Tuesday, May 12, 2020

ગુજરાતી નાટક...

"માથે પડ્યા બાપા કે અમે"
"માથે પડ્યા બાપા કે અમે"

(ગામડા ના બાપ શહેરમાં રહેતા પોતાના દીકરાના ત્યાં આવી છે શહેરમાં તો પહોંચી ગયા પણ અજાણ્યા વિસ્તારમાં ઘર કેમ શોધું તેની મૂંઝવણમાં છે આંટા મારે છે કદાચ કોઈક એને મળી જાય અને દીકરાના ઘર સુધી પહોંચાડે)
પિતા: ભગવાન જાણે ક્યાં રહેતો હશે એટલા મોટા શહેરમાં તમે કેમ કરીને શોધીશ નથી તો કોઈની જાણતો કેમ નથી કોઈને પહેચાન તો કેમ કરીને દીકરાના ઘરે પહોંચીશ? ફોન કરું પણ ફોનમાં પણ બેટરી લો છે
(આંટા મારે છે એટલામાં એક પેપરવાળો દેખાય છે)
પેપરવાળો: પેપર... પેપર...
પિતા: (ખુશ થઈ) ઓ.. પેપરવાળા ભાઈ તું મારા દીકરાને ઓળખે છે એ તો બહુ મોટો સાહેબ છે સાહેબ એનું નામ દિપક છે તને ખબર છે એ મારું નામ અજવાળશે એને ઘરે મને પહોંચાડીને
પેપરવાળા: ક્યાંથી સવાર સવારમાં આવા મળી જતા હોય છે આટલા મોટા શહેરમાં તો કેટલાય દિપક કેટલાય મોટા મોટા સાહેબો હોય બધાને થોડા અમે ઓળખતા હોઈએ
(પેપરવાળો જતો રહે છે થોડીવારમાં દૂધવાળો આવે છે)
પિતા:  દૂધવાળા ભાઈ અહીંયા આવો તો તમારા જેવું એક કામ છે
દૂધવાળો: શું કામ છે કાકા જલ્દી બોલો
પિતા: દિપક સાહેબ નું ઘર જોયું છે એ મારો દીકરો થાય બહુ મોટો સાહેબ છે
દૂધવાળો: જુઓ કાકા આટલા મોટા શહેરમાં ગણાય ના નામ દીપક હોય તમારી પાસે એડ્રેસ હોય તો મને આપો
પિતા: એડ્રેસ વળી કેવું? એમાં મને કાંઈ ખબર પડે નહીં
દૂધવાળો: તમારો દીકરો કઈ જગ્યાએ રહે છે એનું તમારી પાસે સરનામું છે
પિતા: ઓ.. એમ બોલને ભાઈ એ તો એક કાગડિયા માં લખેલું છે ઉભો રહે ભાઈ હમણાં જ તને આપુ(ખિસ્સામાંથી કાગળ કાઢી આપે છે)
દૂધવાળા: ઓહો આજ દિપકભાઈ ના ઘરે જવું છે સામે 21 નંબર નું ઘર દેખાય એ તમારા દીકરાનુ છે જુઓ સામે જ થાય
પિતા: ભગવાન તારું ભલું કરે
(દીકરાના ઘરે પહોંચે છે)
પિતા:(દરવાજો પછાડે છે) દિપક ઓ દિપક દરવાજો ઉઘાડ હું આવ્યો છે
જ્યોતિ: દિપક જરા જુઓ તો બહાર કચરાવાળો છે કે શું?
