Saturday, July 4, 2020

"અનાથ નો સાથ" (ભાગ-૧)

"અનાથ નો સાથ"(પાત્રો)

દિવ્ય પ્રકાશ-શેઠ
સૂર્યપ્રભા-શેઠાણી
ધનશ્રી-દીકરી(વિધવા)
દેવ-દીકરો
વૈભવી-પુત્રવધુ
વેવાણ-દેવની સાસુ
ધોબી
કામવાળી
(શ્રીમંત પરિવારનું દ્રશ્ય)
દિવ્ય પ્રકાશ: સૂર્યપ્રભા! ઓ સૂર્યપ્રભા સાંભળે છે થોડીવાર બહાર આવજે
સૂર્યપ્રભા: શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન(ગાતા ગાતા બહાર આવે છે)
દિવ્ય પ્રકાશ: રામધુન ગાવા કરતાં ક્યારેક મારા નામની ધૂન ગા તો જરા હું પણ રાજી રહો (suryaprabha નો હાથ પકડે છે)
સૂર્યપ્રભા: હાથ છોડો આ ઉંમરે તમને કઈ વિચાર થાય છે છોકરાએ જોશે તો
દિવ્ય પ્રકાશ: 45 વર્ષ પહેલા તને બધાની વચ્ચે હાથ આપતા ક્યાં વળી આવ્યો તો?
સૂર્યપ્રભા: તે વખતે આપણી યુવાની હતી લગ્નનું ટાણું હતું
દિવ્ય પ્રકાશ: ના ના એ વખતે યુવાની હતી કોને કીધું હવે ઘડપણ આવી ગયું! હું તો યુવાન જ છું ઘરડા થાય મારા જાનૈયા
સૂર્યપ્રભા: હા! હા! તમે તો જો જુવાન હશો પણ ઉમર દેખાઈ આવે છે એનું શું?
દિવ્ય પ્રકાશ: ઉંમર અને યુવાનીને કોઈ જ સંબંધ નથી હું જરા મારું દિલ ચીરી બતાવું તો હજુ પણ તારી તસવીર દેખાતી હશે
સૂર્ય પ્રભા: હવે વેવલા ના થાવ દિલ ચિરવા જશો તો આ ઉંમરે આખાય જશો (હસતા હસતા) મારે ઘણા કામ પડ્યા છે ક્યારે યુવાની'ની વાતો કરવી છે!
 (ઘરમાં જાય છે)
દિવ્યપ્રકાશ: ઘરડી થઈ ગઈ છે યુવાની તો આમાં સાવ ચાલી ગઈ છે
ધનશ્રી: પપ્પા કોણ ચાલી ગયું છે
દિવ્ય પ્રકાશ: કોઈ નહિ બેટા! તારું કામ કેવું ચાલે છે
ધનશ્રી: સારું ચાલે છે પપ્પા પણ કામ પ્રમાણે કમાણી નથી મહેનત પ્રમાણે વેતન નથી
દિ.પ્ર: બેટા તને તારા જીવનમાં એકલવાયું ના લાગે માટે તો તારે નોકરી કરવાની છે આપણને વળી ક્યાં જરૂર છે નોકરીની?
ધનશ્રી:
 ધનશ્રી: પપ્પા મને ખબર છે નોકરીની મને કંઈ જ જરૂર નથી પણ પપ્પા મને ક્યારેક વિચાર આવે છે કે આ જિંદગી એ મને કેવી અધવચ્ચે મૂકી દીધી છે મારી જીવનનાવ સાવ ડૂબી ગઈ છે એકલવાયા જીવનની આ એકલવાયા જીવનને તમે કામમાં પરોવી દીધી છે પપ્પા મને ક્યારેક એવો વિચાર આવે છે કે આમારા કયા જન્મનું પાપ હશે તેના પરિણામે આ જન્મે મને ભોગવવું પડ્યું
સૂર્ય પ્રભા: (આવે છે) બેટા! તૈયાર થઈ ગઈ છે વિધાતાના લેખ માં મેખ ન પડે સ્ત્રી તો સમર્પણ ની મૂર્તિ છે સહન કરવાની અનોખી શક્તિ ભગવાને આપણને આપી છે
ધનશ્રી: સાચી વાત છે મમ્મી પણ હું ઘણી વખત મારા નસીબ પર રડી રહી છું (બોલતી બોલતી અંદર જાય છે)
(ધોબી આવી છે બેલ મારે છે)
ધોબી: બેનથી બેનજી કપડા છે
દિવ્ય પ્રકાશ: કપડા તો હોય જ ને પહેરીએ છીએ તો ગમે એવો ગરીબ હોય ને તેની પાસે કપડાં તો હોય
ધોબી: નમસ્કાર શેઠજી મજાક ના કરો મારી
દિવ્ય પ્રકાશ: તારી મજાક મારાથી થાય પણ એ તો કે આ પૂનમ નો ક્યાં ગયો હતો
ધોબી: શામળાજી
દિવ્ય પ્રકાશ: માતાજી નહીં ને વળી શામળાજી કેમ?
