Tuesday, December 31, 2024

જીવનની દોડ...

ચાલતા ચાલતા થાકી જવાય છે હવે ..

જિંદગીની દોડમાં હાંફી જવાય છે હવે...

એમ તો હોઠ સિવી લીધા ક્યારના પણ, 

ભીતરનાં પડઘાથી ત્રાસી જવાય છે હવે...

નાક દબાવવાની કોશિશ ઘણીએ કરી...

ફેફસાં ફાડીને પાછું ખાંસી જવાય છે...

હસતાં હસતાં અચાનક આખો વરસવા લાગે..

કોઈ આવ્યું હશે એવા આભાસે નાસી જવાય છે...

આખા જગત સામે લડવું સાવ સહેલું છે...

જાત સાથેના યુદ્ધમાં હવે હારી જવાય છે...jn

જે‌. એન‌. પટેલ (જગત)

Wednesday, December 25, 2024

પ્રેમ એટલે...

 કોઈ પણ 

જાતના 

કરાર વગર 

મારામાં 

તારું હોવું 

એ અહેસાસ 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 માત્ર 

વિચારોમાં 

છૂટ ના આપતા 

ઈચ્છાઓને 

મોકળાશ આપી 

સંપૂર્ણ 

સમર્પણ 

સાથેની જગ્યા 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 કોઈને

પોતાનું માન્યા પછી 

જેમ છે 

જેવું છે 

જ્યાં છે 

ત્યાં જ એને 

અદમ્ય ઉત્સાહથી 

ચાહવાની લાગણી 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 ઉઠતાં 

જાગતાં 

સુતાં 

બધે જ 

લોહીની જેમ 

સતત મારી 

અંદર દોડતો 

અહેસાસ 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

 માત્ર 

અંતરથી 

અંતરનું જ 

નહીં પણ 

અંદરના 

આત્મા સુધીનું 

જોડાણ 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

લાગણીઓ..

 હદ થાય છે હવે તો આમ રાહ જોવાની..

મન ના હોય તો કહી દે નથી આવવાની...

મળ્યું છે જીવન મન ભરીને માણી લેવાનું..

મજા કંઈક ઓર છે તારી સાથે ચાલવાની..

ભલી થાય આ વેરણ ભવની ભવાઇની,

ને જો તું જ નથી તો ક્યાં મજા જીવવાની..

લાગણીઓ ગમે ત્યારે ભીની થઈ શકે છે..

ના થોડી કહી છે આ ઉંમરે પ્રેમમાં પડવાની..

જગતનો જગદીશ જે આપે તે નક્કી જ છે..

પળ પણ નથી વેડફવી ક્યારેય લડવાની..jn

જે. એન. પટેલ (જગત)

Saturday, November 23, 2024

માણસ...

 

કડવા ઘુંટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો..?

પીધા પછી અમે હસ્યા એ જોઈને વાંધો હતો...

સૌ જાણે છે આદતોને અમારી આજે પણ,

ભામાશા બન્યા પછીએ ખોઈને વાંધો હતો...

માણસાઈના નામે માણસ હવે ક્યાં મપાય..!

યંત્રવત જીવનનો હવે ક્યાં કોઈને વાંધો હતો..!

હસતા મોઢે પીધો હતો અમે એ ઝેરનો કટોરો.!

જિંદગીનો *અભિનય* જીત્યા ત્યાં લોહીને વાંધો હતો...

અંતિમ ચરણમાં ચાલતું તું આખું જગત અમારું,

દિલના દર્દને ઠાલવ્યા એનો રોઈને વાંધો હતો...jn

Friday, August 9, 2024

અભિનંદન અભિનંદન સુરાવલીને વંદન..


અભિનંદન અભિનંદન 

છાંટો ગુલાલ ચંદન...

તમને સાલામ,તમને પ્રણામ..

તમને અમારા વંદન.....૨


ઉમિયા જેવા માત મળ્યા છે નારાયણ છે તાત..

સુરાવલીના સંગે બની છે અનોખી એક નાત..

ગણપતિ સંગ સરસ્વતી ને આવ્યા છો અહીં આપ..


