Sunday, July 5, 2020

"અનાથ નો સાથ"(ભાગ 3)..

સૂર્ય પ્રભા: હે ભગવાન આ બધું શું થઇ રહ્યું છે
વૈભવી: સાસુમા! બધું જ બરાબર થઈ રહ્યું છે મને તમારા બધાની સાથે નહિ ફાવે
સૂર્ય પ્રભા: તો અમે પણ એકલા નહી રહીએ (ગુસ્સામાં) દેવ કાન ખોલીને સાંભળી લે તું જ્યાં જઈશ ત્યાં અમે તારી સાથે આવીશું
 વૈભવી: એ મને નહીં પહોંશાય હું અને દેવ એકલા જ રહેશું
દેવ: હા! મમ્મી વૈભવી ને બધાની સાથે નથી ફાવતું અમે એકલા રહીએ તો તને શું વાંધો છે રજાના દિવસે તારી પાસે તને મળવા આવી જઈશ
વૈભવી: જો દેવ મને ડોક્ટરે કામ કરવાની ના પાડી છે એટલે કામવાળી બંધાવી દઈશું! પણ સામાન બદલવો મને નહીં ફાવે એટલે જ સાસુમાને કહી દે તે જ ઘરમાંથી તેમના ભાગ નો સામાન લઈ જતા રહે
દિવ્ય પ્રકાશ: નામ વૈભવી છે પણ સંસ્કાર નો વૈભવ તો તારામાં બિલકુલ નથી
વેવાણ: (આવે છે) કેમ બધા ચિંતામાં છો
સૂર્ય પ્રભા: તમારા કારણે આ તમારી દીકરીને અમારાથી અલગ થવું છે
વેવાણ: એમાં શું વાંધો છે તે બિચારીને બધાની સાથે રહેવું ગમે નહીં તો
દિવ્ય પ્રકાશ: તો એટલે આ કંઈ રમત નથી તમારા માટે સહેલું હશે પણ અમારા માટે તો ઘણું કઠિન છે
વૈભવી: મમ્મી હું સાસુ સસરા અને વિધવા નણંદ સાથે બિલકુલ નહિ રહી શકું
વેવાણ: રહેવાની જરૂર પણ નથી
ધનશ્રી:(આવે છે બધી જ વાતો સાંભળે છે) જો વૈભવી તને મારા કારણે જુદું રહેવું હોય તો હું ભગિની સમાજ માં જતી રહીશ મારા કારણે મમ્મી પપ્પાને શા માટે ઠેસ પહોંચાડે છે
વેવાણ: બેટા વૈભવી તારી નણંદ ની વાત સાચી છે તેને ભગિની સમાજ માં મૂકી દે સાસુ સસરા ને ઘરડા ઘર માં મૂકી દે
કામવાળી: (આવે છે) અને તમે ક્યાં જશો?