દિપક:(દરવાજો ખોલવા જાય છે) પપ્પા તમે આવો આવો આમ અચાનક જ્યોતિ જો તો ખરી ગામડેથી પપ્પા આવ્યા છે
જ્યોતિ: (મોં બગાડીને) અહીંયાં એ પહોંચી આવ્યો માથાનો દુખાવો. આવો આવો પપ્પા (પગે લાગે છે)
પિતા: (આશીર્વાદ આપે છે) પુત્રમાન ભવ
દિપક: બેસો પપ્પા જ્યોતિ પપ્પા માટે સરસ મજાની ચા બનાવ
પિતા: વહુ બેટા જરા આદુવાળી ચા બનાવજો ઉપર મલાઈવાળું એવી ઉપર મલાઈ વળે એવી
જ્યોતિ: હા બનાવી આવું છું
દિપક: પપ્પા કેમ ઓચિંતાના આવવાનું થયું
પિતા: કેમ ના અવાય
દિપક: અવાય જ પણ સમાચાર કર્યા હોત હું તમને સ્ટેશન લેવા આવી ગયો હોત
પિતા: કંઈ વાંધો નહીં ચાર જણને પૂછતો પૂછતો પહોંચ્યા આવ્યો અમે ભણેલા નથી પણ ક્યાંય પાછા પડી એવા એ નથી
દિપક:(હસે છે જ્યોતિ ચા લઈને આવે છે) મમ્મી મજામાં છે ને દાદીમા ની તબિયત કેવી છે
પિતા: બધાએ મજામાં છે બધા તને બહુ જ યાદ કરે છે આ તો તારી મારી કીધું દીકરો ને વહુ આવતા નથી તેમની પાસે તો સમય નથી પણ તમે જઈને તેને મળી આવો(થેલીમાંથી લાડુ કાઢે છે) લે આ તારી માએ ચોખ્ખા ઘીના લાડુ મોકલાવ્યા છે
દિપક: (લાડુ લે છે) પપ્પા તમે નાહી-ધોઈ તૈયાર થઈ જાવ
ચાલો તમને તમારો રૂમ બતાવી દવું
(બાપ દીકરો રૂમમાં જાય છે)
જ્યોતિ: (રસોડામાંથી બહાર આવે છે) દિપક આ તમારા પપ્પાની ગમે ત્યાં તમારી સાથે લઈ જજો આ ઘરે રહેશે તે મને બિલકુલ નહિ પહોસાય
દિપક: મહેરબાની કરીને તું અત્યારે કંઈ જ બોલતી નહીં હું પપ્પાને મારી સાથે લઈ જઈશ જ્યોતિ: લઈ જઈશ નહિ લઇ જવા પડશે મારે મારું માથું નથી દુખાવવુ
(પિતા તૈયાર થઈ બહાર આવે છે)
પિતા: બેટા મને આ તારો શહેર બધું જ ફરાવજે એટલે ઘરે જઈ મારા બધા જ ભાઈબંધો ને કહેતા ફાવે બધાના દીકરા ખેતી કરે છે અને મેં જ તને પેટે પાટા બાંધીને પણ આવ્યો છે તને ખબર છે બેટા હું તને ભણાવતો હતો ને ત્યારે આખું ગામ કહેતુ ભણાવવાની શું જરૂર છે તારું શહેર જોઈને જાઉં ને તો બધાને કહેતા ફાવે
દિપક: પપ્પા એમાં કહેવાનું શું હોય ચાલો આપણે હમણાં જ જઈએ
પિતા: એટલી બધી ઉતાવળ નથી કે  આજે જ જવું પડે શાંતિથી જઈશું હું તો હજુ રોકાવાનો છું
દિપક: કંઈ વાંધો નહીં પપ્પા તમારે જેટલું રોકાવું હોય એટલુ
રોકાજો છો
જ્યોતિ:  પપ્પા જેટલું રોકાવું હોય એટલું રોકાજો પણ હમણાં તમે દિપક સાથે જાઓ ઘરમાં એકલા એકલા કંટાળી જશો
