Saturday, July 17, 2010


બૉસ, આ ગુજરાત છે !
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનોપ્રસાદ છે
નેપ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણઅને પનીર છે
નેઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !
અહીં ગરબા-રાસ છે
વળીજ્ઞાનનો ઉજાસ છે
નેસોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાંખમીર છે
નેપ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓનીજમાત છે
નેસઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થોતણો પ્રવાસ છે
નેશૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !
jnpatel

No comments:

Post a Comment