ધોબી: જુઓ શેઠજ જ્યાં લાભ હોય ત્યાં આપણે જઈએ
દિવ્ય પ્રકાશ: શામળાજીમાં વળી તને શું લાગે છે? ત્યાં વળી કપડાં ધોવાનું ચાલુ કર્યું કે શું?
ધોબી: કપડા ધોવાનું નહીં શેઠજી આ બધું તમને નહીં સમજાય આવો વધુ વિગતવાર સમજાવો (દિવ્ય પ્રકાશ ધોબી પાસે જાય છે ખુરશી નીચે બેસી ધોબી સમજાવે છે)
દિવ્ય પ્રકાશ: થોડું ટૂંકમાં સમજાવજે ખબર પડી જશે
ધોબી: શામળાજીમાં પૂનમના દિવસે લાડવા હોય શેઠજી હું ખાવા બેઠો લાડવા આવ્યા પણ દાળ-ભાત આવે નહીં ત્યાં લગીર લાડવો કેમ ખવાય
દિવ્ય પ્રકાશ: હાથથી ખવાય એમાં દાળ ભાત ની ક્યાં જરૂર પડે
ધોબી: મેતો દાળ ભાત ની રાહ જોઈ ભાત આવ્યા દાળ આવી પેલા દાળ-ભાત ખાધા પછી લાડવો ખાધો વળી પાછા દાળ-ભાત ખાધા
દિવ્ય પ્રકાશ: કેમ ડબલ વખત દાળ-ભાત હતા
ધોબી: તમને નહીં સમજાય શેઠજી એમાં એવું હોય ને કે ઉલટી થાય તોય દાળ-ભાત નીકળે
 ઝાડા થાય તોય દાળ ભાત નીકળે
દિવ્ય પ્રકાશ :(હસે છે) ધોબી ધોબી તારી વાતમાં માલ છે હો ઉભો થા ઘરે જા ને કપડાં ધોવા માંડ
ધોબી: કપડા આપો તો જાઉં ને
સૂર્યપ્રભા:(કપડાં લઈ આવે છે) આપું છું પણ તારી વાતો પૂરી થાય તો આપું ને
ધોબી: (કપડા ગણતા ગણતા) બે દિવસ પછી આવીશ પણ હે શેઠાણી તમે એક દિવસ કામવાળી ની વાત કરતા હતા મારી નજરમાં છે
સૂર્ય પ્રભા: વ્યવસ્થિત જોઈએ
ધોબી: વ્યવસ્થિત જ છે પણ રહેશે તમારા ઘરે તમે કહેશો તે બધું જ કામ કરશે
સૂર્યપ્રભા: મોકલજે તો ખરા ગમે એવી હશે તો રાખીશું
ધોબી: સાંજ સુધીમાં આવશે અને તમે રાખજોજ
દિવ્ય પ્રકાશ: કામવાળી રાખી મહારાણી બનવાના છો એમ!