પિતા: સારું બેટા તમે કહો છો તો જતો આવું
(બાપ દીકરો જવા માટે નીકળી છે)
જ્યોતિ: દિપક એક મિનિટ અહીં આવો તો (દિપક આવે છે જ્યોતિ પાસે) મારી વાત ધ્યાનથી સાંભળો આ તમારા પપ્પાને બહાર ફરાવી જમાડીને શાંતિ  લઈ આવજો
દિપક: હું છું આજે તો આવ્યા છે અને તને નડવાએ લાગ્યા
જ્યોતિ: એ તમારી જે સમજવું હોય એ
(દિપક બહાર જાય છે બંને બાપ-દીકરો નીકળી જાય છે)
(જ્યોતિ ઘરનું કામ કરવા લાગે છે)
જ્યોતિ: શી ખબર આ ડોસલો અહીંયા કેટલા દિવસ માથુ ખાશે મારે
આનું કંઈક રસ્તો કાઢવો પડશે
(કામ પતાવી નિરાંતે બેસીને વિચારે છે ઓચિંતાનું યાદ આવે છે અને ફોન કરે છે)
જ્યોતિ: હેલો મમ્મી મજામાં ને તારી તબિયત કેવી છે પપ્પા મજામાં ને ભઈલો શું કરે છે બધા મજામાં છે એમ તમે બધા તો મજામાં છો પણ હું સજામાં છું શું થાય મારા સસરા આવ્યા છે ગામડેથી કેટલા દિવસ રોકાશે અને કંઈ જ નક્કી નથી મારે હવે આનું શું કરું તું કંઈક રસ્તો બતાવ તો આ ડોસલા થી છુટકારો મળે
(બાપ દીકરો આવે છે જ્યોતિ જલ્દી થી ફોન મૂકી દે છે)
એટલામાં બધું ભરાઈ ગયું ખોટો સિક્કો પાછો પણ આવી ગયો
પિતા: શું કહ્યું બેટા મને હમણાં જરા કાનમાં ઓછું સંભળાય છે જે કંઈ કહેવું હોય એ જરા મોટી થી બોલજો નહિતર મને કંઈ નહી સંભળાય
જ્યોતિ: કંઈ નહીં પપ્પાજી કંઈ નહોતી કહેતી આ તો તમને શહેર કેવું લાગ્યું હશે એનો વિચાર કરતી હતી
પિતા: શહેર તો બેટા બહુ જોરદાર છે હો ફાવી જાય એવું છે બેટા દિપક કાનની દવા કરાવવી હતી તો એવું વિચારતો હતો કે અહીંયા આવ્યો છું તો ભેગાભેગ દવા કરાવી લઈએ તો
દિપક: વાંધો નહી પપ્પા હું કાલે જ ડોક્ટરને મળી આવીશ અત્યારે તમે થાકી ગયા હસો એટલે હવે આરામ કરી લો
જ્યોતિ:(જ્યોતિ રૂમમાં જાય છે) પતી ગયું હવે આ આફત જેમતેમ જશે નહીં હવે તો બીજા પંદર દિવસ કરશે આરામ કરીને જાગે એટલે મારે જ કંઈક કરવું પડશે
પિતા: (ઉઠીને આવે છે) વહુ બેટા હવે જરા ઉઠો તો મને ચા પીવાની ઈચ્છા થઈ છે શું આ તો રોજ પીવાની આદત ખરી ને એટલે
જ્યોતિ: (રૂમમાંથી બહાર આવે છે) હા પપ્પા હમણાં જ બનાવી આપું છું
દિપક: કેમ પપ્પા આરામ નહોતો કરવું તમારે થોડી વાર સુઈ ગયા હોત તો
પિતા: તને તો ખબર છે ને બેટા મને બપોરે ઊંઘવાનું નથી પણ બેટા એક વાત પૂછું હું આવ્યો છું એ જ્યોતિ વહુ ને ગમશે તો ખરું ને?