વેવાણ: તમે શું પંચાત છે હું તો મારી દીકરી જોડે જ રહીશ ને
કામવાળી: તમે મા નથી માના નામે કલંગ છો
વેવાણ: હું જે છું તે તું કામવાળી છે તારી ઓકાત પ્રમાણે રહે
કામવાળી: હા! હું કામવાળી છું પણ તમારી જેમ સંસ્કાર  વગરની નથી
ધનશ્રી: તું રહેવા દે અંબા અમારા માટે તું શું કામ બોલે છે તારે બોલવાની જરૂર નથી
કામવાળી: શુ કામ ના બોલું બેન તમારૂં નમક ખાઉં છું
દિવ્ય પ્રકાશ: અંબા તું કામવાળી થઈને પણ વિચારે છે જેને અમે જન્મ આપ્યો છે એતો કામવાળી થી પણ પડી ગયો
દેવ: પપ્પા તમને વૈભવી ની વાત મંજૂર ના હોય તો બેન ના બીજા લગ્ન કરાવી દો
સૂર્ય પ્રભા: તું આ શું બોલે છે શરમ આવવી જોઇએ તને બોલતા (ધનશ્રી રડે છે)
ધોબી: (આવે છે) કેમ બેન રડે છે શું થયું શેઠજી બેનને
કામવાળી: અરે ધોબી તમને શું વાત કરું ઘરને તો ગ્રહણ લાગ્યું છે
ધોબી: શું થયું છે શેઠાણીબા? શું થયું છે શેઠ?(કોઈ બોલતું નથી) શેઠ તમારૂ  હાસ્ય ક્યાં ખોવાઈ ગયું
દિવ્ય પ્રકાશ: તારા શેઠ આખા ખોવાઈ ગયા છે વિધવા બેનના લગ્ન કરવાની વાત કરી છે આ તેનો નપાવટ ભાઈ
વૈભવી: એમાં દેવે ખોટું શું કીધું છે લગ્ન થાય એટલે તમે પણ જવાબદારી માંથી છુટા થઇ જાવ
વેવાણ: સાચી વાત છે વેવાઈ મને તો એ સમજાતું નથી કે તમને વાત ગળે કેમ નથી ઉતરતી
સૂર્ય પ્રભા: તેના માટે યોગ્ય વર અને ઘર પણ જોઈએ ને તેની ઈચ્છા પણ હોવી જોઈએ ને એને બીજા લગ્ન નથી કરવા તો પછી તમને શું વાંધો છે અમારી દીકરી છે એ અમારો પ્રશ્ન છે
વેવાણ: આ તો કહેવત છે ને જેટલું સગું તેટલો સંતાપ
ધોબી: તમે શું કામ કરો છો
વેવાણ: ઓકાત ધોબીની છે ને વળી ટકટક કરે છે તું જ વિધવા સાથે લગ્ન કરી લે
ધોબી: કંઈક વિચાર કરો બોલતા તે તો મારી મોટી બેન છે
વૈભવી: પરણી જા પત્ની થઈ જશે
દિવ્ય પ્રકાશ: વૈભવી જીભ પર લગામ રાખો(વેવાણ પાસે જઈ) તમને આટલી બધી ચિંતા તમારી દીકરીની થતી હોય તો તમારી દીકરીને લઈ જાઓ સાથે સાથે મારા આ નપાવટ દીકરાને પણ લઈ જાય એ પણ તમે આપ્યો
દેવ: પપ્પા! હું અહીંથી ક્યાંય નહીં જાઉં હું તો આ ઘરનો વારસદાર છું ઘર છોડીને તમે જાવ (પોતાના નામે કરી દીધેલ ઘરના કાગળિયા બતાવે છે) આ ઘર હવે મારું છે આમેય વૈભવી ની તબિયત સારી રહેતી નથી એટલે તમે જ ભાડાનું ઘર સુધી લો
ધોબી: શેઠજી તમારે ભાડાનું ઘર શોધવાની જરૂર નથી તમે મારી સાથે ચાલો તમને ફાવે તો મારા જ ઘરે રહેજો
સૂર્ય પ્રભા: ધોબી અમે તારી સાથે કઈ રીતે આવી શકીએ એક તો માંડ માંડ કરી તું તારું ભરણપોષણ કરતો હો એમાં અમે તારી ઉપર બોજ કેમ બનીએ