આતુરતાથી રાહ જોઈ છે એકબીજાને મળવા...

શબ્દો જાણે થનગને છે એકબીજામાં ભળવા..

માણ્યુ મિલન અનોખું આજે હૈયા થયા છે હળવા..


રોજ સવારે વહેલાં જાગી ભક્તિ સૂર લહેરાવો..

અહંનો ઝભ્ભો ઉતારીને ભાવથી તમે વધાવો..

અગવડને સગવડમાં પલટી જીવન બાગ સજાવો..


આઝાદીકા અમૃત મહોત્સવ કરકે આયે હૈ‌ હમ..

રાષ્ટ્ર પ્રેમ ઔર ભાવ ર્હીદયમે ભરકે લાયે હૈ હમ..

ભારત માં કો વંદન કર કે ભારત ભરસે હૈ હમ..


સદાય હસતા રમતા ને ચાલ્યા મથમ મથમ.. 

સ્પર્ધાનો ઉત્સવ લઈને આવ્યા છે સૌ પ્રથમ..

આપ છો ઉત્તમ મંત્ર આપનો કેવળ છે ઉદ્યમ..


પરિવાર પથદર્શક સૌનો

હર ઘર ખીલ્યાં હૈયા..

મજધારે દોડે લઈ હર કોઈ જીવન ખેવૈયા...

નિશદિન ઉત્સવ રોજ મનાવે ઘર ઘર આજે છૈયા..


પાટીદાર ની શાન કહો કે સંસ્કારોની વાડી...

કણબી કૂર્મી ક્ષત્રિય છે વાત અમે એ જાણી...

કચ્છ થી લઈ કલકત્તાની ભોમ આજે હરખાણી..


વાજિંત્રો ની સાથે જોડે વાંસળી વિસલના નામ..

એક એક હૈયા ઝુમે સ્નેહ મિલનમાં આમ...

મંત્ર આપણો એક જ છે આનંદ સંગે કામ...


મલકે જગત સુરાવલી કરતું જ્યારે વ્હાલ...

કરીએ અરજ જગદીશને મળીએ સાલોસાલ...

સુરાવલીનો સુર મળે જેને એ થાય માલામલા..


અભિનંદન અભિનંદન....૨

છાંટો ગુલાલ ચંદન...

તમને સાલામ,તમને પ્રણામ..

તમને અમારા વંદન...jn

જે. એન. પટેલ (જગત)

Sunday, August 4, 2024

હસ્તી મારી...

મસ્ત રહું છું મારી મસ્તીમાં..

વ્યસ્ત રહું છું મારી હસ્તીમાં...

કિનારે બેસવાની આદત નથી..

મજદારે ફરું છું મારી કસ્તીમાં...

મોજમાં રહું માણસ છું હું..

એકલો રહું છું મારી મસ્તીમાં...

ગ્રંથો જેવું જીવન છે મારું..

કિંમત નથી એવી મારી પસ્તીમાં..

ભીંજાય જશે આંખો જગતની..

જિંદગી રહી જશે મારી અસ્તીમાં...jn

જે. એન‌. પટેલ (જગત)

Monday, July 29, 2024

ઈશ્વરનો સ્પર્શ...

બુંદોનો સ્પર્શ એવો થાય છે જાણે તું આસપાસ છે..

શ્વાસોની શેરીઓને પણ ખબર છે તું શ્વાસ શ્વાસ છે..

નજરો ભલે ભટક્યા કરે છે તને જોવા જ આમ તેમ..

રોમ રોમ તને મહેસુસ કરે છે એટલે જ તું ખાસ ખાસ છે..

ભીંજાવું મને ગમે તારો પ્રેમ હોય કે પછી વરસાદ હોય..

અમારે મન તો બારે મહિના વરસાદી જ માસ માસ છે..

દટાઈ જવું ને પછી ધીરેથી કુપણ જેમ બહાર ડોકિયું કરવું..

પાણીમાં જેમ જગ્યા મળે એવો એક એક ચાસ ચાસ છે..

ધબકી રહ્યું છે આજે પણ જગત આખુંએ એમ જ..

