Wednesday, October 30, 2013

બસ સાથે ચાલ...

અરે હાઆઆ....
જો તને એક વાત કહેવાની આજે...
મને છેને તારા કરતાં આ તારી 
તસવીર જોવી વધુ ગમે છે...

જાણે છે શા માટે..??

તો સાંભળ હું તને કંઇક 
કહું તો ખોટું લાગે છે...
તારી સાથે વાતો કરું તો
તને ટક ટક લાગે છે...
તને સમજાવવાની કોશીશ કરું 
તો ના સમજ સમજે છે...
જો મન ખોલીને બેસું તો
તને સમયનો બગાડ લાગે છે...
પણ તોય સાચું કહું.....
મને તો આ "જગત"માં બસ 
એક તું જ તો મારી લાગે છે....jn

No comments:

Post a Comment