દિપક: એવું તે કંઈ હોય પપ્પા તમે પણ હું શું વિચારતા હશો
જ્યોતિ: (ચા લઈને આવે છે) અરે પપ્પા એવું તે કંઈ હોતું હશે તમે આવ્યા એનો તો મને ખુબજ આનંદ છે મને તમારી સેવાનો મોકો મળ્યો છે પણ એ મારા ભાગ્યમાં જ ક્યાં છે ભગવાનને પણ મંજૂર નથી
દિપક: આ શું બોલે છે તું જરા સમજાય એવું બોલ
જ્યોતિ: ગામડી થી ફોન આવ્યો હતો
દિપક: તારા પર?
જ્યોતિ: હા તમારો કે પપ્પાનો ફોન નહીં લાગ્યો હોય એટલે મારી પર આવ્યો
પિતા: મારા ફોનમાં તો ઠેકાણા નથી'ક્યારેક ચાલુ હોય તો ક્યારેક બંધ પણ વહુ બેટા સીધી સીધી વાત કરો તો કંઈક સમજણ પડે
જ્યોતિ: તમે નીકળ્યા પછી પપ્પા દાદી ની તબિયત ખુબ જ બગડી અને તમને પાછા બોલાવ્યા છે
પિતા:(એકદમ ઊભા થઈ જાય છે) શું થયું વળી બાને ઘરે થી નીકળ્યો ત્યારે તો બરાબર જેવા હતા
જ્યોતિ: પપ્પા એટેક આવ્યો છે
પિતા: બેટા દિપક મને હમણાં ને હમણાં સ્ટેશનની મુકવા આવ હું બસમાં જતો રહીશ બેટા જાવ તો જરા અંદરથી મારી થેલી લેતા આવો
દિપક: પપ્પા ફરી જલ્દીથી આવજો
પિતા: હા બેટા જરૂર આવીશ મારે તો હમણાં પણ શાંતિથી જ રોકાવું હતું પણ હવે એક મિનિટ પણ મારાથી નઇ રોકાવાય
(જ્યોતિ થેલી આપે છે)
દિપક: પપ્પા જો દાદી ની તબિયત વધારે ખરાબ હોય તો મને જાણ કરજો નહીતો પછી તમે જ ગાડી ભાડે કરીને દાદી ને અહીંયા જ લેતા આવજો
પપ્પા: ભલે બેટા તો કોઈ જાતની ચિંતા કરતા નહીં
(બાપ દીકરો નીકળે છે જ્યોતિ હાશ અનુભવે છે)
જ્યોતિ: હાશ બલ્લા ટણી બપોરે શાંતિથી આરામ કરવા પણ નથી દીધો લાવ શાંતિથી બેસીને પેપર વાંચું
(દિપક પાછો આવે છે)
દિપક: જ્યોતિ મને તો ખૂબ જ ચિંતા થાય છે બાને શું થયું હશે ઘરે મમ્મી પણ એકલા હતા મમ્મીની હાલત કેવી થઈ હશે
જ્યોતિ: મમ્મીને વળી શું થવાનું હતું દાદી ને કાંઈ થયું હોય તો મમ્મીને થાય
દિપક: એટલે તું શું કહેવા માંગે છે
જ્યોતિ: ના કહી નહીં આ તો તમારા પપ્પા જલ્દી થી રવાના થાય ને એના માટેની એક મારી હોશિયારી હતી
દિપક: જ્યોતિ તે આ શું કર્યું? મારા પપ્પાને કે એક દિવસમાં રવાના કરી દીધા તારી મમ્મી અહીંયા રોકવા આવે છે ત્યારે હું તો એને ક્યારેય રવાના નથી કરતો મારા પપ્પા તને એક દિવસ માં ભારે પડી જાય
જ્યોતિ:(દિપક પાસે પ્રેમથી વાત કરે છે) અરે મારા મનના મોરલી મનોહર તમે જરા વિચાર તો કરો પપ્પા અહીંયા રોકાત તો પંદર દિવસમાં મારી શું હાલ થાત
(દિપકની પાછળ પાછળ આવીને બાપ બધી જ વાત સાંભળે છે)
દિપક: તારી વાત તો સાચી છે પણ તારે કોઈક બીજું બહાનું કાઢવું હતું
જ્યોતિ: બહાનું ગમે તે હોય પણ ઠંડા પાણી ખસ ગઈ એ જોવોને
પિતા: વહુ બેટા ઠંડા પાણીએ ખસ ગઈ નથી ગરમ પાણી લઇને પાછી આવી છે
દિપક: પપ્પા તમે પાછા કેમ શું થયું
જ્યોતિ: શું... પાછા આવ્યા
પિતા: હા વહુ બેટા પાછા આવ્યા તમને બહુ તકલીફ થઈ હશે ખરું ને?