ધોબી: શેઠાણી તમે મારી ઉપર બોજ નહીં બનો પણ મને મા બાપ મળશે
કામવાળી: હા શેઠાણી ધરમશી સાથે ચાલ્યા જાવ
દિવ્ય પ્રકાશ: દેવ! સાંભળે છે આ ધોબી અમને આશરો આપવા તૈયાર થયો છે
વેવાણ: તો પછી એક કામ કરો ને આ ધોબી જોડે તમારી દીકરીને પરણાવી દીધો તમે તમારી દિકરી સાથે રહેજો હું મારી દિકરી સાથે રહીશ
ધોબી:(ગુસ્સે થઈને) મારો હાથ તમારી ઉપર ઉપડી જાય એ પહેલા તમે અહીંથી ચાલ્યા જાવ ધનશ્રી એ તો મારી બહેન છે મારા કાકાની દીકરી છે
દિવ્ય પ્રકાશ: કાકાની દીકરી
કામવાળી: હા! કાકાની દીકરી છે શેઠજી
ધોબી:(સૂર્ય પ્રભા પાસે જઈને) કાકી હું ધોબી નહીં પણ તમારો ભત્રીજો સુકેતુ છું
દિવ્ય પ્રકાશ: સુકેતુ
ધોબી: હા કાકા મારા મમ્મી પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા પછી હું તમારી સાથે રહેતો હતો તમે મને ખૂબ પ્રેમ કરતા હતા પણ માફ કરજો કાકી. કાકી ને મારું રહેવું બિલકુલ ગમતું નહોતું એટલે તમે મને અનાથ આશ્રમમાં મૂકી દીધો હતો અનાથ આશ્રમમાં ભણ્યો ગણ્યો અને આજે ક્લાસ વન ઓફિસર છું પરંતુ મને મારા જીવનમાં સંતોષ  ના મળ્યો એટલે ધોબી બની અહીંયા તમને મળવા આવતો રહેતો હતો કપડાં તો હું પણ લોન્ડ્રીમાં જ ધોવા આપું છું તમારા કપડાં પણ હું લોન્ડ્રીમાં જ ધોવડાવી આપતો હતો કાકી તમને કામમાં તકલીફ પડતી હતી ને એટલે જ આ મારી પત્નીને કામવાળી તરીકે મોકલી છે
ધનશ્રી: અંબા! તું મારી ભાભી છે
ધોબી: હા બેન આ અંબા નહીં પણ સુલોચના છે એ પણ મારી જેમ અનાથ છે મા બાપના પ્રેમ માટે અમે બંને તડપતા હતા મા બાપ ના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા જુવો કાકી અમને તમારો પ્રેમ  નાનું કામ કરવામાં  મળતો હતો અને અમે બંને ખુશી ખુશી કરતા હતા મા બાપ ના દર્શન મળે  એમાં જ અમારું સુખ છે
સૂર્ય પ્રભા: પણ કેવી રીતે માની લઉ કે તું સુકેતુ છે હું તો મારા પેટના દીકરા ને પણ નથી ઓળખી શકી તો તને કેમ ઓળખું
દિવ્ય પ્રકાશ: પેટના દીકરા માટે તો તે આ સુકેતુને મારાથી દૂર કર્યો હતો
ધોબી: ખબર છે કાકા તમે મને આશ્રમ માં મુકવા આવ્યા ત્યારે તમારું હૃદય ખૂબ રડી રહ્યું હતું કાકી મારી ઓળખાણ તમને જોઈએ છે (શર્ટ ઉંચુ કરી બતાવે છે) યાદ છે કાકી હું અને દેવ રમતા હતા દેવ ને જરાક ઠેસ વાગી અને તમે મને જાણી જોઇ દજાડ્યો હતો
દિવ્ય પ્રકાશ: બેટા મને બરોબર
યાદ છે
