Tuesday, July 7, 2020

ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ...



।।कृष्ण॔ वन्दे जगदगुरुम्।।

ગુરુ પૂર્ણિમા એટલે સંસ્કૃતિના ઘડવૈયાઓને  કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરવાનો દિવસ.

ગુરુ પૂજન એટલે તત્વ પૂજન, જ્ઞાન પૂજન, સત્ય પૂજન, ધ્યેય પૂજન, વિચાર પૂજન, સંસ્કૃતિ પૂજન.  જગદ્દ ગુરુ ભગવાન  શ્રીકૃષ્ણના માધુર્યથી ભરપૂર  શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું પૂજન.

ગુરુ પૂર્ણિમાનો દિવસ એ  વ્યાસ પૂર્ણિમાનો દિવસ પણ છે."व्यासोच्छिष्टम् जगत् सर्वम्" એટલેકે જગતનો એક પણ વિચાર એવો નથી કે જેનો વ્યાસના वाड़मय માં એક યા બીજા સ્વરૂપે ઉલ્લેખ ન થયો હોય.  સમગ્ર વિશ્વ જેમનું ઋણી છે તેવા મહર્ષિ વેદ વ્યાસને નમસ્કાર.

આજના દિવસે અર્જુન જેવા શ્રેષ્ઠ શિષ્ય બનવાનો સંકલ્પ કરીએ તો ઉત્સવની  ઉજવણી સાર્થક થાય. 

શ્રેષ્ઠ શિષ્યત્વ માટે  નમ્રતા  ( Humility), અદમ્ય  જીજ્ઞાસા  (Inquisite spirit ) અને સેવા ભાવનાથી (sense of service ) તત્વદર્શી જ્ઞાની પાસે જવું જરૂરી છે. 

નમ્રતા એટલે જ્ઞાન જેમની પાસેથી મેળવવાનું છે તેમને મારી બુદ્ધિ, મારો વિચાર, મારો નિર્ણય  સમર્પિત.  નમ્રતામાં પ્રેમ, આદર અને શ્રદ્ધાનો સમન્વય હોય તો આ જ્ઞાન સંક્રાન્ત થાય.  🙏🏻

No comments:

Post a Comment