની છે પ્રબળા
 સહેલા થયા છે કામો સઘળા.
નારી પોતાના જીવનની તમામ ક્ષણ બીજાના માટે નૌછાવર કરવા તૈયાર રહે છે નારીનું જીવન ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે
કન્યાત્વ, ભગિનીત્વ, પત્નીત્વ અને માતૃત્વ.
પહેલા તે કન્યા હતી તે કાળે હસતી જાય હસાવતી જાય રમતી જાય રમાડતી જાય સૌનો પ્રેમ જીતતી જાય.
પછી તેનું પ્રતિનિધિત્વ રૂપ જોઈએ. તો તે પોતાના ભાઈને નિરપેક્ષ અને નિરપેક્ષ પ્રેમ કરતી હોય છે કોઈ પણ સ્વાર્થ વગર નો પ્રેમ એટલે ભાઈ બહેન નો પ્રેમ. આવો પ્રેમ ભાઈ ભાઈ ક્યારેય નથી કરી શકતા.
પછીનો તબક્કો પત્નીત્વનો. પોતાના જીવનનું અસ્તિત્વ ભૂલીને જીવનને  પતિમાં ભેળવી દે છે. તે મકાનને ઘર બનાવે છે, ઘરને સ્વર્ગ બનાવે છે.
નારી વગરનું જીવન
બન્યું છે ઉજ્જડ વન.
કામ કરે છે નારીના નયન
જીવન બને છે સાચું ઉપવન.
નારી  ઘર કુટુંબ અને સમાજ બધા ને ધ્યાનમાં રાખે છે, કારણકે વણમાગી ભગવાને તેને તે શક્તિ આપી છે, અને વળી હું તો ભગવાન પાસે શક્તિ માંગું છું,
"નારી વિચારે છે સૌનું હિત,
આપજે પ્રભુ જીવનમાં જીત."
નારી નો મહત્વનો તબક્કો માતૃત્વ.
આખું જીવન સમર્પણ કરનાર મા પોતાના બાળક ઉપર પણ હક રાખી શકતી નથી. ભગવાન પાસે હું આદર્શ નારી બનવાની શક્તિ માંગી ને મારા જીવનને ઉચ્ચ શિખરે પહોંચાડવા માંગું છું. મારી જો લાયકાત હશે તો ભગવાન મને અચૂક શક્તિ આપશે.
અંતે એટલું તો જરૂર કહીશ
"નારીનો મળી જશે સૌ કોઈને પ્રેમ,
સૌ lockdown માં પણ છે હેમખેમ...
              વર્ષા લીંબાણી..

No comments:

Post a Comment