સૂર્ય પ્રભા:(સુકેતુ પાસે જઈને) મને માફ કરી દે દીકરા મે તારું બાળપણ છીનવ્યું છે આટલા દિવસથી તુ આવતો રહ્યો પણ મેં ક્યારેય તને ના ઓળખ્યો
ધોબી: કાકી હવે તો મને ઓળખ્યો ને! ચાલો તમે અહીંથી. અહીંયા રહેવાની કંઈ જ જરૂર નથી
કામવાળી: કાકા કાકી આપણી પાસે બધું જ છે ગાડીવાડી નોકર-ચાકર. ધનશ્રીબેન ચાલો સામાન પેક કરવા માંડો અહીંયા રહેવાની હવે કોઈ જરૂર નથી
સૂર્ય પ્રભા: પણ બેટા કેમ તારી સાથે આવું જેને મેં અનાથ ઘણી આશ્રમમાં મુક્યો તેનો
 આશ્ચર્ય મારાથી કેમ લેવાય
કામવાળી: કાકી સુકેતુ એકલો અનાથ નથી હું પણ અનાથ છું અમને બંનેને મા બાપ ની જરૂર છે એક ભાઇને બેન ની જરૂર છે
ધોબી:(ધનશ્રી પાસે જઈને) બેન આ રક્ષાબંધન ના દિવસે તારા હાથે રાખડી બાંધવાનું મને સૌભાગ્ય સાંપડશે (દેવ પાસે જઈને) દેવ તને જો સમય મળે તો મારા મા-બાપ ને મળવા ચોક્કસ આવજે જા સુલોચના બધાનો સામાન પેક કરી આવ હવે તો અહીંયા મારો પણ શ્વાસ રૂંધાય છે
(ધનશ્રી અને સુલોચના સામાન પેક કરવા જાય છે)
દિવ્ય પ્રકાશ: બેટા સુકેતુ તારા ઉપકાર નો બદલો કઈ રીતે વાળીશું છે
ધોબી: મારી સાથે રહીને કાકા!
 દિવ્ય પ્રકાશ:(દેવ પાસે જઈને) તારી માએ તારા માટે કરીને સુકેતુને ઘણો જ દુઃખી કર્યો હતો છતાં પણ તે આજે અનાથ થઇ ને પણ અમને સાથ આપી રહ્યો છે શરમ આવવી જોઈએ તને વૈભવી હવે તું પણ એશો આરામથી જિંદગી જીવજે હવે તારી ઉપર સાસુ-સસરા કે નણંદનો બોજ નહિ હોય
(અંબા અને ધનશ્રી સામાન પેક કરીને આવે છે)
કામવાળી: તો ચાલો સુકેતુ હવે આપણો પરિવાર પૂરો થયો
(બધા નીકળવા ની તૈયારી કરે છે)
દેવ: મમ્મી પપ્પા થોડા દિવસ રોકાઈ જાવ શાંતિથી જજો મને તમારા વગર નહીં ચાલે
વૈભવી: જવા દેને દેવ
કામવાળી: વૈભવી તું ચિંતા ના કરીશ હવે તો તું મારા પગ પકડીશને તો પણ મા બાપ તને પાછા નહીં મળે
(બધા નીકળે છે દેવ નિરાશ થઈને બેસી  રહે છે)
વૈભવી: તારે નિરાશ થવાની કોઈ જરૂર નથી
વેવાણ: બેટા દેવ તમે ચિંતા ના કરશો હું બધું જ સંભાળી લઈશ
દેવ: મારા મમ્મી-પપ્પા વગર એક દિવસ પણ રહ્યો નથી
વૈભવી: હું છું ને દેવ
વેવાણ: જ્યાં સુધી વૈભવી ની દિલેવરી નહીં થાય ત્યાં સુધી હું તમારી સાથે જ રહીશ તમે જરા પણ ચિંતા કરતા નહીં તમારા પપ્પાને પણ આપણે અહિયાં જ બોલાવી લઈશું
(દસ મહિના પછી)
 દેવ:(ફોન કરે છે) પપ્પા તમે જલ્દી ઘરે આવો હવે અહીંયા મારો શ્વાસ રૂંધાય છે મને તમારી ખૂબ જ જરૂર છે
વૈભવી: શા માટે તારા પપ્પાને ફોન કરે છે એને બોલાવવાની કોઈ જરૂર નથી હવે આ ઘર મારું છે તું જ તારા પપ્પા પાસે ચાલ્યો જા ન