કારણ એટલું જ તું બંદો બનીને આજેય આસપાસ છે..jn

જે. એન. પટેલ (જગત)

Saturday, June 22, 2024

ચાલ ફરી એકવાર..

ચાલ ફરી એક વાર જગતની શેર કરી લઈએ...

મન ભરીને વીતેલી પળોને યાદ કરી લઈએ...

શીલાની અડગતા કોણ જાણી શકે છે..

જીગરની જીગર લઈ હૈએ હામ ભરી લઈએ...

ત્રિપદા ભૂમિને એક પ્રણવ જ માગી શકે છે...

એક વારીજના નાદમાં ભવસાગરને તરી લઈએ..

વેલીની જેમ ખીલી સુવાસ ફેલાવવાની આદત ક્યાં...

પ્રશાંતના પડઘામાં ઓઢણી નો આનંદ હરી લઈએ...

કલરવનો કલશોર કરી રહ્યો છે ભાવવિભોર..

ઈશ્વરના ભાવને સમજી શબ્દોમાં થોડું સરી લઈએ...

શબ્દો સરે છે આનંદ ભરે છે ને હૈયા ડોલે છે..

વિરલની અલૌકિક વાતોમાં થોડું ફરી લઈએ...

ચાલ જગદીશના જગતને હવે પિછાણી લઈએ..

આવ ફરી એકવાર જગતની શેર કરી લઈએ...jn

જે. એન. પટેલ (જગત)

Wednesday, May 8, 2024

ચાલ ફરી એકવાર...

ચાલ ફરી એક વાર જગતની શેર કરી લઈએ...

મન ભરીને વીતેલી પળોને યાદ કરી લઈએ...

બંધ આંખોનું જગત આખું વસે છે એક હૈયામાં..

ખુલ્લી આંખે સપનાને હકીકત બનાવી લઈએ..

શૈલેષ આનંદ કરતો પ્રીતિને સંઘે લઈ આવે..

વિમલના વાયરામાં શિલ્પાને સજાવી લઈએ...

બાહુબલી ની દિશા કોણ સમજાવશે કઈ..

જીત આવશે દયાને થોડી હૈયામાં ભરી લઈએ..

વૈશાલીના હીરને કોણ જાણી શકે છે ભલા..

અરવિંદના આનંદને વિજયમાં વણી લઈએ..

અરુણાની આતુરતાનું પણ એક રાજ છે..

કલ્પનાના મનીષને પણ થોડો માણી લઈએ..

ઈશાના ઈશારામાં ઋત્વિની રમતો જોઈ છે..

વર્ષાના જગતને ચાલ હવે પીછાણી લઈએ...jn


જે. એન. પટેલ (જગત)

Sunday, May 5, 2024

વિરહ..

વિરહની વેદના આટલી હસીન હોય છે આજે જાણી છે..

એક એક પળને બસ તમને જોવામાં જ આજે માણી છે...

કલ્પનાઓનું એક આખું નગર વસાવ્યું છે બસ તમે ને હું..

છેક ક્ષિતિજે નજર પહોંચે ત્યાં સુધી ઝાંઝવાનું પાણી છે...

એકાંતમાં મારા બસ તમને જ સાંભળ્યા કરું છું..

વૈકુંઠ વાસી પણ ઉત્સુક છે સાંભળવા એવી વાણી છે...

બેતાબ બની જાઓ છો અને તડપો છો પણ ખરા તમે..

એકલતામાં તમારી હું જ રહું છું એ વાત અમે જાણી છે...

વિરહ રૂદન સુધી નથી પહોંચી શક્યો એવું જગત માને છે..

પડખા બદલ્યા એ જોઈ રાત પણ આખી પછતાણી છે...jn

જે‌. એન. પટેલ (જગત)

Saturday, May 4, 2024

સુનું પડેલું ગામડું...

સુની પડેલી શેરીઓ તને યાદ કરે છે..

સાંકળે કેદ દરવાજા ફરિયાદ કરે છે...

માથે ચડી જગાડતું સૂરજનું કિરણ..

યાદોના વિરહે રોજ તને સાદ કરે છે..

ગામની ભાગોળે ઓલ્યા ખુલ્લા ખળા..

બોરડીના બોર સાથે વીવાદ કરે છે...