સૂર્ય પ્રભા: કેમ તમને કંઈ વાંધો છે
દિવ્ય પ્રકાશ: ના ના હો મને કંઈ જ વાંધો નથી રાખો તમ તમારે કામ વાળી રાખો પણ મને પાણી પાવા પાછા તમે જ આવજો મહારાણી
ધનશ્રી: (આવે છે) પપ્પા મમ્મી મહારાણી બનવાની છે
દિવ્ય પ્રકાશ: હા બેટા તારી મમ્મી કામવાળી રાખવાની છે સાંજે આવશે એને ચકાસશે પછી તારી મમ્મીને ગમશે તો ઘરમાં રાખશે
સૂર્યપ્રભા: બેટા હવે શરીરના સાંધા દુખે છે જરા વિચાર કર્યો છે
ધનશ્રી: મમ્મી હું છું ને બધું કામ હું કરીશ તું શું કામ કામવાળી નો વિચાર કરે છે
સૂર્યપ્રભા: હું તારી પાસે કામ કરાવી બાપનું પૂતળું બાંધવા નથી માગતી હું તારો જ વિચાર કર જ્યાં ખુશ રહે તે કામ કર બેટા! તારા મોમાં મારે હાસ્યની રેખા જોવી છે
 દિવ્ય પ્રકાશ: વાતોમાં ને વાતોમાં ભૂલી ગયો હું શું કહેતો તો આપણા ગામડે બાજુમાં જે
માધવદાસ રહે છે તેનો ફોન આવ્યો હતો આપણા દેવ માટે માગુ નાખતા હતા તેમના બેન ની છોકરી છે ભણેલી છે નોકરી કરે છે
સૂર્યપ્રભા: નોકરી કરતી છોકરી મારે નથી લેવી
ધનશ્રી: કેમ મમ્મી?
સૂર્યપ્રભા: નોકરીએ કરેને
દિવ્ય પ્રકાશ: ટોકરી તારે વગાડવાની
સૂર્યપ્રભા: તમને જ્યારે હોય ત્યારે મજાક જ સુજે છે પણ મારી મરજી નથી
ધનશ્રી: મમ્મી દેવ ને વાત કર વાંધો ના હોય તો તને શું વાંધો છે
સૂર્યપ્રભા:
સૂર્યપ્રભા: દેવ તૈયાર થઈ ગયો હોત તો બહાર આવ
દેવ: મમ્મી શું કામ બોલાવે છે શાંતિથી તૈયાર પણ થવા દેતી નથી
ધનશ્રી: દેવ તારા માટે છોકરી જોવા જવાનું છે
દેવ: મમ્મી મારે કોઈ ઉતાવળ નથી પહેલા મારી નોકરી પછી પરણાવજે છોકરી
દિવ્ય પ્રકાશ: છોકરી પણ નોકરી વાળી છે તારી ઈચ્છા હોય તો વાત કરૂ
દેવ: હમણાં મારી કોઈ ઈચ્છા નથી પહેલા મારે કંપની બદલવી છે પગાર ઊંચો મળી તેની શોધમાં છું ને વચ્ચે  ક્યાં આ બધા લફડા કરવાના
સૂર્યપ્રભા: રહેવા દો એની ઇચ્છા ના હોય તો (બેલ વાગે છે શેઠાણી દરવાજો ખોલવા જાય છે નવી કામવાળી આવે છે)
કામવાળી: શેઠાણી હું અંબા પેલા ધોબીએ તમારું સરનામું આપ્યું તમારે કામવાળી ની જરૂર છે ને
સૂર્ય પ્રભા: હા હા મેં જ ધોબી ને કીધું તું આવ આવ
દિવ્ય પ્રકાશ: સૂર્યપ્રભા હું ઓફિસે જાવ છું દેવ! ઓ દેવ તારે મારી સાથે આવવું હોય તો ચાલ હું જાઉં છું
દેવ: (અંદરથી) તમે જાઓ હું શાંતિથી આવીશ આજે મારી ઓફિસમાં રજા છે
ધનશ્રી: મમ્મી તો દેવ ને સમજાવ સારા સારા ઘરને આમ આપણે ના પાડી દઈશુ તો વળી આપણને પણ ક્યાંક પગ ઘસવાનો વારો આવશે તો?
દેવ:(આવે છે) શું કામ ચિંતા કરે છે આપણું ખાનદાન તો આખા ગામમાં વખણાય છે (મમ્મી પાસે જઈને) મમ્મીની વહુ તો દૂરથી આવશે દોડતી નહીં મમ્મી
સૂર્યપ્રભા: મારા દીકરા માટે તો સ્વર્ગ ની પરી  લાવીશ પરી
દેવ: પરી સાથે મને પરણાવી દે જે (બંને ભાઈ-બહેન હસે છે)
સૂર્યપ્રભા: તો ચાલે તો તમારા બંને માટે સ્વર્ગનું સુખ ખરીદીને તમને આપું
દેવ: સ્વર્ગનું સુખ પછી આપ જે પહેલા નાસ્તો આપ
કામવાળી: (બેઠા બેઠા બધું સાંભળે છે) બેનબા તમારો એકનો એક ભાઈ છે

ધનશ્રી: હા! કેમ પૂછ્યું?