દિપક: ના ના પપ્પા એવું કાંઈ નથી
પિતા: તું તો કંઈ બોલતો જ નહીં તારી ઘરવાળી આગળ તારું કંઈ જ ચાલવાનું નથી તને એમ કે આ ગામડીયા બાપને કંઇ ખબર પડશે નહીં તને આટલા માટે ભણાવ્યો હતો હું તને શહેરમાં રહેવા આવવાની ના પાડતો હતો ત્યારે તારી મમ્મીએ મને કહ્યું કે આટલું બધું ભણાવ્યો છે બહુ પણ ભણેલી છે એટલે એમને ગામડામાં ના ફાવે ભલેને શહેરમાં રહેવા જતા આપણે તો આપણા જ રહેવાના છે પણ બેટા આજે જોઈ લીધું આપણા પણું તમારા માં કેટલું છે અમે અભણ જરૂરી છીએ પણ અમે પણ બાર કુવાના પાણી પીધા છે આમ જેમતેમ અમને સમજીને ફગાવી દેતાં થોડો વિચાર કરજો ક્યારે એવો પણ સમય આવશે કે ગામડું અને ગામડીયા ના માબાપ જ તમને કામ લાગશે જય સીતારામ
(ગુસ્સે થઈ બાપ ચાલ્યા જાય છે જ્યોતિ દિપક એકબીજાની સામે જોવે છે)
(ચાર મહિના પછી)
જ્યોતિ: દિપક આજે 20-25 દિવસ થઈ ગયા તમારી ઓફિસ બંધ છે ક્યારે ચાલુ થશે
દિપક: મને પણ એનું જ ટેન્શન છે અને વળી સંભળાય છે ચીન માં ભયંકર રોગચાળો ફાટ્યો છે આપણા ભારતમાં આવતા પણ વાર લાગે અને જો આવી ગયો તો ઓફિસ ચાલુ થશે પણ નહીં
જ્યોતિ: તો આપણે શું કરીશું આપણું ઘર કેવી રીતે ચાલશે?
દિપક: હું એ એના જ વિચારમાં રહું છું કે હવે શું થશે?