ઘરનું તાળું કહેવાતા વડીલોની સંગે..

દિવાલો પણ જો ને વિખવાદ કરે છે..

સુના પડી ગયા છે પનઘટને પનિહારણ..

કાંકરી ચાળાને તારા એ યાદ કરે છે...

વસંતનું યૌવન પુર બહારે ખીલ્યું છે..

યાદોમાં તારી જવાની બરબાદ કરે છે..

તારી ઝંખનાઓ કેટલી છે જગતમાં..

અવાક બનેલું ગામડું તને નાદ કરે છે...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, April 30, 2024

આકર્ષણ...

આમ અચાનક તારું મળી જવું આકર્ષણ લાગ્યું હશે..

કે પછી મારી જ રેખાઓમાં કોઈએ મને માગ્યું હશે..

કેટલાય સ્મરણો રોજ આવે છે અને ચાલ્યા જાય છે..

અચાનક કોઈના હૃદયનું તીર મારા હૃદયને વાગ્યું હશે...

કેટલાય બીજ હૃદયની માટીમાં દટાયેલા પડ્યા હોય છે..

સાવ અચાનક કોઈ અંકુર ફૂટીને આમ હૃદયમાં બાગ્યું હશે...

કલ્પનાઓના નગરને ચણતાં ક્યાં વાર જ લાગે છે અમને..

અમસ્તા જ મલકતા કોઈ રાતને લઈ મારામાં જ જાગ્યું હશે...

પુરી થાય છે જગતની એકલતા માત્ર એમના એક સ્મરણથી..

કદાચ એટલે જ એમને મારું આકર્ષણ લાગ્યું હશે...jn

જે‌. એન‌. પટેલ (જગત)

Sunday, April 21, 2024

આદત જો છે મને...

ગજાથી વધુ આપવાની આદત જો છે મને...

પરાકાષ્ઠા ને માપવાની આદત જો છે મને...

લડવું ઝઘડવું અને પાછા ભેગા થઈ જવું..

કાયમ ચુપ રહેવાની આદત જો છે મને...

દૂર છે પાસે છે એનાથી વિશેષ હૃદયે વસે છે..

બંધ આંખે પામવાની આદત જો છે મને..

રાહ જોવાનું દુઃખ એમને જોયું જ નથી..

સમયથી વહેલા જવાની આદત જો છે મને...

વિતતા ક્યાં વાર લાગે છે આ વરષોને પણ..

આવતા ભવની વાતોની આદત જો છે મને..jn

જે. એન. પટેલ (જગત)

Thursday, February 29, 2024

ગમે છે...

તારી સાથે વાતો કરવી મને રોજ ગમે છે...

ને પછી ક્યાંય સુધી તું આંખો સામે રમે છે...

ધબકી જાય છે હૃદય થોડુંક વેગીલું થઈને...

જ્યારે જ્યારે આંખો તારી જરીક નમે છે...

અહેસાસોની ઓથમાં જાણે હકીકત લાગે..

અચાનક વરસીને પછી એમ તું શમે છે...

આંખોમાં ઉજાસ હોંઠે ભીનાશ ને હૈયે હાશ..

આલિંગને તારા પ્રેમની બુંદો જ્યારે ઝમે છે...

કેટલું હસીન થઈ જાય છે આખું જગત..

જ્યારે કોઈ પોતાનું કહે તું મને ખૂબ ગમે છે...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, January 13, 2024

કેકારવ...

સાદગીના સૌંદર્યને માણવું છે..

આંખના આભૂષણોથી જાણવું છે..

રાજપાટ રહી ગયા ને શબ્દ તર્યા..

ક્યાંક કેકારવનું એ સંભારણું છે..

યાદ આવે આંખ સેજ ભરાઈ આવે..

એ વજનને માપવા ક્યાં માપણું છે..

જ્યાં નજર તારી ફરી ત્યાં યાદ આવી..

હર હ્રદયે શાતા ભરે એ તાપણું છે...

જન્મદિન કોનો મનાવીએ હવે તો..

આ જગતને કે કલાપી વામણું છે...jn

  ✍️ *જે. એન. પટેલ (જગત)*