Tuesday, January 21, 2014

એક પ્રસંગ...હકિકતનો....

એક જગતનો પ્રસંગ આજ 
આંખ સામો વહી ગયો...
ને જુની યાદો મા વહાવી ને ભિંજવી ગયો...

એ એક દિવસ મારા હાથમા 
હાથ નાખી બેઠી હતી,,
ક્યાંક ક્યાંક આંખ મિચોલી 
પણ રમતી હતી ને મને પુછી બેઠી 
આ પ્રેમ શુ છે..??

બસ મારી અનુભુતિ જાણે શબ્દો 
બનીને મારી વાચામા ભળી ગઇ...
મે કહ્યુ....
જાણે પેહલા વરસાદનો સ્પર્સ 
તને ભિંજાવતો હોય..!!
મોરના ટહુકાનો અવાજ જાણે 
કાનમા પડતો હોય..!!
ઘનઘોર અંધકારમા જાણે 
વિજળી ચમકતી હોય..!!
બસ આગળ કાંઇ બોલુ એ પેહલાજ....
એ,, "જગત" ની સંવેદનાઓ જાણે 
એ વાંચી ગઈ ના હોય..!!
બસ દોડીને મારામા વિંટળાઈ ગઈ.....jn...જગત....

No comments:

Post a Comment