જ્યોતિ: તમે ચિંતા ના કરો હું મારી મમ્મીને ફોન કરું છું એ જરૂર રસ્તો બતાવશે (જ્યોતિ તેની મમ્મીને ફોન કરે છે) મમ્મી દીપકની ઓફિસ આજે વીસ પચ્ચીસ દિવસથી બંધ છે અને ચીનમાં ફેલાયેલી જો બીમારી આપણા શહેરમાં જોવા આવી તો કોઇ શક્યતા જ નથી કે એમની ઓફિસ ખોલે(થોડી વાર વાત સાંભળી અને પછી) શું મમ્મી તું પણ કેવી વાત કરે છે મારા સસરાની આવ્યા હતા ત્યારે મેં તને ફોન કર્યો હતો એ વખતે તે મને સલાહ આપી અને મેં તેમને અહીંથી રવાના કરી દીધા હવે મારાથી એમની પાસે  કઈ રીતે જવાય ના ના મમ્મી મારાથી એ નહીં થાય જો તારાથી મારા માટે કંઈ ન થઈ શકે તો વાંધો નહિ (ફોન મૂકી દે છે)
દિપક: જ્યોતિ શું કહ્યું મમ્મીએ
જ્યોતિ: મમ્મી તો કહે છે આપણે ગામડે જતા રહીએ પણ દિપક આપણા કેમ જવાય આપણે જઈને તો પણ પપ્પા આપણને ઘરમાં પગ મૂકવા પણ આપશે નહીં
દિપક: પપ્પા કદાચ આપણે પ્રેમથી બોલાવશે પણ આપણે કયા મોઢે એમની પાસે જઈએ
જ્યોતિ: આમ બધુ જ વાંક મારો  છે
દિપક: ના જ્યોતિ વાંક તારો નહિ પણ મારો હતો પપ્પા મારી પાછળ પાછા આવ્યા એ વખતે મેં એમની માફી માગી અને તું રોક્યાં હો તો આજે આ પ્રશ્ન ઉભો ન થયો હોત અને હું ક્યારનો તને લઈ ગામડે જતો રહ્યો હોત(દીપક અને જ્યોતિ રડે છે)
જ્યોતિ: ના દિપક મારો જ વાંક છે હું મારી મમ્મીની  વાતમાં આવી ગઈ હતી એટલે વાંક મારો છે
દિપક: ના વાંક મારો છે
(પિતા ગામડેથી આવે છે)
પિતા: ના વાંક તમારો હતો કે મારો હતો બસ સમય થોડો ઘણો ખારો હતો... બેટા હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી મને બધી જ ખબર કયારની પડી ગઈ હતી કે મારો દીકરો તકલીફમાં છે
દિપક: તમને કોને કહ્યું પપ્પા
પિતા: બેટા તારો બાપ  છું હજારો માઈલ દૂર રહેતા દીકરાને કોઈ તકલીફ હોય ને તો મા-બાપને ચેન થી જીવવા નથી દેતી વહુ બેટા તૈયાર થઈ જાઓ હું તમને લેવા માટે આવ્યો છું
(દીપક અને જ્યોતિ પગે લાગે છે)
દિપક: પપ્પા અમને માફ કરી દો
જ્યોતિ: પપ્પા બધો જ વાંક મારો છે
પિતા: (હસતા હસતા) એ બધું પછી વિચારશું હમણાં ફટાફટ તૈયાર થઈ જાવ ચીન થી આવેલો આ રોગ હવે અહીંયા પણ આવી ગયો છે અને તમારા આ શહેરમાં પહેલાં આવશે એટલે આપણે અહીંયાથી જલ્દી નીકળી જવું જોઈએ
જ્યોતિ: પપ્પા એક દિવસ રોકાઈ જઈએ તો
પપ્પા: આ વખતે રોકાવા નહીં પણ મારા દીકરા અને વહુ ને લેવા માટે આવ્યો છું એ પણ ગાડી ભાડે કરીને
દિપક: પપ્પા તમે અમારા માટે કેટલું કરશો
જ્યોતિ: હું તો અત્યાર સુધી એ જ સમજતી હતી કે ગામડાના ગમાર સાસુ સસરા કંઈ જ કામના નથી પણ હવે મને સમજાયું કે માથે મા બાપ નથી પડતા પણ મા-બાપને માથે આપણે પડીએ છીએ
દિપક અને જ્યોતિ: મારા જેવી ભૂલ ક્યારેય કોઈ કરતા નહીં
પિતા: એ મોટી મોટી વાતો રહેવા દો જલ્દી કરો નહીં તો અહિંયા જ રહી જવું પડશે બેટા ખબર પડી હવે
દિપક: મારા પપ્પા હવે તો બધું જ સમજાઈ ગયું"માથે પડ્યા બાપા કે અમે".....
         વર્ષા જે. લીંબાણી.

No comments:

Post a Comment