દેવ: (ગળગળા અવાજે) વૈભવી તે મારા બાળકને
વેવાણ: મારી નંખાવ્યુ
 જમાઈ રાજ
વૈભવી: મમ્મી એ તારા જમાઈ હતા
દેવ: હતા એટલે
વૈભવી: લે આ કાગળ સાઇન કરી ચાલવા માંડ
(દિવ્યપ્રકાશ, સૂર્ય પ્રભા, ધનશ્રી, ધોબી, કામવાળી આવે છે)
દેવ: પપ્પા મને માફ કરી દો (મમ્મીને ભેટી પડે છે) મમ્મી મને માફ કરી દે હું તમારો ગુન્હેગાર છું
ધોબી: શું થયું તે તું માંડીને કે ખબર પડે અમને કંઈક
વૈભવી: હવે આ દેવની મને કોઈ જરૂર નથી આ ઘર હવે મારું છે
દેવ: પપ્પા વૈભવી ના પ્રેમમાં પાગલ બની આંધળો થઈ ગયો હતો તેની ઉપર વિશ્વાસ કરી તમને મેં દુઃખી કર્યા છે
દિવ્ય પ્રકાશ: બેટા અમે તો જરાય દુઃખ નથી મેં તને પહેલા જ કીધું હતું જન્મ બ્રાહ્મણ કુળમાં છે વિચારો બ્રાહ્મણના નથી તારી આંખમાં પાટા બાંધ્યા હતા તને કંઈ જ દેખાતું નહોતું
સૂર્ય પ્રભા: બેટા હવે આમાં મારાથી કંઈ જ  નહીં થાય
ધનશ્રી: અમે પણ સુકેતુ ના આશ્રિત છીએ
દેવ:(સુકેતુ પાસે જઈને) સુકેતુ મારા  ઉપર તારો બહુ મોટો ઉપકાર છે હજુ પણ મને આશ્રય આપી એક વધુ ઉપકાર કરી લે
ધોબી: ના રે ના મારા ભાઈ મેં કોઈ જ ઉપકાર કર્યો નથી હું તો આ મા-બાપની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું મારા મા-બાપના ગયા પછી મારા આ મા-બાપે જ મને આશરો આપ્યો હતો એ હું કઈ રીતે ભૂલી શકું હા તારી ઉપર ના પ્રેમના કારણે કાકીએ મને ઘણી વખત હડધૂત કર્યો હતો પણ એ બધી વાતો તો હું ક્યારનો ભૂલી ગયો છું
સૂર્ય પ્રભા: બેટા સુકેતુ મારા ગુન્હાને ભૂલીને મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે હજુ પણ આ દેવને સાથે રાખી મને તારી ઋણી બનાવી દે
કામવાળી: કાકી ઉપકાર કરવાવાળા અમે કોણ દેવભાઈ! તમે ચાલો મારી સાથે આપણા પરિવારમાં તમારી જ ખોટ હતી
દેવ: વૈભવી હું જાઉં છું
કામવાળી: વૈભવી તેં તારી જાતે જ તારા સુખ ને ઠોકર મારી મારી જોળી પરિવારના સુખથી ભરી દીધી
(વૈભવી - વેવાણ મોં બગાડે છે)
દેવ: તમે મા દીકરી ક્યારેય સુખી નહીં થાવ
દિવ્ય પ્રકાશ: જરૂરત હતી ત્યારે જાલી એની આંગળી
સૂર્ય પ્રભા: એની જિંદગી બનાવવા નીકળી હતી હું પાંગળી
ધનશ્રી: મમ્મી તે જેને કર્યો હતો અનાથ તેનો જ મળ્યો આપણને સાથ
દેવ:આ અભાગીયાના પરિવારને મળ્યો"અનાથ નો સાથ"
(વેવાણ અને વૈભવી ને છોડી બધા જ એકબીજાને ભેટી પડે છે)
         વર્ષા. જે. લીંબાણી ✍🏻

સમાપ્ત......🙏🏻🌹🙏🏻

No comments:

Post a Comment