કામવાળી: મારા પણ ચારભાઇ હતા બધા ભગવાનને વહાલા થઈ ગયા (રડે છે)
ધનશ્રી: શાંત થઈ જા   મમ્મી તને ઘરનું બધું કામ સમજાવી દેશે એટલે તારું મન તેમાં પરોવાઈ  જશે
(મા દીકરી અંદર જાય છે)
કામવાળી:(ઘરમાં બધું જુએ છે) ઘર તો સારું છે આપણે રહેવામાં વાંધો નહીં આવે
સૂર્યપ્રભા:(આવે છે) બાઈ તારું નામ શું કીધું હું તો ભૂલી ગઇ
કામવાળી: અંબા છે મારું નામ અંબા
સૂર્યપ્રભા: શું તને ઘરનું બધું કામ ફાવે રસોઈ માં બધું જ બનાવી શકે છે
કામવાળી: 5:00 વાગે ઉઠું ત્યારથી માંડી રાતના દસ વાગ્યા સુધી બધું જ કામ ફાવે
સૂર્યપ્રભા: દસ વાગ્યા પછી
કામવાળી: 10 થી પાંચ આરામ
સૂર્યપ્રભા: (હસે છે) હા હા 10 થી પાંચ આરામ કરજે પણ એ કહે પેલા કોઈના ઘરે કામ કર્યું છે
કામવાળી: ઘણાએ ઘરે કર્યું છે (થોડી આગળ આવી) વિશ્વાસ ના હોય તો મારા ઘરે જઈ જોઈ આવો બધાના ઘરમાં વાસણ છે ખબર પડી જશે
સૂર્યપ્રભા: તમે કોણ કોણ છો ઘરમાં
કામવાળી: ઉપર આકાશ નીચે ધરતી
સૂર્યપ્રભા: એટલે તારા ઘરમાં કોઈ નથી
કામવાળી: તમને ભોગવવી એ વાત કરી હશે ને હું અહીંયા જ રહેવાની છું મારુ કોઈ નથી હું અહીંયા રહું શેઠાણી
સૂર્યપ્રભા: હા હા રહેજે પણ બધું કામ ચીવટથી કરજે મને લગર વગર કામ નહીં ચાલે
કામવાળી: હા હા એકદમ ચોખ્ખું પાંચ જેવું કામ કરીશ તમ તમારે મને કામ માટે રાખો કામ તો શું તમારી પણ સેવા કરીશ
સૂર્યપ્રભા: હા જા અંદર ધનશ્રી આમને કંઈ કામ બતાવજે એટલે અત્યારથી જ કરવા માંડે કામ તો મને રહે આરામ
(મારી અંદર જાય છે શેઠાણી પગ ઉપર પગ ચડાવી બેઠા છે)
દેવ: મમ્મી હું જાઉં છું થોડું મોડું થશે રાહ જોતી નહીં
દિવ્ય પ્રકાશ: (આવે છે) ઓ કામવાળી આવી ગઈ તેનો ઠાઠ છે આ બધો
સૂર્યપ્રભા: હા! તમને તકલીફ છે કઈ
દિવ્યપ્રકાશ: મને નહીં તમને થશે
સૂર્યપ્રભા: શાની
ડી

દિવ્ય પ્રકાશ: શરીરની (પત્ની જોડી જઇ બેસે છે)
સૂર્યપ્રભા: આમ જોડે બેસવાથી કંઈ ના વળે મોટી મોટી વાતો કરો છો પણ આટલા વર્ષમાં મારા માટે કંઇક તો પહેરવા ઓઢવા  જેવું લાવો બીજા ની માફક મને પણ બતાવતા ફાવે
દિવ્ય પ્રકાશ: મારા માટે તો બતાવવા જેવો હવે આવશે તો તે તારા દીકરા ની વહુ!
