Monday, July 26, 2010

ગયા હતા પાણીની શોધમાં

ગયા હતા પાણીની શોધમાં
રેતીમાં જ ઉભા રહી ગયા

સામનો કરવાનો હતો આંધીનો
શાહમૃગ જેવા જડ થઈ ગયા

ખબર હતી મહેલોનો અંજામ
ખજાનામાં જ આળોટતા રહી ગયા

બદલવાના હતા વિચારોને
વસ્ત્રો પર અડ્યા રહી ગયા

ખુશીયો હતી સમ્રુદ્ર જેવી ફેલાયેલી
પ્યાલામાં જ શોધતા રહી ગયા

વડના વૃક્ષે ફેલાવી હતી છાયા
નાગફણીમાં જ શોધતા રહી ગયા

જીવનભર શીખ્યા નૈતિકતાના પાઠ
થઈ પરીક્ષા, તો તાકતા રહી ગયા

જવાનુ હતુ ક્યાંક અને પહોંચ્યા ક્યાંક બીજે
સાચા સરનામા તો અંદર જ રહી ગયા

jnpatel

No comments:

Post a Comment