સૂર્યપ્રભા:  મને તો એક જ ચિંતા થાય છે વહુ કેવી હશે
ધનશ્રી:(આવે છે) મમ્મી વહુ તો સારી જ આવશે
સૂર્યપ્રભા: મારી દીકરીને ખાતર પણ વહુ તો સારૅ લાવવી પડશે
ધનશ્રી: મમ્મી મારી ચિંતા છોડ મારા કર્મની કઠિનાઈ છે તેની સામે ઉભા રહેતા મને આવડે છે (પપ્પા પાસે જાય છે) પપ્પા નાનપણથી જ તમે મને શીખવ્યું છે દુઃખ નહિ હોતા નથી તેનું પણ અંત હોય છે મને પહેલી પત્નીનું સુખ ના મળ્યુ હોય પણ માબાપ નું સુખ તો દુનિયામાં સૌથી વધુ મને મળ્યું છે
ધોબી:(દોડતો આવે છે હાથમાં પાટો બાંધ્યો છે) શેઠજી શેઠજી મરી ગયો (અવાજ સાંભળી કામવાળી પણ બહાર આવી)
શેઠ: શું થયું ચાલતા ચાલતા પડી ગયો
ધોબી:(રડતાં રડતાં)ના
શેઠ: સ્કૂટરમાંથી પડ્યો કે પછી સાયકલ માંથી
ધોબી: ના મારા બાપ સાયકલ કે સ્કૂટર નહીં પણ પ્રેમમાં પડ્યો છું
શેઠજી: (ઘરમાં બધા હસે છે કામવાળી ખડખડાટ હસે છે) પ્રેમમાં તો દિલમાં પાટો આવે તારા હાથમાં કેમ આવ્યો
ધોબી: એ તો વાત છે
શેઠ: મારા ખાધો
ધોબી: માલ ખાવા માર તો ખાવો જ પડે ને
સૂર્યપ્રભા: આમ હાફલો ફાફલો  કેમ આવ્યો છે
ધોબી:  શેઠાણી બાજુ વાળી ના પ્રેમમાં પડ્યો એનો ઘરવાળો આખો મારી ઉપર પડ્યો આ બધું બે દિવસ પહેલા પતિ ગયું
સૂર્યપ્રભા: પછી આજે કેમ ભાગ્યો
ધોબી: આજે મારી ઘરવાળી એ માર્યો મારતી મારતી 4  રસ્તા સુધી આવી મેં તમારા ઘરનો રસ્તો પકડ્યો કૂતરું પાછળ પડી હોય એમ ભાગ્યો
ધનશ્રી:(હસી પડે છે)
ધોબી: બેન મને માર પડી ને તું હસી પડી મારા માર ખાવાથી જો શેઠજી બેન હસતી હોય તો હું રોજ માર ખાઈને આવું
કામવાળી: બેનબા આનો તો આ ધંધો છે પેલા પ્રેમમાં પડે છે પછી વહેમમાં પડે છે ક્યારેય ડેમમાં નથી પડતો બેનબા આ ધ.ધો છે અને પ્રેમ માં પડવું એ એનો ધંધો છે
ધોબી:એ કામવાળી તને કામ અપાવ્યું ને વળી મારું નામ પાડે છે
કામવાળી: શેઠાણી કંઈ ખોટું નામ છે ધરમસિંહ ધોબી
શેઠ: shortમાં પાડ્યું છે સારું છે (બધા હસે છે)
ધોબી: સારું ત્યારે હું જાઉં છું
શેઠ: ફરી પાછો માર પડશે
ધોબી: હરતા-ફરતા જઈશ ત્યાં સુધી વાતાવરણ સમી જશે પછી બહુ વાંધો નહીં આવે (ધોબી જાય છે)
સૂર્યપ્રભા: બેટા ધનશ્રી તું પણ જા હવે તારી નોકરીનો ટાઈમ થયો છે ઓવરટાઈમ કરતી નહીં થાકી જઈશ આજની જેમ એક વેળા જ કામ કરવાનું
(બન્ને માં દિકરી દરવાજા સુધી જાય છે સામે જોઈ આવાક બની જાય છે)
સૂર્ય પ્રભા: સાંભળો છો? હું આ શું જોઈ રહી છું?(કામવાળી બહાર આવે છે) સંઘ સંગ
શેઠ: ધનશ્રી શું છે તારી માને વળી દિવસે તારા દેખાયા
સૂર્ય પ્રભા: જુઓ તો ખરા તારા નહીં પણ ગ્રહણ દેખાય છે
(દીકરો વહુને લઇને આવે છે ગળામાં હાર છે)
                   વર્ષા જે. લીંબાણી ✍🏻

No comments:

Post a Comment